ગંગાને પ્રદુર્ષણથી બચાવવામાં ગુજરાતી વ્યક્તિનો ફાળો (સંકલન – પી. કે. દાવડા)


(ડો. એમ. એચ. મહેતા ભાવનગરના વતની છે. આંગણાંમાં નિયમિત રીતે લખતા બહેન સરયૂ પરીખના ભાઈ છે, અને આંગણાંમાં સુંદર રંગોળીઓ રજૂ કારનાર ઈલાબહેન મહેતાના પતિ છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર પદ્મશ્રીથી સન્માનિત શ્રી જ્યોતિ ભટ્ટ્ના ડો. મહેતા બનેવી છે. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર ડો. મહેતાપર્યાવરણ અંગેના આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલા નિષ્ણાત છે. હાલમાં વડોદરામાંથી પસાર થતી વિશ્વામૈત્રી નદીના પર્યાવરણના સંરક્ષરનું કાર્ય કરી રહ્યા છે.–સંપાદક)

પદ્મશ્રી સન્માનથી નવાજિત ડો. એમ. એચ. મહેતા (મુનિભાઈ) ગુજરાતના “કમ્યુનીટી સાયન્સ સેંટર (CSC) ના ચેરમેન છે. ગંગાને પ્રદુર્ષણમાંથી બચાવી એનો પુનર્ધાર કરવા માટે નેશનલ મીશન ફોર ક્લીન ગંગા (NMCG) એ આમંત્રણ આપ્યું છે.

૨૦૧૯ ના એપ્રીલ મહીનામાં CSC ને NMCG ને પત્ર લખી, CSC એ તૈયાર કરેલી Bio-shield cover and seed ball technology યોજનામાં રસ દર્શાવ્યો. NMCG એ યોજના ગંગામીશનને કઈ રીતે ઉપયોગી થાય તે અંગે જાણકારી માંગી. શ્રી મહેતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, “મને NMCG માંથી ફોન કરી અને નિષ્ણાત અને ટેકનિકલ ભાગીદાર તરીકે એમના મીશનમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.”

CSC કેટલાક સમયથી વિશ્વામિત્રિ નદીને આસપાસના પર્યાવરણને સુધારી એક Bio-shield બનાવવા seed-ball technology દ્વારા કાર્ય કરી રહ્યા છે. CSC ની ટીમ નદીની આસપાસ સીડ-બોલ માત્ર છાંટી નથી રહ્યા, પણ ત્યાંના કાર્યકરો અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે સીડ-બોલ કેમ બનાવવા તેની જાણકારી આપી રહ્યા છે.

શ્રી મહેતાએ કહ્યું, “ગયા વરસે ઉત્તર પ્રદેશની સરકારે ગંગાની આસપાસ વનના વિકાસ માટે અમારી સલાહ અને મદદ માગેલી. વનવિભાગના અધિકારીઓએ અમારી યોજનાની મુલાકાત લીધેલી. હું પણ હરિતગંગા પ્રોજેકટની મુલાકાત લઈ આવેલો. હવે અમને પૂછવામાં આવ્યું છે કે ગંગાની પુરી લંબાઈને સીડબોલ ટેકનોલોજી બાયોશીલ્ડ આપવાનું શક્ય છે કે નહીં? હા, સંપૂર્ણ ગંગાને આ પ્રક્રીયા વડે બચાવી શકાય એમ છે.”

CSC એ આ અંગે ગુજરાતના જલ અને વન વિભાગના અધિકારીઓની એક Round table conference બોલાવી છે, જેમાં NMCG અધિકારીઓ પણ ભાગ લેશે.

સીડ-બોલ અંગેની વિગત અહીં નીચે અંગ્રેજીમાં આપવામાં આવી છે.

1 thought on “ગંગાને પ્રદુર્ષણથી બચાવવામાં ગુજરાતી વ્યક્તિનો ફાળો (સંકલન – પી. કે. દાવડા)

  1. ડો. એમ. એચ. મહેતા મુનિભાઈ ની સિધ્ધીઓ અંગે સામાન્ય ખ્યાલ હતો પણ આજે ‘ગંગાની પુરી લંબાઈને સીડબોલ ટેકનોલોજી બાયોશીલ્ડ આપવાનું શક્ય છે કે નહીં? હા, સંપૂર્ણ ગંગાને આ પ્રક્રીયા વડે બચાવી શકાય એમ છે.”વાતે આનંદ
    મા દાવડાજીને આવા પ્રેરણાદાયી લેખ બદલ ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s