અખિલ બ્રહ્માન્ડમાં – ૧૦ (પી. કે. દાવડા)


૧૦. ડાર્ક મેટર

બ્રહ્માંડ અનંત છે. વિજ્ઞાનીઓ બ્રહ્માંડના માત્ર પાંચ ટકા ભાગનો જ અભ્યાસ કરી શક્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષના સંશોધનો પછી વિજ્ઞાાનીઓ માને છે કે બ્રહ્માંડનો ૯૫ ટકા ભાગ રહસ્યમય ડાર્ક મેટરથી ભરેલો છે.

ઇ.સ.૧૯૯૮માં બ્રહ્માંડના વિસ્તરણ અને ગતિ ઉપર ડાર્કમેટર  અંકુશ રાખે છે તેવી શોધ થઈ. જોકે વિજ્ઞાાનીઓ ડાર્કમેટરની વાસ્તવિક ઓળખ કરી શક્યા નથી.

ડાર્ક મેટર શક્તિશાળી ટેલિસ્કોપ વડે પણ જોઈ શકાતી નથી. માત્ર તેના ગુરુત્વાકર્ષણ જેવા પ્રભાવથી તેની હાજરી જાણી શકાય છે. ડાર્ક મેટર એટલે અંધકાર. તેમાંથી પ્રકાશ નીકળતો નથી એટલે તે કોઈ ગ્રહ કે પદાર્થ નથી. ડાર્ક મેટરમાંથી રેડિએશન થતું નથી એટલે તેની ઇમેજ પણ લઇ શકાય નહીં. બ્લેક હોલની જેમ તે પ્રકાશને આકર્ષતું નથી એટલે તે બ્લેકહોલ પણ નથી.

ગુરૂત્વાકર્ષણના તરંગો પકડાયા પછી ડાર્ક મેટર ઉપરની શોધ માટે આશાવાદ વધ્યો છે. અદ્રશ્ય પદાર્થની દ્રશ્યમાન પદાર્થ પર થતી ગુરૃત્વાકર્ષણ બળની અસર વડે ‘ડાર્ક મેટર’ની અદ્રશ્ય સાબિતી મળે છે. એક અંદાજ મુજબ ડાર્ક મેટર ગુરૃત્વાકર્ષણ આધારીત એવું બળ છે. જે બ્રહ્માંડમાં આવેલ વિવિધ આકાશગંગાઓને એકબીજા સાથે બાંધી રાખે છે. આપણા બ્રહ્માંડમાં દશ્યમાન પદાર્થનો હિસ્સો માત્ર ૫ ટકા જેટલો જ છે. આ  ૫ ટકા વિઝિબલ મેટરના અવલોકનોના આધારે આપણું આજસુધીનું ભૌતિકશાસ્ત્ર વિકસ્યુ છે.

આ ૯૫ ટકા ડાર્ક ભાગ છે, એમાં પણ દ્રવ્ય અને શક્તિ એવા બે વિભાગ હોઈ શકે. એવો પણ અંદાઝ છે કે ડાર્ક મેટર માત્ર ૨૫ ટકા છે અને ડાર્ક એનર્જી ૭૦ ટકા છે. જો આ વાત સાચી હોય તો બ્રહ્માંડમાં દેખાતા પદાર્થો કરતાં પણ ડાર્ક મેટરમાં શક્તિનું પ્રમાણ ઘણું વધારે હોઈ શકે.

વિજ્ઞાનીઓ કહે છે કે આ ડાર્ક એનર્જીમાં એટલી બધી શક્તિ છે કે તે અબજો વર્ષ સુધી અબજો સૂર્ય જેવા તારા ભરેલી મંદાકિનીઓ ને પ્રકાશની ગતિએ દોડાવે છે. બોલો તેમાં કેટલી શક્તિ હશે? એક સૂર્યમાં અબજો ટન પદાર્થ છે. મંદાકિનીમાં કેટલાય એવા તારા છે જે સૂર્ય કરતાં કદ અને વજનમાં હજાર ઘણા મોટા છે. બ્રહ્માંડમાં તો અગણ્ય (Infinity) ટન પદાર્થ છે. આ બધી જ મંદાકિનીઓને ડાર્ક એનર્જી પ્રકાશની ગતિએ દોડાવે છે. તો ડાર્ક એનર્જીમાં કેટલી શક્તિ હશે?

શક્તિ બ્રહ્માંડમાં ક્યાંથી આવી? કદાચ બિગબેંગમાંથી આવી હોય. બ્રહ્માંડની શક્તિ સ્વયંભૂશક્તિ છે. તેના ઉદભવની વાત આપણે જાણતા નથી તે જ બ્રહ્માંડના બધા બળોને જન્મ આપે છે. તે પછી ગુરુત્વાકર્ષણબળ હોય, વિદ્યુતબળ હોય ચુંબકીયબળ હોય, અણુબળ હોય કે ગમે તે બળ હોય, બ્રહ્માંડની ચેતના, આપણી ચેતના, આ બધું શક્તિ જ છે.

