પરિવાર (સંકલન –પી. કે. દાવડા)


આજથી વર્ષો પહેલાં કાકા – બાપાના ભાઇઓ અને તેમના પરિવારો એક સંયુક્ત કુટુંબમાં એવી રીતે રહેતાં કે કોણ કોનું સંતાન છે અને કોણ કોનાં ભાઇ – બહેન છે એ પ્રશ્ન બહારથી આવેલા મહેમાનોને થતો. કાકા – બાપાના ભાઇઓ અને દીકરાઓ વચ્ચે પ્રેમની એવી ગાંઠ બંધાયેલી રહેતી કે એક બીજાની રાહ જોયા વિના કોઇ ખાતું – પીતું પણ નહીં. પરિવારના સભ્યોમાં પોતાના પરિવાર કે સગાં – સ્નેહીઓ માટે આત્મીય ભાવ હતો. કોઇ પરિવાર તમને એવો જોવા મળતો નહીં કે જે અલગ – અલગ રહેતો હોય. પરિવાર ગમે તેટલો મોટો હોય બધા જ સાથે એક જ ઘરમાં રહેતા અને વરસો કાઢતાં.

વડીલો પર આખા કુટુંબની જવાબદારી રહેતી, એટલે તેઓ વ્યવહાર કુશળ હતા. નાના – મોટા બધાને ન્યાયથી રાખતા. કૌટુંબિક સંબંધો જાળવવા એ એક કળા છે. 

પરસ્પર આત્મીયતા

વડીલો હંમેશાં કહેતા આવ્યા છે કે સંબંધો બાંધવા સહેલા છે, પણ નિભાવવા અઘરા છે. સંબંધો નિભાવવા માટે પરસ્પર નિઃસ્વાર્થ હોવું જોઇએ. દૂધમાં સાકરની જેમ ભળી જવાના સ્વભાવથી સંબંધો ટકી રહે છે. પરસ્પર આત્મીયતા કેળવવાની હોય છે. કોઇએ બોલેલાં કટુ વચન કે અપ્રિય વાણીને એ સમય પૂરતા ગણીને ભૂલી જવું જોઇએ. આ બધી સમજણ પરિવારના મોભી પરિવારને આપતા. સાથે વિચારોની આપ- લે પણ કરવાની હોય છે. તમે મિત્રો સાથે કેમ તાદાત્મ્ય સાધો છો? બસ એવી રીતે.

 ઉત્સવની ઉજવણી

પરિવારના દરેક સભ્યો સાથે હોય તો ઉત્સવ ઉજવવાની મજા જ કંઇ અલગ છે. રક્ષાબંધન, દિવાળી, ભાઇબીજ જેવા કેટલાંય પ્રસંગો આવતા હોય છે. ઘરે કોઇ તહેવારની ઉજવણી કરવાથી ઘર ચોખ્ખું થવાની સાથે સુશોભિત પણ થાય છે. આ બધું કરવામાં બાળકોનો આનંદ અને ઉત્સાહ જ કંઇક અલગ હોય છે. છોકરાઓ ઘરમાં કિલ્લોલ કરતાં હોય, ધીમું સંગીત હવામાં ગુંજતુ હોય, નાના – મોટા સૌ ઉત્સાહથી ઘરે આવનારા મહેમાનોની રાહ જોતા હોય, અને પછી મહેમાનોની આગતા – સ્વાગતા. આવો કુટુંબમેળો મળે ત્યારે સ્વર્ગલોકથી પર એવું પરિવાર સદન બની જાય છે.

બાળકોનું ઘડતર

બાળક જેમ – જેમ મોટું થતું જાય છે તેમ – તેમ તેના કુટુંબીજનો સાથેનો તેનો નાતો હૂંફાળો બનતો જાય છે. તેનું જીવનઘડતર પરિવારના લોકો વચ્ચે અને લોકો દ્વારા થાય છે. તે સારા સંસ્કારો મેળવે છે. તેનામાં સારા ગુણો વિક્સે છે, જેમ કે વડીલોનું સન્માન કરવું, બધાની સાથે પ્રેમપૂર્વક વર્તવું, કોઇ પણ વસ્તુ હોય તેને બધાની સાથે વહેંચવી, વગેરે. બાળક જો એકલું મમ્મી – પપ્પા સાથે જ રહેતું હોય તો તેનામાં આ બધા ગુણ વિકસતા નથી. તે એકલું રહેતું હોવાથી પોતાની જાતને અસુરક્ષિત અનુભવતું હોય છે. મમ્મી – પપ્પા સાથે હોય ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ ન હોય ત્યારે ચિંતા તેને કોરી ખાય છે. ચિંતા અને બાહ્ય દુનિયાનો સામનો કરવાની શક્તિ તેને પરિવાર જ પૂરી પાડે છે.

