કવિતા – ગીત – ગઝલનો ગુલદસ્તો


(અમેરિકા સ્થિત શ્રી ચિમન પટેલે હાયકુ, કવિતા અને વાર્તાઓ એમના વિસ્તારની ગુજરાતી સાહિત્ય સંસ્થાઓમાં નિયમિત હાજરી આપી અને એમને સંભળાવી છે. અમેરિકાના પૂર્વ કિનારાના Print Mediuma માં એમની રચનોનું પ્રકાશન થયું છે. માતા પોતાન શિશુને ધવડાવતી હોય ત્યારે એના મનમાં શું ચાલી રહ્યું હોય છે, એ વાતને એમણે આ ગીતમાં વણી લીધી છે.)

અલી શાને થઈ ઘેલી!

અલી, શાને થઈ ઘેલી!

હેત વરસાવે  વ્હાલાપર

ધરતી પર જેમ હેલી!

અલી, શાને થઈ ઘેલી!

મુલાયમ મુખપર એના ના ચુંબનનો કંઈ પાર,

નજરું લાગશે લાડકાને, કાઢીશ નહિ કંઈ સાર!

અનુભવની ડાયરીમાંથી-

વાત કહીં મેં તને વે’લી

અલી, શાને થઈ ઘેલી!

ધવડાવતાં ધવડાવતાં તું, મહીં મહીં મલકાતી!

ફરી રહ્યો હાથ શિરપર, ને શેરો દૂધડે છલકાતી!

અમી રસનું પાન કરતાં કરતાં-

મીંચાઈ ગઈ આંખ એની વે’લી

અલી, શાને થઈ ઘેલી!

ભૂલી ગઈ મૂઈ ખુદને, રાખી એણે તને બાંધી!

તમ ઉભય દિલની ચિરાડ એને આવીને સાંધી!

ઢળી રહી સંધ્યા પેલી

અલી, શાને  થઈ  ઘેલી!

 • ચીમન પટેલ ચમન

******

કાગળ ઉપર જીંદગી

હવે જીંદગી દોસ્ત કાગળ ઉપર છે,

ગ્રહોની થતી સર્વ અટકળ ઉપર છે.

છે હમણાં તો મુસ્કાન મારાં અધર પર,

પછી જોઈ કે શું આગળ ઉપર છે?

ધરાની ઉપર તો મેં જોયા છે વાદળ,

હવે જોવું છે કે શું વાદળ ઉપર છે.

બહુ શાંત છે આ સરોવર ભીતરથી,

વમળ તોય કેવાં જુઓ જળ ઉપર છે.

નીચે ફૂલ સુતાં છે ઢીને ચાદર,

અને મસ્ત મૌજેથી ઝાકળ ઉપર છે.

-દીપલ ઉપાધ્યાય ‘ફોરમ’

******************

પાણી પાણી થઈ જાવાનું

સામે મળતા પાણી પાણી થઈ જાવાનું.

ઝાકળ અડતા પાણી પાણી થઇ જાવાનું.

આંગણ આવી પાછા વળતા જળરેલાને,

મોભે ચડતા પાણી પાણી થઇ જાવાનું.

સૂરજ જેવા સૂરજને પણ આખર ટાણે,

નભથી નમતા પાણી પાણી થઇ જાવાનું.

કોમળ હાથો દ્રારા જેવી સાંકળ ખૂલે,

અંદર ગરતા પાણી પાણી થઇ જાવાનું.

સંબંધો તો સાવ હતા અહીં હલકા પોચા,

રૂ માં તરતાં પાણી પાણી થઇ જાવાનું.

બાળપણાની વાત વધું ના પુછો અમને,

રમતા રમતા પાણી પાણી થઇ જાવાનું.

– નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’

*********************

મન એક કે અનેક?

કોના પડછાયા તેના પર

દૂર દેશથી છેક?

મનપદાર્થ સર્જે ચિત્રો,

રંગ પૂરે.ચૈતન્ય ભરે.

અનેક આકારોમાં રમતું.

અગણિત ઇચ્છાઓ ઉછાળતું.

પુષ્પ; મૂળ કે થડ-ડાળીનો

કોઈ નથી અહીં ભેદ.

છેદ ઉડાડી સહુ  આંકડા

શેષ વધે છે  એક.

ભાષા -ચહેરા-પરિસ્થિતિ.

પથ્થર -પાણી પરપોટા.

બધું ભેળવી બનતાં સરખા.

મહાદેવ મન;મન છે બ્રહ્મા.

અગ્નિ -વાયુ -પૃથ્વી તણખા.

કોના  હાથે કોણ ચલાવે

જડ-ચેતનના સાથે ચરખા?

વનસ્પતિ -પશુઓ કે માણસ.

સૌનો લય કરતું જાતું એ

અક્ષર વસતું એક.

મન એક ?

કે અનેક?

(હરીશ દાસાણી. અંધેરી. મુંબઈ.)

7 thoughts on “કવિતા – ગીત – ગઝલનો ગુલદસ્તો

 1. બ્લોગ જગતના ચહીતા કવિ ચીમન પટેલ ‘ચમન’ પૂછે
  અલી શાને થઇ ઘેલી…?
  અને આપાણને અનુભવેલો અવાજ ગુંજે
  ભૂલી ગઈ ખુદને મૂઈ તને એને રાખી બાંઘી,
  તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!
  અને
  કોઈ અભ્યાસુ વિવેચકની યાદ આવે………………..
  લયના વલયમા ચઢી ચકરાવે નેહની હેલી.
  વાહરે ચમન,તેંતો પ્રસરાવી સૌરભની રેલી.
  ખૂબ સરસ સુંદર મારા જેવી અનેકે અનુભવેલી ગેય રચના
  આ મધુરા ગીતની યુ-ટ્યુબ હોય તો જણાવશોજી

  .
  .
  .
  .
  .
  આવા કુસુમની શોધમાં ચમન્ ઘુમુ છુ.

  Liked by 1 person

 2. ચિમનભાઈએ નાજુક વિષય પર સરસ કવિતા લખી છે.
  “ભૂલી ગઈ મૂઈ ખુદને, રાખી એણે તને બાંધી!
  તમ ઉભય દિલની ચિરાડ એને આવીને સાંધી!” વાહ!

  Like

 3. સરસ. વિવિધ ભાવ અને સુગંધ લઇ આવેલા આ કવિતા ના પુષ્પ ગુચ્છ થી દાવડાનું આંગણું સુશોભિત .આભાર.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s