બીલ ગેઈટ્સ જ્યારે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતા, ત્યારે એક સમારંભમાં એમને કોઈએ પ્રશ્ન પુછ્યો, “શું દુનિયામાં તમારાથી અમીર કોઈ નથી?”
બીલ ગેઈટસે જવાબ આપ્યો,
“હું જ્યાર પૈસાવાળો અને પ્રખ્યાત ન હતો ત્યારની આ વાત છે. હું ન્યુયોર્કના એરપોર્ટ ઉપર હતો ત્યારે મારી નજર એક છાપાં વેચનાર ઉપર પડી. મારે છાપું ખરીદવું હતું, પણ મેં જોયું કે મારી પાસે જરૂરી છુટા પૈસા ન હતા, એટલે મેં છાપું ખરીદવાનું માંડી વાળી, એને છાપું પાછું આપ્યું. મેં એને કહ્યું, મારી પાસે છુટા પૈસા નથી.”
એણે કહ્યું, “હું તમને એ મફત આપું છું.”
“એણે આગ્રહ કરીને છાપું આપ્યું એટલે મેં લઈ લીધું”
“ત્યારબાદ બેત્રણ મહિના રહી એ જ એરપોર્ટ ઉપર મને એ જ છાપાંવાળો દેખાયો. મેં છાપું લીધું, અને ફરી પાછી એ જ મોકાણ થઈ; મારી પાસે છુટા ન હતા. એણે મને ફરી છાપું મફત આપવાની વાત કરી.”
ત્યારબાદ ૧૯ વરસ પછી બિલ ગેઈટ્સ પ્રખ્યાત અને પૈસાવાળા થઈ ગયા. એમને અચાનક એ છાપાવાળો યાદ આવ્યુઓ. એમણ એને શોધવાનું શરૂ કર્યું. દોઢેક મહિને એ માણસ મળ્યો. એમણે એને પુછ્યું, “તમે મને ઓળખો છો?”
એણે કહ્યું, “હા તમે બિલ ગેઈટ્સ છો.”
મેં એને પુછ્યું, “તમને યાદ છે, તમે મને છાપું મફત આપ્યું હતું?” એણે કહ્યું, “મેં બે વાર મફત આપ્યું હતું.”
મેં કહ્યું, “મારે મારો કરજો ચૂકવવો છે. તમને જે ઈચ્છા હોય તે કહો, હું એ પુરી કરીશ.”
એણે કહ્યું, “મને નથી લાગતું કે એમ કરીને તમે મારી બરાબરી કરી શકશો.”
મેં પુછ્યું, “કેમ?”
એંણે કહ્યું, “મેં તમને મદદ કરી ત્યારે હું ગરીબ છાપું વેંચનાર હતો. તમે મને મદદ કરવા આવ્યા છો ત્યારે વિશ્વના સૌથી વધારે ધનાઢ્ય છો. તમારી મદદ મારી મદદની હરિફાઈ કેવી રીતે કરી શકે?”
તે દિવસે મને સમજાયું કે એ મારા કરતાં અમીર છે, કારણ કે એણે મદદ કરવા માટે અમીર થવાની વાટ જોઈ ન હતી.
Very apt!
LikeLike
આદર્શની સરસ કથા
Sent from my iPhone
>
LikeLike
આ વાત તો બધા જ મંદિરોમાં કરવામાં આવે તો બહુ સમુદાયમાંથી કોક આવો નિકળતાં એ જ મંદિરને લાભ મળતાં આવા માણસોની સંખ્યામાં પણ વધારો થાય!
LikeLike
આદર્શની સરસ કથા
LikeLike