કવિતામાં – ૫ (સંકલન – પી. કે. દાવડા)


(૫) કવિતામાં “જીવન”

ગુજરાતી કવિતામાં કવિઓએ જીવન શબ્દનો ઉપયોગ પોતપોતાની કલ્પના પ્રમાને કર્યો છે. મને આ બધી રચનાઓમાંથી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ મને સૌથી વધારે ગમે છે.

“સપનાનો વાણો, ને સ્નેહનો તાણો
બે    નું      ગૂંથેલું     જીવન    જાણો;

આની  કોરે રમણા, પેલી કોરે ભ્રમણા

 વચ્ચે   વહ્યાં  જાય   જીવન    જમના.”

 જીવનની આનાથી વધારે સુંદર પરિકલ્પના હોઈ જ ન શકે.

મકરંદ દવેને જીવન સિતાર જેવું લાગે છે. તેઓ પૂછે છેઃ

“ઓ દોસ્ત, વહેતા જીવનની
આ કોણ સિતાર સુણાવે છે?
આ બેઠો છે ક્યાં બજવૈયો ?
કૈં સૂર નથી, કૈં સાજ નથી.”

અકબરઅલી જસદણવાલા તો જીવનને પોતાની મરજી મુજબ ઢાળે છે. તેઓ કહે છેઃ

“મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન  થાય છે,  ત્યારે  નવું  સર્જન કરી લઉં છું.”

અમૃત ઘાયલે તો જીવન વિષે ઘણી બધી વાતો કરી છે. દા.ત.

“જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું,
ઉતારું છું    પછી    થોડું   ઘણું  એને  મઠારું  છું;
ફરક  તારા  ને મારા વિષે છે   એટલો   જાહિદ,
વિચારીને  તું જીવે છે  હું  જીવીને   વિચારું  છું.”

અહીં ઘાયલ જીવન સાથે છેડછાડ કરતા નથી, થોડું ઠીકઠાક કરી લે છે.

તેઓ બીજી જ્ગ્યાએ લખે છેઃ

“જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે”

ભાઈ વાહ! ખરેખર હિંમતવાળા છે ઘાયલ.

બીજી એક જ્ગ્યાએ ઘાયલને માશુકા વગરનું જીવન જીવવા જેવું જ નથી લાગતું,

“મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે, જીગર ક્યાં છે?
જીવનમાં   જીવવા   જેવું    કઈ   તારા   વગર   ક્યાં    છે ?”

ઘાયલ સાહેબ જરા શોધો, બીજું ઘણું બધું છે.

બરકત વિરાણી તો જીવનને સાચું માનતા જ નથી. એમને તો સપના જેવું લાગે છેઃ

“જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું  એવી  જાગ્રુતિમાં  કે  વધુ  જાગી  નથી      શકતો,”

આદિલ’ મન્સૂરી સાહેબનું જીવન તો પાણીની જેમ વહી ગયું.

“પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.”

આદિલ સાહેબ, જીવન તો બધાનું ઝડપથી વહી જાય છે.

અસિમ રાંદેરી સાહેબ તો પોતાનું જીવન કટકે કટકે જીવ્યા છે.

“બચપણ, યૌવન, વૃદ્ધાવસ્થા,
જીવન  પણ   છે  કટકે  કટકે.”

આમ તો આપણું બધાનું જીવન કટકે કટકે જ જીવાય છે.

બરકત વીરાણીએ ખૂબ સરસ વાત કહી છેઃ

‘બેફામ’  તોયે   કેટલું   થાકી   જવું     પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”

અને આખરે, જીવનને ઈશ્વર અથવા માસુકાને સોંપનાર ગઝલકાર કહે છેઃ

“તમારી સૂચના  છે  સૌ  ગતિમાં

    તમે   કહ્યું   તો  ગગન   ફરે    છે

    તમારી   આંખોની   સાથ   સાથે

    અમારૂં   આખું   જીવન   ફરે   છે.”

અને અંતેઃ

“આ  મળ્યું  જીવન  છે જેવું એને જીવી જાણો,

અને મળ્યો જેમનો સાથ એને સહી પહેચાણો”

3 thoughts on “કવિતામાં – ૫ (સંકલન – પી. કે. દાવડા)

 1. મા દાવડાજીનો કવિતામાં “જીવન” વિષે ફરી ફરી માણ્યો. કવિતા એટલે જીવન માં માણેલી ખાટી મીઠી પળો નું શબ્દો રૂપી વર્ણન ! આ ક્ષણોથી ભરચક આખી જિંદગીની છે. કવિને ક્યારેક ક્ષણો છેતરામણી લાગે છે ક્યારેક ક્ષણોમાં જીવનનો બોધ દેખાય છે .… …
  જીવન ના સફર માં સાથ તમારો રહ્યો નથી
  તમે કરેલા વાયદાઓ નો કોઈ મોલ નથી
  કારણ ન શોધ તું હસવા માટે,
  .
  જીવન ટુંકું છે આ રડવા માટે
  જીવનની ઠોકરો ખાઈને, હવે જેમ છું, તેમ બન્યો છું
  .,
  ધૂંધળું ધૂંધળું જીવન આપણું, રસ્તા ના સમજાયા
  કેવી અદભૂત આ દેખાવની દુનિયા જિંદગીમાં આપણે શું નથી કરી શકવાના એટલી ખબર પડે તો શું કરી શકીએ એમ છીએ એની ગતાગમ તુરંતમાં પડી શકે છે. જિંદગી હારની બાજી છે. એટલે જ રમત રમવાની મઝા આવે છે.
  . ‘.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s