અંતરીક્ષ જ ઊર્જા છે. અંતરીક્ષમાંથી બધું ઉત્પન્ન થયું છે અને અંતરીક્ષમાં સમાયું છે. અંતરીક્ષમાંથી જ બધું ઉત્પન્ન થાય છે અને અંતરીક્ષમાં સમાય છે. અંતરીક્ષ જ બધાનું ઉદગમ સ્થાન છે અને અંતિમ સ્થાન છે. અંતરીક્ષ જ ઊર્જા છે. આપણે પોતે ઊર્જાનું ગઠન છીએ. પદાર્થ એ ઊર્જા છે (E =mC2) સૂર્ય તારા બધું છેવટે ઊર્જા છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધા ઊર્જાના જ ગઠન છે. ન્યુટ્રોન ઈલેક્ટ્રોન અને પ્રોટોનનો બનેલો છે. પ્રોટોનમાં કવાર્ક, તેમાં ગોડ-પાર્ટિકલ તેમાં વળી ચેતના, છેવટે બધું ચેતના છે. શક્તિ અદૃશ્ય હોવા છતાં બધું ચલાવે છે.

આ ડાર્ક મેટર ઉપરની શોધખોળ તો છેક ૧૯૨૨ થી ચાલુ છે. ૧૯૫૦ના દાયકામાં ખગોળશાસ્ત્રના અવલોકનો એક વાત જણાવતા હતા કે બ્રહ્માંડમાં આપણે જોઇએ છીએ તેના કરતાં વધારે ‘મેટર’નુ અસ્તિત્વ છે. કેટલાક વૈજ્ઞાનિકોનો મત છે કે ડાર્ક મેટરમાં વિચિત્ર કણો હોય છે જે સામાન્ય દ્રવ્ય..પ્રકાશ કે તરંગો સાથે પ્રક્રિયા કે પ્રતિક્રિયા કરતા નથી..છતા તેઓ ગુરુત્વાકર્ષણ જેવું ખેંચાણ ધરાવે છે. તેઓ સમજાવે છે કે ગુરુત્વાકર્ષણ ઘણાં પ્રકારે હોય છે. આપણે જે અનુભવિએ છે એ ગુરુત્વાકર્ષણ અને જે ગુરુત્વાકર્ષણ બ્રહ્માંડમાં છે એનાં નિયમ જુદા છે. ૨૦૧૬માં થયેલ એસ્ટ્રો ફિજીકસનું આધુનિક સંશોધન બતાવે છે કે ”ડાર્ક મેટર”નાં કારણે ગુરુત્વાકર્ષણના તરંગોમાં વિકૃતિ પેદા થઈ શકે છે. જેનો હજી સુધી કોઈ સીધો પુરાવો મળ્યો નથી.

જ્યારે આગળ કંઈપણ ન સમજાય ત્યારે નરસિંહ મહેતાને યાદ કરવા, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી, જુજવે રૂપ અનંત ભાશે.”

3 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૧૦ (પી. કે. દાવડા)

 1. બ્રહ્માંડનો ૯૫ ટકા ભાગ રહસ્યમય ડાર્ક મેટરથી ભરેલો છે…
  “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી, જુજવે રૂપ અનંત ભાશે.”
  કેટલીક અગમ્ય વાત અંગે Ramanujan wrote a letter to his mentor, English mathematician GH Hardy outlining several new mathematical functions never before heard of. In his own words – “While asleep, I had an unusual experience. There was a red screen formed by flowing blood, as it were. I was observing it. Suddenly a hand began to write on the screen. I became all attention. That hand wrote a number of elliptic integrals. They stuck to my mind. As soon as I woke up, I commited them to writing.” In the last 90 years, nobody understood what his theorem was, but they knew it was something tremendous. Only in 2010 did they find out that this theorem describes various behaviors of black holes. Ninety years ago, no one was talking about black holes, the term did not even exist, but Ramanujan made a mathematical impression for it sitting on his deathbed and he said ‘my Devi’ gave it to me. When Ramanujan says, ‘Devi gave it to me’, for him Devi is the doorway.
  માનવું પડે.
  સાયન્સના ગૂ ઢ વાતો અંગે મા દાવડાજીની સહજ વાતો અંગે ધન્યવાદ

  Like

 2. “ડાર્ક મેટર શક્તિશાળી ટેલિસ્કોપ વડે પણ જોઈ શકાતી નથી. માત્ર તેના ગુરુત્વાકર્ષણ જેવા પ્રભાવથી તેની હાજરી જાણી શકાય છે. ડાર્ક મેટર એટલે અંધકાર. તેમાંથી પ્રકાશ નીકળતો નથી એટલે તે કોઈ ગ્રહ કે પદાર્થ નથી. ડાર્ક મેટરમાંથી રેડિએશન થતું નથી એટલે તેની ઇમેજ પણ લઇ શકાય નહીં. બ્લેક હોલની જેમ તે પ્રકાશને આકર્ષતું નથી એટલે તે બ્લેકહોલ પણ નથી”
  and further all possible description of 95% dark matter is amazing and off course beyond all scientist imagination also.. you took us in wonderland of Dark Matter – thx again davda saheb.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s