બસ આટલું જ કર (રેખા ભટ્ટી)


અરે ઓ મારી પ્રિયતમા,

તારા માટે હું

ચુના માટીના ઘોળમાં

સોના ચાંદીનો વરખ ભેળવીને;

એક સુંદર મહેલ બંધાવું.

પેલા ચીંઘાડતા ગજાનનના

હાથીદાંતની દીવાલો બનાવું.

એ જ મહેલમાં શંખની ભૂકી વડે,

દુધના ફીણ જેવી શુભ્ર,

આરસની લાદી પથરાવું; અને

મોતી અને છીપો વડે,

તે લાદીની કિનાર

વેલ બુટ્ટાની બનાવું.

બોલ મારી પ્રિયે; તું કહે તો……….

 મેં કહ્યું બસ બસ

અરે ઓ મારા પ્રિયતમ

હું તો બસ આટલું જ ઈચ્છું છું કે

લીલાછમ્મ ઘાસથી આચ્છાદિત

આપણા બાગના એક છેડે

એક સુંદર નાનકડું ઘર હોય,

વનમાંથી ચૂંટીને લાવ્યા હોય

તેવું જ; તાજું તાજું, પુષ્પ જેવું.

પાસે જ એક નાનુ એવું તળાવ હોય

વહેલી સવારે સ્નાન કરીને જયારે

હું તે તળાવમાંથી ગાગર ભરતી હોઉં

ત્યારે મારા ભીંજાયેલા વાળ પર

અને ચમચમાતી ગાગર પર

ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ પડે.

મારા હાથો શુભ્ર શંખના કંગનથી

અને હું તેવી જ શુભ્ર લાલ કિનારી

વાળી સાડીથી શુશોભિત હોઉં

ત્યારે કુમળી વયની કળી જેવી હું

તારા મનોસામ્રાજ્યમાં પ્રવેશ કરું, જ્યાં

ખાસ મારા જ માટે બનાવેલા સિંહાસન

પર તુ મારો રાજ્યાભિષેક કર.

ઓ મારા પ્રિયતમ તારે મારા માટે જો

કંઈ કરવું જ હોય તો, બસ આટલું જ કર

          —–રેખા ભટ્ટી

6 thoughts on “બસ આટલું જ કર (રેખા ભટ્ટી)

  1. પ્રેમ આપણી સહજ વૃતિ છે.તે બધા ધર્મોનો સાર છે.લવ, ઈશ્કે હક્ક અને નોષ્કામ પ્રેમ …તેમાં પ્રેમાસ્પદ પાસે
    પામવાની વાતે – જીવ અને શિવ વચ્ચે આવરણ આવી ગયું છે પછી તે ધર્મ -કર્મ કે સંચિત સંસ્કારોનું ! આ આપણી વ્ર્તિનું આવરણ હટાવી તેને પામવા…
    સુંદર નાનકડું ઘર ….नी छत
    न सा सभा यत्र न सन्ति वृद्धा,
    वृद्धा न ते ये न वदन्ति धर्मम्।
    धर्म स नो यत्र न सत्यमस्ति,
    सत्यं न तद्यच्छलमभ्युपैति।।
    અને ઉદારચરીતે સદા વિચાર
    अयं निजः परोवेति गणना लघुचेतसाम्।
    उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्।।
    અને આપણો ભાવ
    इन्नलाहो ला युगय्यरो मा बिकौमिन्।
    हत्ता युगय्यरो वा बिन नफसे हुम।।
    न हीदृशं संवननं,
    त्रिषु लोकेषु विद्यते।
    दया मैत्री च भूतेषु,
    दानं च मधुरा च वाक्।।
    અને સદા યાદ રહેવા કોતરાવું
    बरी रूवाके जेबर्जद नविश्ता अन्द बेर्ज,
    जुज निकोई-ए-अहले करम नख्वाहद् मान्द।।
    અને પવિત્ર થવા સ્નાન વખતે પ્રાર્થના
    कात्यायनि महामाये महायोगिन्यधीश्वरि।
    नन्दगोपसुतं देवि पतिं मे कुरु ते नम:।।
    गंगे च यमुने चैव गोदावरि सरस्वति ।
    नर्मदे सिंधु कावेरि जलेऽस्मिन् सन्निधि
    गंगा सिंधु सरस्वति च यमुना गोदावरि नर्मदा ।
    कावेरि शरयू महेन्द्रतनया चर्मण्वती वेदिका ।।
    क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता जया गण्डकी ।
    पूर्णाःपूर्णजलैःसमुद्रसहिताःकुर्वन्तु मे मंगलम् ।।
    ત્યારે
    ઓ મારા પ્રિયતમ તારે મારા માટે જો
    કંઈ કરવું જ હોય તો, બસ આટલું જ કર

    Like

  2. રેખાબેનની વાર્તાઓ તો સુંદર છે જ.કવિતાનો જાદુઇ પ્રભાવ પણ દરેક પંક્તિમાં પથરાઈ એક મનમોહક રચના આપણી પાસે મૂકી દે છે.

    Liked by 1 person

  3. all best till : “તુ મારો રાજ્યાભિષેક કર.
    ઓ મારા પ્રિયતમ તારે મારા માટે જો
    કંઈ કરવું જ હોય તો, બસ આટલું જ કર”
    what heightened stage of imagination.
    thx

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s