બજાર વચ્ચે બજાણીયો (અવિનાશ વ્યાસ)

(અવિનાશ વ્યાસે સેંકડો ગીતોમાં મનુષ્યજીવનના સ્પંદનો જીલ્યા છે. તાજેતરમાં પરણીને સાસરે આવેલી યુવતીના જીવનમાં અચાનક આવતા ફેરફારોને ખૂબ જ સંવેદશીલતાથી આ ગીતમાં દર્શાવ્યા છે. જે ક્રીયા પિયરમાં સહેજ રીતે કરી શકાય, એ જ ક્રીયા સાસરિયામાં મર્યાદા ભંગ ગણાય એ વાત એમણે ખૂબ જ ૠજુતાથી રજૂ કરી છે. –સંપાદક)

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો ને   બજાવે   ઢોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

એટલું ન જાણતો મૈયર આ નથ મારું

આ તો સાસરિયાની પોળ

કેમ  સહ્યું  જાય  રે લોલ

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો ને   બજાવે   ઢોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

હું રહું  છાની  પણ  કેમ રહે છાની

મારા પગ  કેરી  પાની

ઘૂંઘટ દઉ તાણી  પણ નાચંતા નયના

હું    કેમ    રોકવાની

મનડે  જાગ્યો  રે વંટોળ

કેમ  સહ્યું  જાય રે લોલ

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો ને   બજાવે   ઢોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

મનમાં  નાચવું    મનમાં  રાચવું

થઈને ઠરેલ મારું  સાસરીયું સાચવું

ત્યાં ઢોલ જો ને ખોલે  મારું પોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો  ને   બજાવે    ઢોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

ઝંખેલી  ઝંખનાને  સૂતી  જગાડવા

કોણે  તેડાવ્યો એને આવું બજાડવા

એનો એક એક

બોલ અણમોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

જો ને   બજાવે   ઢોલ

કેમ  સહ્યું  જાય રે લોલ

– અવિનાશ વ્યાસ

Advertisements

3 thoughts on “બજાર વચ્ચે બજાણીયો (અવિનાશ વ્યાસ)

  1. સ્વરઃ ગીતા રોય
    ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ
    ચિત્રપટઃ નાગદેવતા (૧૯૫૫)

    ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
    અલી ઓ રે બજાર વચ્ચે બજાણીયો

    (નોંધઃ આ લોકપ્રિય ગીતને
    અવિનાશભાઈએ ૧૯૭૯ના ચિત્રપટ
    ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’નું સંગીત
    આપતી વખતે ફરી એક વાર
    ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવેના
    કંઠમાં રેકોર્ડ કરી રજૂ કર્યું હતું.)
    નવોઢા ના હૃદય ની વાત !
    સ રસ સુંદર રજુઆત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s