 વર્કિંગ વુમનને ફાયદો

સંયુક્ત કુટુંબમાં મનમેળ હોય તો જરૂર સાથે રહી શકાય છે. એ માટે એક પ્રકારની મેચ્યોરિટી કેળવવાની હોય છે. જો વિભક્ત કુટુંબ હોય તો સારી રીતે જીવી શકે છે તેની ના નહીં, પરંતુ જો બંને જણા નોકરી કરતા હોય તો બાળકને કેવી રીતે સાચવવું તેનો પ્રશ્ન ઊભો થાય છે. પરંતુ સંયુક્ત કુટુંબપ્રથામાં આવું ક્યારેય બનતું નથી. સંયુક્ત પરિવારથી બાળક પ્રેમ કરતાં જ શીખે છે અને વર્કીંગ મા- બાપ પણ બેફીકર બની શકે છે.

 મલ્ટી પર્સનાલિટી

વિભક્ત કુટુંબમાં બાળક ફક્ત પોતાનાં મા – બાપને જ જુએ છે અને તેમનું જ વ્યક્તિત્વ એટલે કે પર્સનાલિટી તેમનામાં ઉતરે છે, પણ જો બાળક સંયુક્ત કુટુંબમાં રહેતું હોય તો તેનામાં દાદા – દાદી, બા – બાપુજી, કાકા – કાકી અને માતા – પિતા એમ બધાના ગુણ  ઉતરે છે. તેને કારણે બાળક મલ્ટી પર્સનાલિટી બને છે.

 પ્રશ્નનું નિરાકરણ

જો વ્યક્તિ અલગ કે વિભક્ત કુટુંબમાં રહેતી હોય અને તેને કોઇ પ્રશ્ન મૂંઝવી રહ્યો હોય તો તે અંદરને અંદર ગૂંગળાયા કરે છે, તે કોઇની પાસે તેનું નિરાકરણ લાવવા માટે જઇ શક્તો નથી, પરંતુ તે જો સંયુક્ત કુટુંબમાં રહેતો હોય તો પ્રશ્નનું નિરાકરણ મેળવવા માટે તે ઘરના કોઇ પણ સભ્ય પાસે જઇ શકે છે. તેને મળતાં ઉકેલમાંથી તે અનેક નવા રસ્તાઓ શોધી શકે છે.

 પૈસો નહીં સુખ મહત્વનું

પરણવા લાયક યુવતીઓની વિચારશૈલીમાં પરિવર્તન આવ્યું છે. તેઓ ઇચ્છે છે કે કુટુંબ ભલે પૈસાપાત્ર ન હોય, પરંતુ નાની – નાની ખુશીઓ આપે તેવું હોવું જોઇએ. જ્યાં વહુને દીકરીને જેમ રાખવામાં આવે. બધા સંપીને સાથે રહેતા હોય, ઉત્સવની ઉજવણી સાથે મળીને કરતાં હોય, પરિવારમાં બધા એક – બીજાની લાગણીઓ સમજતાં હોય, દરેક સભ્યમાં કાંઇક જતું કરવાની ભાવના હોય, એક – બીજા માટે લાગણી હોય. પૈસા જરૂરી નથી, સમજદાર લાઇફ પાર્ટનર અને કુટુંબ હોવું જોઇએ. કુટુંબ મોટું હોય તો જવાબદારી પણ ઓછી નિભાવવાની આવે છે, જેથી પોતાના પરિવાર અને ખાસ કરીને પોતાના પતિ સાથે સમય ફાળવવા મળે છે.

હવે લોકોને સમજાવા લાગ્યું છે કે રહેવું તો સંયુક્ત કુટુંબમાં જ રહેવું. આમ કરવાથી પરિવારના લોકોનો પ્રેમ મળી રહે છે, બાળકોનો ઉછેર સારી રીતે થઇ શકે છે, અને તેમનામાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. સુખ હોય કે દુઃખ સંયુક્ત પરિવારમાં બધાં જ બાજુએ આવીને ઊભા રહે છે. હવે બધું બદલાઇ ગયું છે, પહેલાં ભલે પતિ – પત્નીને અલગ રહેવું ગમતું હતું, પરંતુ હવે દરેકને પરિવારની હૂંફની જરૂર હોય જ છે. આપણા માટે પહેલાં આપણો પરિવાર અને છેલ્લે આપણે હોવા જોઇએ. પરિવાર છે તો આપણે છીએ એ સત્યને વહેલી તકે સ્વીકારી લેવું જોઇએ.

