એક યુધ્ધ હું લડું છું (ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ) )


(ગોરધનભાઈ વેગડની કવિતા અને ગઝલ સાદા અને સરળ શબ્દોમાં ગહન વાતો કહેતી હોય છે. અહીં પ્રત્યેક શેરમાં એમના મનની વાતો અને ક્યારેક વ્યથા સહજ રીતે વ્યક્ત કરી છે. ત્રીજા શેરની Positivity ધ્યાન ખેંચે છે. અંતીમ શેરની શરણાગતી પણ ધ્યાન ખેંચે છે. – સંપાદક)

મારી જ અંદરની આગમાં બળુ છું,

મારી જ સાથે એક યુદ્ધ હું લડું છું !

તું હોઠ થકી ભલે રહે આમ ચૂપ,

હું તો તારા મૌનની ભાષા કળુ છું !

જમાનાની ઠોકરો ખાઈ ખાઈને જ,

રોજ રોજ આમ જ ખુદને ઘડુ છું !

ઈશ્કમાં એક પરવાનાના ઈન્તજારમાં,

જન્મોથી હું શમાં બની ઝળહળું છું !

જ્યારે જ્યારે મોં ફેરવ્યું દુનિયાએ,

હું ભીતર સરકીને ખુદને મળું છું !

છૂટ છે તમોને સઘળું કહેવાની,

હું ક્યાં કદી પણ કોઈને નડું છું !

તારી બીક મને ન હોય વહાલમ,

આ જૂઠા જાલિમ જમાનાથી ડરૂં છું !

મુઠ્ઠીમાં કેમ કરી બાંધશો મને તમે,

હવામાં સૌરભ ભળે એમ ભળુ છું !

પથ્થર મારનાર સામે પણ પ્રેમથી,

હું તો મધુર ફળ બનીને ખરું છું !

“પરમ” રૂપે ઓળખાયો તું જ્યારથી,

“પાગલ” થઈ તુજ ચરણોમાં પડું છું !

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

3 thoughts on “એક યુધ્ધ હું લડું છું (ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ) )

 1. “મારા ગુરુ એ કહ્યું હતું કે જીવનમાં સફળ થતો નહીં, ..તું જીવનને સાર્થક બનાવજે. ગુરુદેવની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એ શબ્દોએ મને ૪000 કિલોમીટર ચલાવ્યો. નર્મદાની પરિક્રમાનો અદભૂત અનુભવ આપ્યો. નીકળ્યો તો ચિત્રો કરવા માટે, પણ એ પ્રવાસમાં મને શબ્દો જડ્યા. રંગોના દેશનો માણસ શબ્દોના મુલકમાં આવ્યો.”આ શબ્દો વિખ્યાત લેખક, ચિત્રકાર અમૃતલાલ વેગડના છે.
  .
  -‘પથ્થર મારનાર સામે પણ પ્રેમથી,
  હું તો મધુર ફળ બનીને ખરું છું !
  “પરમ” રૂપે ઓળખાયો તું જ્યારથી,
  “પાગલ” થઈ તુજ ચરણોમાં પડું છું !
  સિધ્ધી પ્રાપ્ત કરનર સ્વ. આ વેગડજીને વંદન

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s