ખંડકાવ્યો –૭


(આ લોકગીત ખંડકાવ્ય કહેવાય કે નહીં એ નિર્ણય હું વાચકો ઉપર છોડું છું, મને એમાં ખંડકાવ્યના પ્રસંગકથન જેવું પ્રસંગકથન દેખાય છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે, જેને કેટલાક લોકો ટાઈટેનિકના હાદસા સાથે સરખાવે છે. માલમ હાજી કાસમનો અલ્લાહ પર ભરોસો (ઈમાન, અહીં એમાન શબ્દ વપરાયો છે) અને ટાઈટેનિકના કેપ્ટનનો જહાજની શક્તિ પરનો ભરોસો, હાદસાના મુખ્ય કારણો હતા. તેર વરરાજાઓ સાથેની જાન, ૨૮૦ શેઠિયા, અનેક બાળકો, કેટલી બધી ઝીણી ઝીણી વિગતો આ લોકગીતમાં સમાવી લીધી છે? કચ્છ-સૌરાષ્ટ્રમાં આ લોકગીત હજી પણ ગવાય છે.)

હાજી કાસમની વીજળી

હાજી કાસમ, તારી  વીજળી  રે  મધદરિયે  વેરણ થઈ

શેઠ  કાસમ,  તારી  વીજળી  રે  સમદરિયે વેરણ થઈ

ભુજ  અંજારની જાનું  રે જૂતી,   જાય છે  મુંબઈ શે’ર

દેશ પરદેશી  માનવી  આવ્યાં,   જાય  છે  મુંબઈ શે’ર

દશ  બજે  તો   ટિકટું  લીધી,   જાય  છે  મુંબઈ શે’ર

તેર  તેર   જાનું   સામટી  જૂતી,  બેઠા  કેસરિયા  વર

ચૌદ  વીશુંમાંય  શેઠિયા બેઠા,  છોકરાંઓનો નહીં પાર

અગ્યાર  બજે  આગબોટ  હાંકી, જાય છે  મુંબઈ શે’ર

બાર બજે  તો  બરોબર  ચડિયાં, જાય છે  મુંબઈ શે’ર

ઓતર  દખણના  વાયરા  વાયા,  વાયરે ડોલ્યાં  વા’ણ

મોટા સાહેબની આગબોટું  મળિયું, વીજને પાછી વાળ્ય

જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય

પાછી  વાળું,  મારી ભોમકા લાજે,  અલ્લા માથે એમાન

આગ ઓલાણી ને  કોયલા ખૂટ્યા,  વીજને પાછી વાળ્ય

મધદરિયામાં   મામલા  મચે,   વીજળી   વેરણ    થાય

ચહમાં   માંડીને  માલમી  જોવે,  પાણીનો   ના’વે  પાર

કાચને   કુંપે   કાગદ   લખે,    મોકલે   મુંબઈ   શે’ર

હિન્દુ   મુસલમીન  માનતા  માને  પાંચમે  ભાગે  રાજ

પાંચ    લેતાં   તું   પાંચસે  લેજે,  સારું  જમાડું   શે’ર

ફટ   ભૂંડી  તું  વીજળી   મારાં   તેરસો  માણસ  જાય

વીજળી કે  મારો  વાંક નૈ, વીરા, લખિયલ છઠ્ઠીના લેખ

તેરસો માણસ  સામટાં બૂડ્યાં,  ને બૂડ્યાં  કેસરિયા વર

ચોકે  ને  કોઠે  દીવા  જલે  ને,  જુએ  જાનું  કેરી  વાટ

મુંબઈ  શે’રમાં  માંડવા નાખેલ,  ખોબલે  વેં’ચાય  ખાંડ

ઢોલ   ત્રંબાળુ   ધ્રુસકે    વાગે,   જુએ   જાનુંની   વાટ

સોળસેં    કન્યા   ડુંગરે   ચડી,   જુએ   જાનુંની   વાટ

દેશ,  દેશથી  કંઈ  તાર  વછૂટ્યાં,  વીજળી  બૂડી  જાય

વાણિયો  વાંચે  ને  ભાટિયા  વાંચે,  ઘર ઘર રોણાં થાય

પીઠી   ભરી   તો  લાડડી  રુએ,   માંડવે  ઊઠી   આગ

સગું  રુએ  એનું  સાગવી  રુએ,  બેની  રુએ  બાર માસ

મોટા   સાહેબે   આગબોટું  હાંકી,  પાણીનો  ના’વે પાર

મોટા   સાહેબે  તાગ  જ   લીધા,  પાણીનો  ના’વે પાર

સાબ,  મઢ્યમ  બે  દરિયો   ડોળે,  પાણીનો ના’વે તાગ

હાજી કાસમ,  તારી  વીજળી  રે  મધદરિયે  વેરણ  થઈ

3 thoughts on “ખંડકાવ્યો –૭

  1. આ વાતો લોકવાયકા અને લોકસાહિત્ય તથા અદ્ભુત નવલકથામાંની છે. ‘વીજળી’ની કરુણાંતિકા વિશે આપણી પાસે નક્કર માહિતી અને દસ્તાવેજ બહુ ઓછા પ્રમાણમાં છે. આ દુર્ઘટનાને જાણવા-પિછાણવા-સમજવાનું સૌથી મોટું અને વર્ષો સુધી એકમાત્ર કહી શકાય એવું એકમાત્ર સાધન હતું લોકસાહિત્ય અને કલ્પનામિશ્રિત નવલકથા. દરિયાઈ સાહસકથાઓના શ્રેષ્ઠ અને લોકપ્રિય લેખક ગુણવંતરાય આચાર્ય ની નવલકથા..
    ‘વીજળી’ સાથે દરિયામાં ગરકાવ થઈ ગયેલા બધા નામી-અનામી પ્રવાસીઓને આપણી આદરપૂર્વકની અંજલિ…મા દાવડાજી ને આ અદ્ભૂત રચના બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. સરસ લોકગીત પણ…..
    આને ખંડકાવ્યોના કક્ષામાં હરગીઝ ના મૂકી શકાય. કાવ્યતત્વ સિવાય ખંડકવ્યના લક્ષણોમાંનુ એકેય લક્ષણોમાંનુ બંધબેસતું કે રજૂઆત પામતું જોવા નથી મળતું.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s