6 thoughts on “પરિવાર (સંકલન –પી. કે. દાવડા)

 1. પરિવાર શબ્દ જ ભારતીય સંસ્કૃતિનો જાણે પ્રતિનિધિ હોય એવું લાગે. તેની સાથે સંબંધોના જે તાણાવાણા ગૂંથાયેલા છે તેની છણાવટ સુંદર રીતે આ લેખમાં કરી છે. આજના સંદર્ભમાં પણ સંયુક્ત પરિવાર એટલો જ ઉપયોગી છે તેનો ઇશારો પણ અહીં યોગ્ય રીતે કરવામાં આવેલ છે. આવા વિષયો પર સમયે સમયે વિચારણા થવી જ જોઈએ.

  Like

 2. હવે સરકારે પહેલ કરવાની રહી.. ત્રણ પેઢી એક છત નીચે રહે તેવા મકાનોની જ ડીઝાઇન પાસ કરે અને દરેક નાગરિકને કંપલસરી સરકારી નોકરી દ્વારા ભારત ઉત્થાનના કાર્યક્રમ માં ભાગીદાર બનાવી ૧૦ વર્ષ સુધી વેતન મળે તેવી વ્યવસ્થા ના નિયમ બનાવે , ક્વોલીટી ધોરણ બેટર ધેન બેસ્ટ ની સ્થાપના કરે.. અથવા કુટુંબ -પરિવાર નો આધાર લઈ સરકાર પર ની નિર્ભરતા મુકી દઇયે અને કુદરત જોડે મહેનત વડે સંયોગ કરીયે તો બધી સમસ્યા નો અંત આવે તથા નંદનવન જે ની પારંપારિક વ્યવસ્થા જે સો એક વર્ષ પર હતી તે પરિસ્થાપિત થાય.. જેનું કેન્દ્ર કુટુંબ ની તાકાત હતી…

  Like

 3. પહેલા પરિવાર સમાજ અને જીવન નો આધાર હતા.. દરેક જણ પોતાની હિંમત અને મહેનત દ્વારા પ્રકૃતિ જોડે વિનિમય કરી જીવન નું પોષણ અને પરિવાર થી હૂંફ અને રક્ષણ મેળવતો .. હવે મૂડી વાદી વિચારધારા ના અન્વયે સરકાર દ્વારા છાપેલા પૈસાએ તે વ્યવસ્થા તોડી નાંખી..
  પૈસા કમાવવા એજ આવડત, વિમાકંપની આપે તેજ રક્ષણ.. હવે તો સરકાર પહેલ કરે તો ફેર પડે..
  એક છત હેઠળ ત્રણ પેઢી ફરજિયાત રહે.. ક્વોલીટી ના માપદંડ ઉંચા રાખે.. દરેક નાગરિક પાસેથી તે ક્વોલીટી ની સેવા લઇ રાષ્ટ્ર ઉત્થાન ના કાર્યક્રમ માં ભાગીદાર બનાવી ૧૦ વર્ષ પુરતું વેતન આપે તો પરિવાર નું નિરૂપણ જીવનમાં પાછું થાય અને નંદનવન ની પરિસ્થિતિ સર્જાય .. અથવા સરકાર ના પૈસા પર ના આધારને તિલાંજલિ આપી, ‘બેક ટુ બેસીક’ પ્રથા અપનાવી પાછી પરવાર રક્ષિત સમાજ-વ્યવસ્થા અપનાવાય કો પહેલા જેવું નંદનવન સર્જાય..
  રસ્તા લાંબા/કપરા પણ કાર્ગર નીવડે તેવા છે.. શરુવાત સ્વયં થી કરવાની જરૂર છે.. તે માટે મારા પ્રયત્નો ચાલુ છે.
  SP

  Like

 4. સંયુક્ત કૂટુંબ હોવું એ બહુ સારી વાત છે. બધા એકબીજાના પૂરક બને છે. અને સદ્‌ગુણોનો વિકાસ થાય છે. દુર્ગુણોની બાદબાકી થાય છે. બાળકો ના મનનો અને બુદ્ધીનો સારો વિકાસ થાય છે.
  જો કે હવે બધા એક શહેરમાં રહેતા ન હોવાથી (પહેલાં પણ લગભગ એવું જ હતું અમારે બ્રાહ્મણોમાં) જુદી જુદી જગ્યાએ હોય છે. કમસે કમ બધાએ વર્ષમાં એક વાર તો મળવું જ જોઇએ.

  અમે અમારા કૃષ્ણાબા (તેઓશ્રી ગુજરાતી સાહિત્યમાં પહેલા નવલકથા લેખિકા હતા)ને ઘરે વેકેશનમાં જતાં ત્યારે અમને ખૂબ જ મજા આવતી.કૃષ્ણાબાને ચાર દિકરી ઓ અને ચાર દિકરાઓ હતા. તેમના પણ દરેકના એવરેજે પાંચ સંતાનો. તેમાં પણ ૨૦ ટકા પરણેલા. એટલે તેમના અમારા જેવા સીગલ ડીજીટની ઉમરવાળા પાંચ ઉમેરો. જે મજા આવતી તે કહી ન શકાય.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s