સાહ્યબો મારો ગુલાબનો છોડ (રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ)


(‘હંસાકુમારી’ નાટકના આ ગીતના રચયિતા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. મોહન જુનિયરના સંગીત નિર્દેશનમાં મીનાક્ષી અને ભોગીલાલ નામનાં કલાકારોએ પહેલી વાર આ ગીત ગાયું ત્યારે ગીતને અગિયાર વાર વન્સમોર મળ્યા હતા. તમે માનશો? નાટકમાં આ ગીત ચાલીસ-પચાસ મિનિટ સુધી ગવાતું. આ ગીત કયા સંજોગોમાં બન્યું એ વિશે વિનયકાન્ત દ્વિવેદી સંપાદિત ‘મીઠા ઉજાગરા’ પુસ્તકમાં સરસ આલેખન કરવામાં આવ્યું છે. ‘હંસાકુમારી’ નાટકના મેનેજર રસકવિને ત્યાં પહોંચ્યા અને કહ્યું કે કંપનીની સ્થિતિ ડામાડોળ છે. નાટક ભજવવું છે પણ સફળતાનો મદાર તમારાં ગીતો પર છે. રસકવિ એ વખતે બીમાર હતા. ૧૦૩ ડિગ્રી તાવ હતો તો ય કલમ હાથમાં લીધી અને પ્રણયના ફાગ ખેલતાં યુગલ માટે હૈયાનો નેહ નિતારતી ઊર્મિઓને વાચા આપી, અને એક સર્વાધિક લોકપ્રિય ગીતનો જન્મ થયો; “સાહ્યબો મારો ગુલાબનો છોડ!” મોહન જુનિયરે આ ગીતને સુંદર સુરાવલિમાં ઢાળ્યું અને પ્રથમ પ્રયોગમાં જ આ ગીતને એકધારા અગિયાર વન્સમોર મળ્યા હતા.)

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની.
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી;
કેસરને   ક્યારડે   કસ્તૂરી   આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.

-રઘુનાથ બ્રહ્મભટ્ટ

4 thoughts on “સાહ્યબો મારો ગુલાબનો છોડ (રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ)

 1. સુંદર કૃતિ
  ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…

  સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
  સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક (સંગીતબધ્ધ)
  ભાવગીતો સમૃધ્ધ – રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં…

  કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
  – પ્રભુલાલ દયારામ દ્વિવેદી
  ********

  રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
  – હરીન્દ્ર દવે.
  ********

  કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
  – ચંદ્રવદન ચી. મહેતા

  Like

 2. ભાવ અને મનગમતાં કવન એટલે આપણા રસકવિ.
  અસ્મિતા પર્વમાં તેમના પુત્રનું સુંદર વ્યાખાનની યુ ટ્યુબ પર તેમના પુત્ર દ્વારા સુંદર વ્યાખ્યાન સાંભળવા જેવું છે…આભાર- દાવડા સાહેબ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Sent from my iPhone

  >

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s