હું જ પડી ગયો (ડો. પ્રતાપભાઈ પંડયા)


(એક નિખાલસ કબૂલાત)

મેં હાથ લંબાવ્યા, ટેકો આપવા અન્યને

અને હું જ પડી ગયો.

સંપ અને શાંતિ રાખવા સૌને કહેવા ગયો

અને હું જ લડી પડ્યો.

શાંત્વના આપવા ગયો સૌ સાથે બેસણામાં

અને હું જ રડી પડ્યો.

ચેતીને ચાલજો સંસારમાં એવું સમજાવવા ગયો

અને હું જ લપસી પડ્યો.

કુદરતને તો શું કહેવું ઘાટ જ એવો ઘડ્યો,

નડવું નહીં કદી કોઈને એવું વારંવાર કહેનાર

હું જ વધારે સૌને નડ્યો.

સ્વયંને સમજાવવામાં સાંજ પડી ગઈ

ત્યારે સમજાયું કે હું જ મોડો પડ્યો.

ઘનઘોર અંધકારમં મને મારા જ પુરૂષાર્થ વડે

સુખની સવારનો સૂરજ જડી ગયો.

તા ૧૫ -૪ -૬૩

વાંડળિયા ( તા બાબરા)

 • ડો. પ્રતાપ પંડ્યા (શિક્ષણવિદ)

વડોદરા.

4 thoughts on “હું જ પડી ગયો (ડો. પ્રતાપભાઈ પંડયા)

 1. ઘનઘોર અંધકારમં મને મારા જ પુરૂષાર્થ વડે

  સુખની સવારનો સૂરજ જડી ગયો.
  બસ ! એ સુખ સવાર કાયમ રહે અને કદી સાંજ ના પડે !
  તમારાં કાર્યો દ્વારા તમે અમને એનું રહસ્ય તો સમજાવી રહ્યા છો !

  Liked by 2 people

 2. નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા ડો. પ્રતાપ પંડ્યા ને
  ઘનઘોર અંધકારમં મને મારા જ પુરૂષાર્થ વડે
  સુખની સવારનો સૂરજ જડી ગયો.
  ધન્ય ધન્ય

  Liked by 1 person

 3. indeed “(નિખાલસ કબૂલાત)
  મેં હાથ લંબાવ્યા, ટેકો આપવા અન્યને
  અને હું જ પડી ગયો.
  which result into “ઘનઘોર અંધકારમં મને મારા જ પુરૂષાર્થ વડે
  સુખની સવારનો સૂરજ જડી ગયો”
  very true and honest declaration.
  thx

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s