લગાવ (દેવિકા રાહુલ ધ્રુવ)


લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?

અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!

પડો,વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,

પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે.

પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,

ગજબનું પોત રેશમનું, વળી મખમલના ભપકા દે.

ભલે કશ્મીરી ટાંકો લો, ભરો સોનેરી સાંકળી પણ,

ન જાણે વસ્ત્ર  રુદિયાના, કે ક્યારે ક્યાંથી કટકા દે..

અજબ આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.

શીખી લીધું, જરા માનો, નવા ત્યાં કોઈ  કકકા દે.

અને મંદિર, મસ્જીદો, ગુરુદ્વારે ફરી આવો,

પછી ઘર પહોંચતા જુઓ ઘડીભર ત્યાં એ મક્કા દે!

કદી ગૂંચળા વળે, ગાંઠો પડે, મુશ્કેલ, હાથોથી.

અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!

દેવિકા રાહુલ ધ્રુવ

5 thoughts on “લગાવ (દેવિકા રાહુલ ધ્રુવ)

 1. દે રદિફ સુંદર તો વધુ સુંદર કાફિયા
  સ રસ ગઝલ
  ધીરે આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.
  શીખી લીધું, તમે માનો, નવા ત્યાં કોઈ કકકા દે.
  વાહ

  Liked by 1 person

 2. લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?
  અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!
  મતલા પર ખુશ!
  “દોસ્ત માનીને અમે તો દઈ દીધાં હ્રદયના દાન, પણ,
  હતી શી ખબર કે રકીબ બની એ આવશે આમ સામે!”

  Like

 3. yes sad but at end given road to happiness:
  “પછી ઘર પહોંચતા જુઓ ઘડીભર ત્યાં એ મક્કા દે!
  કદી ગૂંચળા વળે, ગાંઠો પડે, મુશ્કેલ, હાથોથી.
  અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!”
  ZATAKO AND MALKO is way of life–
  Take it lightly and Smile–so you can walk a Mile !!!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s