ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત


(આવી ગંભીરવાતો આટલા સ્પષ્ટ શબ્દોમાં ભોજો જ કહી શકે. મોકો મળે તો ભોજા ભગતના ચાબખા વાંચજો.)

પ્રાણિયા, ભજી લેને કિરતાર
આ તો સ્વપનું છે સંસાર….. પ્રાણિયા

ધન દોલત ને માલ ખજાના
પુત્ર અને પરિવાર,
એમાંથી જાશે તું એકલો,
પછે ખાશે  જમના માર…… પ્રાણિયા…

ઊંચી મેડીને અજબ ઝરુખા,
ગોખ તણો નહીં પાર,
કોટિધ્વજને લક્ષપતિ તેના
બાંધ્યા રહ્યા ઘરબાર……… પ્રાણિયા…..

ઉપર ફરેરા ફરહરે ને,
હેઠે શ્રીફળ ચાર,
ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો,
પછે વાંસે પડે પોકાર…….. પ્રાણિયા…..

સેજ તળાયું વિના સૂતો નહિ,
જીવ હુન્નર કરતો હજાર,
ખોરી ખોરીને ખૂબ જળાયો
જેમ લોઢું ગાળે લુહાર……… પ્રાણિયા…….

સ્મશાને જઈને ચેહ ખડકી
ને માથે છે કાષ્ઠનો ભાર,
અગ્નિ મેલીને ઊભા રહ્યા,
અને નિશ્ચય ઝરે અંગાર…….. પ્રાણિયા……

સ્નાન કરીને ચાલી નીકળ્યાં,
નર અને વળી નાર,
ભોજો ભગત કહે દશ દી રોઈને,
પછે મેલ્યો વિચાર……………પ્રાણિયા……

2 thoughts on “ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત

  1. ભક્તનો પરમાત્મા પ્રત્યેનો અતૂટ વિશ્ર્વાસ દાખવતું આ ભજન આપણે ત્યાં લોકભજનિકોમાં ખૂબ જ લોકપ્રિય રચના તરીકે ગવાતું રહ્યું છે
    મા દાવડાજી કહે છે તેમ ગંભીરવાતો આટલા સ્પષ્ટ શબ્દોમાં ભોજો જ કહી શકે

    Like

  2. every body know after death go to empty hand still most of people never satisfied for all. SIKNDER TOLD HIS FRIEND , WHEN I WILL DIED MY BOTH HAND KEEP OUT FROM MY JANANA, SO PUBLIC KNOW ,YOUR SIKNDER FIGHT WHOLE LIFE ,COLLECT SO MANY WEALTH &.RAJYA. EVERY THING LEFT HERE AND GO WITH EMPTY HAND.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s