તું જો કહે તો (હરીશ દાસાણી)


તું જો કહે તો ગીત લખી દઉં.

શ્વાસમાંથી સંગીત રચી દઉં.

અ-ક્ષર રૂ ની વાટ કરી લઉં.

વાયુ અગ્નિ સંગાથ કરી લઉં.

સહજ ગતિને સાથ કરી લઉં.

શબ્દજ્યોતિ આલોક ભરી દઉં.

પવન જળ ને પાંદડું બની

સાવ અજાણ્યા રંગ ભરી દઉં.

શેષ સ્મૃતિ ને સાદ કરીને

વ્હાલનો હું વરસાદ કરી દઉં.

ચારે દિશામાં શૂન્ય થઇ જોઉં.

સાત સૂરોને  શાંત કરી જોઉં.

તું જો કહે અવરોધ હટાવી

દ્યુલોક પૃથ્વી એક કરી જોઉં.

કનક કમલ લાવ લૂંટી લઉં.

ખરજનો એક સૂર ઘૂંટી લઉં.

પાંખડીમાં પંચપ્રાણ ભરી દઉં.

સુંદર શિવને સાદ કરી દઉં.

આવ,મન મસ્તાન ધરી દઉં.

સ્થિર પ્રજ્ઞાનો થાળ ધરી દઉં.

અહમ્ મસૃણ અર્પણ કરી

કોમલ કમલ એમ લઇ લઉં.

——————————————-.

હરીશ દાસાણી.

અંધેરી. મુંબઈ.

4 thoughts on “તું જો કહે તો (હરીશ દાસાણી)

 1. આવ,મન મસ્તાન ધરી દઉં.
  સ્થિર પ્રજ્ઞાનો થાળ ધરી દઉં.
  અહમ્ મસૃણ અર્પણ કરી
  કોમલ કમલ એમ લઇ લઉં
  વાહ
  યાદ
  હાથ માંગે તું અગર તો ના કહું;
  જાન માંગે તું અગર આપી દઉ.

  હોઠની ને આંખની ભાષા મહીં;
  પ્રેમના ઉત્તર બધા આપી દઉ.

  હોઠના મલકાટની કિંમત મને;
  કેટલી એ શબ્દમાં ક્યાંથી કહું.

  આંખની ઓળખ બધી મારી તને;
  તું બને આણજાણ એ માપી લઉ.

  દિલ નજરથી ભલે ઘાયલ થતું;
  ઘાવ ઉપર ઘાવ હું ચાંપી લઉ.

  ના “ધુફારી“ને કશું પુછો હવે;
  શું હશે ઉત્ત્રર ભલા ક્યાંથી કહું.

  Liked by 1 person

 2. Harish Dasani
  To:
  pragnajuvyas@yahoo.com

  Jul 31 at 12:31 AM

  મારી આ કવિતાનો ખૂબ સુંદર પ્રતિભાવ મેળવીને આનંદ થયો.
  આભાર.

  હરીશ દાસાણી.
  …………………………………………………………………….
  ઘણાખરા લેખકો/કવિઓ પ્રતિભાવો વાંચતા હશે કે કેમ ?
  ધન્યવાદ
  આપે અમારો પ્રતિભાવ વાંચવા બદલ
  અને
  આપે કદર કરી તે બદલ…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s