આજે કુટુંબ બે પ્રકારના છે. વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. ભારતમાં હજી થોડા સંયુકત કુટુંબો છે. અમેરીકામાં આ સંયુક્ત કુટુંબો વિભક્ત કુટુંબો નાં સમુહ તરીકે હૈયાત છે. તેઓ સાથે રહેતા નથી પણ સંપર્કમા રહે છે.
અહીં વિભક્ત કુટુંબનો અર્થ પતિ, પત્ની અને સંતાનો છે. જયારે એક કરતાં વધુ વિભક્ત કુટૂંબો સાથે રહે, ત્યારે એ સંયુક્ત કહેવાય છે. એમા દાદા – દાદી, કાક-કાકી, ફોઈ, પિતા-માતા, દિકરા-દિકરી-પિતરાઈભાઈ બહેનો પૌત્ર અને પૌત્રી સુધી સૌનો સમાવેશ થાય છે. જયારે લોકો વધુ હોય ત્યારે, મત મતાંતરો થવાના પણ એ સમાવવાનાં રસ્તા પણ અનેક હોવાનાં. આ કુટુંબોમાં મોભી નું સ્થાન મહત્વનું છે.
વિભક્ત કુટુંબ નું જીવન ૨૫ થી 30 વર્ષ, જયાં સુધી દિકરા અને દિકરી નું પોતાનુ કુટુંબ થાય ત્યાં સુધી. ત્યાર પછી ખાલી પતિ અને પત્ની બે જ જણાએ સાથે જીવવાનું હોય છે.
સબંધોમાં ટકરાવ, વર્તન, ગમા અને અણગમા, અને અહંમ ને લીધે થાય છે. તમે નિવૃત્ત થાવ ત્યારે તમારી સાથેના સૌ નિવૃત્ત નથી થઈ જતા. સૌની અનુકુળતા જોવી જોઈએ. તમારો વધારાનો સમય કુટુંબને કઈ રીતે ઉપયોગી થાય તે જોવાની જરૂર છે. જીવનમાં બંધાતા દરેક સબંધો એક મેક ને પુરક થવા માટે ના હોય તો તે સબંધો હંમેશા મીઠા હોય છે. જેમ સબંધ જયાં હોય ત્યાં “મારું” જાય અને અમારું” આવે.
સબંધ નો હેતુ એક મેકને સુખી કરવાનો હોવો જોઈએ. ભેગા હો તો ભોગ પણ આપવો પડે અને ભાગ પણ મળે. આ જે સમજે તેને સબંધો ને કેમ સારા બંધનો કહેવાય તે સમજાય…..સબંધો માં જે લેણદેણ આવે તે કદી એક તરફી ન ચાલે… તમે નિવૃત થયા ત્યાં સુધી જો તમે આપ્યુ હશે તો…. વાવ્યું હશે તો…. ફળ સ્વરુપે પાછું તમને મળશે …. કહે છે સબંધો માં લેણ પર ભાર ઓછો અને દેણ પર જયાં ભાર વધુ તે સબંઘોની વયમર્યાદા વધુ.
સબંધનું ગણિત ન સમજાય તેવું જટીલ નથી પણ તેનુ અનુબંધ અને પાલન ચોક્કસ કઠીન છે. મા બાપના લાગણનાં સબંધો મૃત્યુ પછી પણ ઘટતા નથી.
-
પી. કે. દાવડા
મા દાવડાજીની વાત ‘સબંધનું ગણિત ન સમજાય તેવું જટીલ નથી પણ તેનુ અનુબંધ અને પાલન ચોક્કસ કઠીન છે.’ પણ અસંભવ નથી.સંયુક્ત કુટુંબ સાથે લાગણી, સમર્પણ ભાવ, સહકાર, મહેનત, વારસાનું જતન, ભાઈચારો, ચારિત્ર્ય. . ભાવાત્મકતા સમાનુભૂતિ , આત્મસંતોષ દયાભાવ નિઃસ્વાર્થતા,. સંવેદનશીલતા, હૃદયની વિશાળતા. સારગ્રહણ એકબીજા સાથે હળીમળીને રહેવાથી“વસુધેવ કુટુંબકમ્. સમગ્ર પૃથ્વી એક કુટુંબ છે.” બની શકે છે
LikeLike
IT’S POSSIBLE TO LIVE IN ONE FAMILY. WHEN ALL FAMILY MEMBER RESPECT., LOVE EACH OTHER. SOLVED AMY PROBLEM TO GETHER. ENJOYED TERRIFIC LIKE INFINITY.
LikeLike
સો ટકા સાચી વાત કહી!
LikeLike