અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)


૧૧. ગોડ પાર્ટિકલ

‘ગોર્ડ પાર્ટિકલ’ની શોધ ઈશ્વરના અસ્તિત્વની શોધ નથી. આ શોધ ફિઝિક્સના સંશોધનમાં અતિ મહત્વના કણ અંગે થઈ છે. અણુમાં ઈલેક્ટ્રોન, પ્રોટોન વગેરે કણો છે, જે mass ધરાવતા કણો છે. પાર્ટિકલ ફિઝિક્સમાં બીજા એવા કણો છે જેમાં mass નથી પણ શક્તિ (Energy) છે. આ કણોને બોઝોન કહેવાય છે. આ કણો પદાર્થ (mass) રુપમાં પરિવર્તિત થાય છે.

પીટર હિગ્સ નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે ૧૯૬૦માં આવા પદાર્થ કણ અને તેના ઊર્જા ક્ષેત્રના અસ્તિત્વની થીયરી મૂકી હતી, પરંતુ જે કણની શોધ કરી રહ્યા હતા મળતો નહોતો. હવે ૧૪ મી માર્ચ ૨૦૧૩ ના સર્નના લાર્જ હેડ્રોન કોલાઈડરના પ્રયોગ દ્વારા આ મહત્વના પાર્ટિકલનું અસ્તિત્વ મળ્યું છે. આ શોધ પાર્ટિકલ ફિઝિક્સના વિજ્ઞાનમાં પાયાની શોધ છે.

ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડની સીમા ઉપરમાં લાર્જ હેડ્રોન કોલાઈડર નામનું એક્સિલરેટર, ૨૭ કિલોમીટરનું બોગદું જમીનમાં ૭૦ મીટર ઊંડું બનાવવામાં આવ્યું છે. તેમાં ચુંબકો ગોઠવવામાં આવ્યાં છે. જ્યારે આ ટનલમાં પ્રોટોનના કણોની ભયંકર વેગ સાથે અથડામણ કરાવવામાં આવે છે, ત્યારે તેમાંથી અનેક કણો છૂટા પડે છે. એમાંથી પ્રકાશના કણો પણ છૂટા પડે છે. હિગ્સ કણ બહુ જ ઊંચી અથડામણ વખતે જોવા મળે છે. આ કશું જોઈ શકાતું નથી, આ બધું કોમ્પ્યુટરમાં રેકોર્ડ થાય છે. તે માહિતીના પૃથક્કરણમાં એવું તારણ નીકળ્યું છે કે આ નવો મળેલો કણ બોઝોન હોવો જોઈએ. આ પૃથ્વી પર થયેલો મહાપ્રયોગ છે.

વૈજ્ઞાનિકો માને છે કે ૧૪ અબજ વર્ષ પહેલાં જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તે અગાઉ એક પ્રકાશમય પૂંજ હતું. તેમાં દ્રવ્ય હતું જ નહિ. આ પ્રકાશ એકદમ ઊંચા ઉષ્ણતામાને અગ્નિરૂપે બળતો વાયુ હતો. તે અગ્નિ જ્યારે થોડો ઠંડો પડ્યો ત્યારે એમાં થોડા કણોની રચના થઈ પણ તે કણોને બિલકુલ વજન નહોતું. આજે આપણે જે બ્રહ્માંડ જોઈએ છીએ તેમાં તો ઘણા કણો ઈલેક્ટ્રોન, પ્રોટોન અને બીજાં તત્વો છે. આ કણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા. વૈજ્ઞાનિકોની માન્યતા છે કે વજન વગરના કણો જ્યારે સંકોચાઈને ઘનતા પામ્યા ત્યારે તમનું દ્રવ્ય (mass) માં પરિવર્તન થયું. આ કણોનું દ્વવ્યમાં  પરિવર્તન જોઈ શકાયું નથી, કારણ કે આ કણ સહેલાઈથી મળતા નથી, અને એ કણોને દ્રવ્યમાં ફેરવવા માટે અપાર શક્તિ જોઈએ એના માટે જરૂરી સાધનો નથી.

પાર્ટિકલ ફિઝિક્સનો આ મૂળભૂત કણ હોઈ લીઓન લેડેર્મેન નામના વૈજ્ઞાનિકે તેને ‘ગોડ પાર્ટિકલ’ કહ્યો. આ નામ લોકોમાં જલદી પ્રચલિત થયું અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી. આ કણ જેની શોધ ચાલે છે એ જ છે તેમ ન કહી શકાય. પરંતુ એના જેવો જ મળ્યો છે તે કહી શકાય.

વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે આ બોઝોન કણ જ અવકાશમાં રહેલી બધી શક્તિઓના મૂળમાં છે.

