અખિલ બ્રહ્માન્ડમાં – ૧૩ (અંતીમ) – (પી. કે. દાવડા)


૧૩. બ્રહ્માંડમાં ઈશ્ર્વર છે કે નહીં?

આ લેખમાળાના અંતીમ લેખમાં ડો. જે. જે. રાવલના એક લેખમાંથી માહીતિ લઈ, આ સવાલનો જવાબ આપવા પ્રયત્ન કર્યો છે.

હંમેશાં વિજ્ઞાનીને પ્રથમ પ્રશ્ર્ન એ પૂછવામાં આવે છે કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? વિજ્ઞાનીના ઈશ્ર્વરમાં માનવા કે ન માનવા પર ઈશ્ર્વર પણ નિર્ભર નથી અને બ્રહ્માંડ પણ નિર્ભર નથી.

ઇંગ્લેન્ડના એસ્ટ્રોનોમર પ્રોફેસર સર માર્ટિન રિટ્ઝને છાપાના રિપોર્ટરે પ્રશ્ર્ન પૂછેલો કે તમે ઈશ્ર્વરમાં માનો છો કે નહીં? રિટ્ઝે જવાબ આપેલો કે ઈશ્ર્વરમાં ન માનવા કરતાં ઈશ્ર્વરમાં માનવું વધારે સારું છે, કારણ કે એમ કરવાથી આપણે તણાવ મુક્ત રહીએ છીએ.

થોડાં વર્ષો પહેલાં સ્ટીફન હોકિંગે જાહેર કરેલું કે ઈશ્ર્વર નથી. એ તો કુદરતના નિયમોએ બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું છે. દુનિયામાં આની ચર્ચા થઈ, પણ એમા એ જાણવું રહી ગયું કે કુદરતના નિયમો એટલે શું? તે ક્યાંથી આવ્યા?

જીનીવામાં ૪૦૦ અબજ રૂપિયાનો લાર્જ હેડ્રોન કોલાઈડરનો પ્રયોગ થયો. તેણે સાબિત કર્યું કે Hinggs-Boson exists, Hinggs Boson નું અસ્તિત્વ તો ૧૯૬૪માં પીટર હીગ્ઝે થિયરીથી સાબિત કર્યું હતું, પણ તેનું પ્રમાણ હવે મળ્યું.

આપણે ઈશ્ર્વર છે તેમ માનવાવાળાને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, પણ ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઈલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ન્યુક્લીઅર ફિલ્ડ, રેડિયેશન ફિલ્ડ, રેડિયો-ઍક્ટિવિટી ફિલ્ડ. આ બધાં ફિલ્ડ છે તે શું દૃશ્યમાન થાય છે? તેમ છતાં તેમાં થતી એક્ટિવિટી આપણને દેખાય છે તેમ વિશ્ર્વવ્યાપી ચેતના ફિલ્ડ છે. તે દૃશ્યમાન નથી, પણ તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે.

બ્રહ્માંડમાં બધે પદાર્થ જ છે એટલે કે ઊર્જા જ છે. E=mc2. બ્રહ્માંડ પદાર્થ અને ઊર્જાનો એટલે કે છેવટે ઊર્જાનો ગોળો છે. ઊર્જા જ્યારે ગઠિત થાય છે ત્યારે પદાર્થ બને છે અને પદાર્થમાંથી ઊર્જા ઉત્પન્ન થાય છે. અણુબોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યારે તેમાંથી ભયંકર ઊર્જા ઉત્પન્ન થાય છે.

આપણા ઋષિ-મુનિઓને પ્રશ્ર્ન હતો કે બ્રહ્માંડમાં અંતિમ પદાર્થ શું છે. તેમણે તેનો જવાબ પણ આપેલો-ચેતના. આ બ્રહ્માંડમાં રહેલી ચેતનાને તેમણે બીજું પણ નામ આપેલું બ્રહ્મન.

હાલના વિજ્ઞાનીઓ શું શોધવા માગે છે? તેઓ જાણવા માગે છે કે બ્રહ્માંડનો અંતિમ પદાર્થ શું છે? તે જાણવા માટે તેઓએ જીનિવામાં ૪૦૦ અબજ રૂપિયાના ખર્ચે લાર્જ હેડ્રોન કોલાઈડર નામનું મશીન સ્થાપિત કર્યું છે. તે મશીને હિગ્ઝ-બોઝોન નામના ચેતનાના કણોનું અસ્તિત્વ દર્શાવ્યું છે. તે હકીકતમાં ચેતના છે. પ્રકાશ છે-ઊર્જા છે. તેને ગોડ-પાર્ટિકલ કહે છે, કારણ કે તે ચેતના જ છે જે ઈલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન-કવાર્ક વગેરે સૂક્ષ્મ પદાર્થકણોને જન્મ આપી બ્રહ્માંડમાં પદાર્થ અને ઊર્જાને ઉત્પન્ન કરે છે. તેમ છતાં હિગ્ઝ-ફિલ્ડ અંતિમ ચેતના નથી. તેની અંદર પણ ચેતના છે. તેની પણ તેમણે તાજેતરમાં શોધ કરી તે પણ અંતિમ ચેતના નથી. આ જ તો બ્રહ્માંડનું ઘૂંટાતું રહસ્ય છે. બ્રહ્માંડનાં અંતિમ રહસ્યોનો આપણે કદી પાર પામી શકીશું નહીં. માટે ઈશ્ર્વર શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. બ્રહ્માંડમાં અલગ અલગ બળો છે. તે હકીકતમાં દૃશ્યમાન નથી, પણ તેમાં જે વિવિધ ગતિવિધિ ચાલે છે તે આપણે જોઈ શકીએ છીએ. આમ તેઓ અદૃશ્ય રહેવા છતાં તેમનો અહેસાસ આપણે કરી શકીએ છીએ. બ્રહ્માંડમાં જે સર્વવ્યાપી ચેતના ક્ષેત્ર છે તેને આપણે જોઈ શકતા નથી પણ તેનો અહેસાસ કરી શકીએ છીએ. આ ચેતના ક્ષેત્ર બ્રહ્માંડનાં બધાં જ વિવિધ ક્ષેત્રોને જેવાં કે ગ્રેવિટેશન ફિલ્ડને પોતાનામાં આવરે છે. આ બધાં ફિલ્ડઝ તેનાં જ રૂપો છે.

