દરિયો મોકલ હવે વ્હાલનો (દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’) જુલાઇ 24, 2019કવિતા/ગીત, દીપલ ઉપાધ્યાય 'ફોરમ'lilochhamtahuko (ગીત) કે દરિયો મોકલ હવે વ્હાલનો સાવ કોરો લાગે છે મને પડતો વરસાદ ઓણ સાલનો… કે દરિયો મોકલ હવે વ્હાલનો ચીતરીને લાભ-શુભ રાખ્યા છે હોંશથી અધખુલ્લું રાખ્યું છે બારણું; બારસાખે રાત-દી ઝૂલ્યા કરે છે હજી તોરણની જેમ સંભારણું. એવી અવઢવ કે સમજાવવું કેમ તને વંટોળ પણ હોય ગુલાલનો… કે દરિયો મોકલ હવે વ્હાલનો છાલક પ્હેરીને દ્વારે આવેલો વાયરો મારામાંથી મને ખોળતો; ભીના તરબોળ ગીત મૂકીને ઉંબરે આખ્ખી મને એમાં બોળતો. મારું હોવું સાવ મીરાં થઇ જાય એમ આવે છે સાદ કરતાલનો.. કે દરિયો મોકલ હવે વ્હાલનો ShareEmailLike this:Like Loading...
મારું હોવું સાવ મીરાં થઇ જાય એમ આવે છે સાદ કરતાલનો.. કે દરિયો મોકલ હવે વ્હાલનો વાહ્ LikeLiked by 1 person
સુંદર પ્રેમગીત છે. પણ વ્હાલનો દરિયો જો આવી પણ જાય તો તેને સાચવી શકાય તેવું પાત્ર પણ જોઇશે ને? LikeLike
Wah! Very nice.
LikeLike
ખૂબ સુંદર
LikeLike
મારું હોવું સાવ મીરાં થઇ જાય એમ આવે છે સાદ કરતાલનો..
કે દરિયો મોકલ હવે વ્હાલનો
વાહ્
LikeLiked by 1 person
highest expression of feelings
LikeLike
સુંદર પ્રેમગીત છે. પણ વ્હાલનો દરિયો જો આવી પણ જાય તો તેને સાચવી શકાય તેવું પાત્ર પણ જોઇશે ને?
LikeLike
વ્હાલની ભરતી છલકાવી દીધી.
Sent from my iPhone
>
LikeLike