આઈનસ્ટાઈનનો સાપેક્ષવાદ ભૌતિકશાસ્ત્રની ખૂબ જ પાયાની શોધ છે. એને સમજવા અને પુરવાર કરવા બોઝોન કણોનો પુરાવો હોવો ખૂબ જ જરૂરી છે. હજી ગુરૂત્વાકર્ષણને આ કણૉ સાથે જોડવાની મથામણ બાકી છે.

ઓગણીસમી સદીની શરૂઆતમાં કણવાદ (Partical Physics) અસ્તિત્વમાં આવ્યો. દ્રવ્ય ખરેખર શેનું બનેલું છે તે વિષયે વિજ્ઞાનીઓએ શોધ શરૂ કરી. વીસમી સદીની શરૂઆતમાં જે.જે. થોમ્પસન જેવા વૈજ્ઞાનિકોએ અણુ અને પરમાણુનું વિજ્ઞાન શરૂ કર્યું. પછી તેના નિયમો વડે ૧૯૨૦ થી ૩0ની વચ્ચે ક્વોન્ટમ થિયરી શોધાઈ. ક્વોન્ટમ થિયરી દ્વારા અણુ-પરમાણુના વિજ્ઞાન વિષે સંશોધન થયું. ૧૯૪૦ પછી પાર્ટિકલ ફિઝિક્સમાં ઘણું કામ થઈ રહ્યું છે.

બીગબેંગ થિયરીને આ કણની શોધથી ઘણો મોટો ટેકો મળ્યો છે. આ કણ અત્યાર સુધી મળતો જ નહોતો. અને એ ન મળે તો આખી થિયરી અને પાર્ટિકલ ફિઝિક્સનું સ્ટાન્ડર્ડ મોડેલ આગળ કેવી રીતે ચાલે? અત્યાર સુધી ફ્કત એક ધારણા પર આખી વાત ચાલતી હતી કે આવો એક કણ હોવો જોઈએ. પરંતુ આ કણની શોધથી બીગબેંગને સમર્થન મળી રહ્યું છે.

બ્રહ્માંડનાં ચાર મૂળ બળો છે. વિદ્યુત ચુંબકીય, આણ્વિક (નિર્બળ અને પ્રબળ) અને ગુરુત્વાકર્ષણ. પાર્ટિકલ ફિઝિક્સમાં ફક્ત પહેલાં ત્રણ બળોનો જ અભ્યાસ કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની વાત હજુ આગળ લાવવાની બાકી છે.

4 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૧૧ (પી. કે. દાવડા)

 1. ‘ગોર્ડ પાર્ટિકલ જેવા કઠણ વિષે મા દાવડાજીએ સરળ રીતે સમજાવી.
  ‘ર્પ્રોફેસર વિર્દે બ્રિટનના સૌથી વિલક્ષણ ભૌતિક વિજ્ઞાની છે અને કોમ્પેક્ટ મુઓન લોલેન્વાઈડ (સીએમએસ)નું નિર્માણ કરી તેમણે વિજ્ઞાન ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપ્યું છે. આ કારણે પાર્ટિકલ (કણ) સાઈન્સ (ભૌતિકી)ના ક્ષેત્રમાં લાભદાયક સફળતા પ્રાપ્ત થઈ છે. આટલું જ નહીં આ કારણે જ હિગ્સ બૂસન, ગોર્ડ પાર્ટિકલ્સ અથવા અન્ય પાર્ટિકલ્સની શોધમાં સફળતા હાસલ થઈ છે…’વાતે આનંદ
  .
  આમા કેટલું સમજાયું…બાકી સમજવા પ્રયત્ન કરતા રહેશું

  Like

 2. વૈજ્ઞાનિક જ્યારે “ગૉડ પાર્ટિકલ” નામ આપે છે તે વખતે અજાણપણે જ ભારતીય તત્વજ્ઞાન ની એકદમ નજીક છે. કારણકે ભારતમાં બ્રહ્મ ને જ જગતનું ઉપાદાન (મૂળભૂત )કારણ માનનારા વેદાન્તની પ્રતિષ્ઠા છે.

  Like

 3. “આ કશું જોઈ શકાતું નથી, આ બધું કોમ્પ્યુટરમાં રેકોર્ડ થાય છે. તે માહિતીના પૃથક્કરણમાં એવું તારણ નીકળ્યું છે કે આ નવો મળેલો કણ બોઝોન હોવો જોઈએ. આ પૃથ્વી પર થયેલો મહાપ્રયોગ છે.”
  very nicely explained all about energy and boson
  “Higgs boson
  DescriptionThe Higgs boson is an elementary particle in the Standard Model of particle physics, produced by the quantum excitation of the Higgs field, one of the fields in particle physics theory”
  …and last gravitational force theory yet to come –all great !!
  many thx davda saheb

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s