બ્રહ્માંડની રચના અને ગતિવિધિ સમજવાના આઈન્સ્ટાઈનના સમીકરણો અને સૂત્રોમાં એક અચલ (constant) આવે છે. તેને કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ કહે છે. આ અચલમાં તસુભાર પણ ફેરફાર કરવામાં આવે તો બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન રહે. તો પ્રશ્ર્ન થાય કે આમ શા માટે? બ્રહ્માંડની આવી ડિઝાઈન કેવી રીતે અસ્તિત્વમાં આવી?

આપણે આ લેખમાળા બ્રહ્મથી શરૂ કરેલી. વેદોમાં બ્રહ્મનો અનેક રીતે ઉલ્લેખ છે. “અહં બ્રહ્માસ્તિ”, “સોહમ” અને “તત્વમસિ”. હું બ્રહ્મ છું, હું એ જ છું, અને તું પણ એ જ છે. આનાથી આગળ વધીને આ પ્રશ્નનો કોઈએ જવાબ આપ્યો નથી.

હું જાણું છું કે આ વિષય સમજવો ખૂબ અઘરો છે. આ વિષયમાં મારૂં મોટા ભાગનું વાંચન અંગ્રેજીમાં થયેલું છે. હું જેટલું સમજી શક્યો એ બધું જ ગુજરાતીમાં સમજાવવું એ મારા માટે ખૂબ મુશ્કેલ કામ હતું. આ લેખમાળા રજૂ કરવા પાછળ મારો એક ઉદ્દેશ એવો પણ હતો કે આંગણાંમાં કળા અને સાહિત્યની જેમ વિજ્ઞાનની વાતો પણ મૂકવી. શરૂઆત વધારે સરળ વિષયથી કરવાની જરૂર હતી. વાચકોને આમંત્રણ છે કે તેઓ વિજ્ઞાન ઉપર આધારિત લેખ આંગણાં માટે મોકલે તો એને Priority આપવામાં આવશે.

5 thoughts on “અખિલ બ્રહ્માન્ડમાં – ૧૩ (અંતીમ) – (પી. કે. દાવડા)

 1. વિજ્ઞાન અને તત્વ જ્ઞાન એકબીજાને પૂરક છે તે હકીકત છે. ભારતમાં તેનો સ્વીકાર સહજ રીતે થયો છે.

  Like

 2. “આપણે ઈશ્ર્વર છે તેમ માનવાવાળાને બેનિફિટ ઓફ ડાઉટ આપી શકીએ, પણ ગ્રેવિટેશનલ ફિલ્ડ, ઈલેક્ટ્રિકલ ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, ન્યુક્લીઅર ફિલ્ડ, રેડિયેશન ફિલ્ડ, રેડિયો-ઍક્ટિવિટી ફિલ્ડ. આ બધાં ફિલ્ડ છે તે શું દૃશ્યમાન થાય છે? તેમ છતાં તેમાં થતી એક્ટિવિટી આપણને દેખાય છે તેમ વિશ્ર્વવ્યાપી ચેતના ફિલ્ડ છે. તે દૃશ્યમાન નથી, પણ તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે.”
  સ્વિકારીય..આભાર.

  Like

 3. “તેમાં થતી ગતિવિધિ આપણે જોઈ શકીએ છીએ. આ સર્વવ્યાપી ચેતના જ ઈશ્ર્વર છે.”
  ” બ્રહ્માંડમાં જે સર્વવ્યાપી ચેતના ક્ષેત્ર છે તેને આપણે જોઈ શકતા નથી પણ તેનો અહેસાસ કરી શકીએ છીએ.”
  this is ultimate and simple answer–we are grateful for you learned efforts to read many English books and translate in Gujarati for we all. Dr J J Raval great personality – i had opportunity to meet him few times and you extracted nicely from his articles.
  yes science articles in future we await to read- if some one contributes.. or Dr. J J. Raval few article if he is ready to contribute,to start with.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s