કેટલું ? (-આશિત હૈદરાબાદી)


માથું ભમી ભમીને કહો કેટલું ભમે?
ડિસ્કો ગમી ગમીને કહો કેટલું ગમે?

આ તો ચુનાવનો જ ચમત્કાર માત્ર છે,
નેતા  નમી  નમીને  કહો  કેટલું  નમે?

શ્રોતાઓ ‘બોર’ થઈને વગાડે છે તાળીઓ,
ભાષણ   ગમી  ગમીને   કહો  કેટલું  ગમે?

ભણતરથી ભાર કેટલો પુસ્તકનો થૈ ગયો,
બાળક   ખમી   ખમીને  કહો  કેટલું  ખમે?

કહેતા હતા કે વૃધ્ધ ને બાળક સમાન છે,
ઘરડાં   રમી   રમીને  કહો   કેટલું   રમે?

કોન્ટ્રાક્ટથી ચણેલ મકાનો પડી ગયાં,
ચણતર નમી નમીને કહો કેટલું નમે?

આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?

                            –આશિત હૈદરાબાદી

2 thoughts on “કેટલું ? (-આશિત હૈદરાબાદી)

 1. આવીજ મારી એક રચના…..તાલી પાડું છું!

  વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
  ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!

  તાલી મારે પાડવી કે ન પાડવાની માથાકૂટ છોડી,
  મોં ભલેને પ્રેક્ષકોનું પછી મરડાય, તાલી પાડું છું!

  પાર્ટી સંગીતની હોય કે હોય ક્યાંય ભજનો પછી,
  ગાનાર સાંભળીને પછી હરખાય, તાલી પાડું છું!

  માઇક મળતાં જે ભાન સમયનું ભૂલી જતા હોય;
  બેસી જવાનું એમને પછી સમજાય, તાલી પાડું છું!

  તાલી પાડવાની ટેવજ પડી ગઇ છે હવે તો એવી,
  જાત મારી પછી સૌને પરખાય, તાલી પાડું છું!

  સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
  ‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!

  Liked by 2 people

 2. હરણની મરણ ચીસો જેવી ગઝલોમા ગંભીર થઈ દુઃખી થતા રસિકો માટે હઝલકારોએ મસ્ત માહોલ ઉભો કર્યો !
  ધન્યવાદ
  મસ્ત હઝલ
  આંખો ચડી ગઈ અને નાડી મળે નહીં,
  ‘આશિત’ જમી જમીને કહો કેટલું જમે?
  જે આપે તે લેવાય……
  ના નહીં કહેવાય…..
  ગજવામાં મૂકાય,
  હરિ ૐ…
  સંદેશ અને શિખામણ પણ છે

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s