(જૂની રંગભૂમી એટલે રસકવિ રધુનાથ બ્રહ્મભટ્ટના સદાબહાર ગીતો અને પ્રભુલાલ દ્વિવેદીના સંવાદો અને ગીતો. દેશી નાટક સમાજના નાટક “માલવપતિ મુંજ” માટે પ્રભુલાલ દ્વિવેદીએ લખેલું આ ગીત જ્યારે માસ્ટર અશરફખાનના બુલંદ અવાજે ગવાતું ત્યારે “વન્સ મોર” ની તાળીઓ અને સીટીઓથી ભાંગવાડીનું પ્રિંસેસ થીએટર ગુંજી ઊઠતું. માત્ર છ પંક્તિઓના આ ગીતમાં રહેલો સંદેશ ખૂબ જ તત્વજ્ઞાનસભર છે. છેક ૧૯૭૬ માં એ જ નામે બનાવેલી ફીલ્મમાં પણ આ ગીત સાંકળી લેવામાં આવ્યું હતું. અનેક સ્વરોમાં આ ગીત યુ ટ્યુબમાં ઉપલબ્ધ છે.)
‘હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે’ અનેક વાર વન્સમોર થતા ગીત માટે દારૂડિયાનું પાત્ર ભજવતા પૂર્વે અને પછી બેકસ્ટેજમાં અશરફ ખાન ખુદાથી ગાફિલ ન રહેતા અને ઇબાદત કરતા ! શબ્દોની કિંમત છે, પણ પ્રેમ એ શબ્દોનો મોહતાજ નથી હોતો!
હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ. … તેનું શુદ્ધ સ્વરૂપ સમજાય એમ નથી તો તેનું વર્ણન તો શી રીતે સંપૂર્ણ થાય? તેને તો
દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
આવી રચનાઓ વાંચવા મળે એવા આંગણાં ઓછા છે!
LikeLiked by 2 people
હાં, સરસ રચના વાંચવા મળી. આભાર દાવડાસાહેબ.
LikeLiked by 1 person