અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                           (૧)

1980માં ઈરાનમાં સળગેલી ક્રાંતિ દરમિયાન અમેરિકન એલચીખાતાના કર્મચારીઓને ત્યાં પકડવામાં આવેલા, અને 444 દિવસો સુધી લગાતાર કેદમાં રખાયેલા.  એ દરમિયાન અમેરિકામાં ભણતા ઈરાની વિદ્યાર્થીઓએ ઈરાનના ક્રાંતિકારી નેતા આયાતોલા ખોમેની અને ઈરાનની ક્રાંતિનો જય બોલાવતા મોરચાઓ અમેરિકાના નાનાંમોટાં શહેરોમાં કાઢેલા.  સામાન્ય અમેરીક્નોમાટે આ મોરચાઓ અસહ્ય થઈ પડેલા. અમેરિકનોનું કહેવું એમ હતું કે એક બાજુ ઈરાન જુગજૂની આંતરરાષ્ટ્રીય રૂઢિને અવગણીને આંગણે આવેલા અતિથિસમા અમેરિકન કર્મચારીઓને કેદમાં પુરે છે, અને બીજી બાજુ, આ ઘા ઉપર મીઠું ભભરાવતા હોય તેમ અહીંના ઈરાની વિદ્યાર્થીઓ અમેરિકાની રાજધાની વોશીન્ગટનમાં વ્હાઇટ હાઉસની બરાબર સામે જ “આયાતોલા ઝિંદાબાદ” કરે છે.  આ તો અમારી મહેમાનગતિનો દુરુપયોગ થયો.

આ ઈરાનીઓને ધક્કો મારીને બહાર કાઢો, અને એમને કેદમાં પૂરો એવાં બિનજવાબદાર સૂચનો થયાં.  ઈરાની એરલાઈન્સ, દુકાનો, ધંધાઓ વગેરેનો બહિષ્કાર કરો, એ લોકોનો હુરિયો બોલાવો એવી માગણીઓ થઈ.  પણ આ દેશનું બંધારણ જ એવું કે કાયદેસર ઈરાની વિદ્યાર્થીઓ ઉપર કે અહીં સ્થાયી થયેલા ઈરાનીઓ ઉપર બહુ કાંઈ થઈ શક્યું નહીં. અમેરિકનો મનમાં ને મનમાં ધૂંધવાઇને બેસી રહ્યા. જોકે થોડાં આડાંઅવળાં છમકલાં જરૂર થયાં.  પણ એકન્દરે અમેરિકન પ્રજાનાં સંયમ અને શિસ્ત પ્રશંસનીય રહયાં અને છતાં સામાન્ય વાતચીતોમાં, રેડિયો અને ટીવી ઉપર આવતા વાર્તાલાપોના કાર્યક્રમોમાં, છાપાંઓમાં આવતા વાચકોના પત્રોમાં, જ્યાં જ્યાં તમને આમપ્રજાની નાડ જાણવા મળે ત્યાં ત્યાં, બહુમતિ અમેરિકન પ્રજાનો પુણ્યપ્રકોપ તરત પ્રગટ થઈ જતો.  અહીં વસતા ઈરાનીઓમાં આ બધાથી વિદેશવાસનો ભય પેઠો, અને અન્ય ઈમિગ્રન્ટ (પરદેશથી વસવાટ માટે આવેલી) પ્રજાઓ પોતાના ભવિષ્ય માટે આશંકિત થઈ.

ઉકળાટના એ દિવસોમાં, અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોમાંથી કેટલાકને એમ પણ વિચારો આવેલા કે ધારો જે રીતે અમેરિકન કર્મચારીઓ ઈરાનમાં પકડાય તે રીતે ભારતમાં પકડાયા, તો આપણા સહુની અહીં શી દશા થાય?  ન કરે નારાયણ અને ભારત અને અમેરિકા વચ્ચે વેર થયું અને બન્ને દેશો યુદ્ધે ચડ્યા, તો આપણું અહીં કોણ ધણી? બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર હવાઈહુમલો કર્યો ત્યારે  અમેરિકાના જાપાની નાગરિકોને સરકારે કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ પૂરેલા તે માત્ર ચાર દાયકા જૂની જ હકીકત છે. યુદ્ધના ભયજનક વાતાવરણમાં લેવાયેલું આ કરુણ સરકારી પગલું ગેરકાયદેસર હતું તેનો એકરાર તો હજી હવે થાય છે, પરંતુ એ દારુણ દિવસોમાં અમેરિકામાં જ જન્મેલાને સ્થાયી થયેલા જાપાની વંશના અમેરિકન નાગરિકોને પોતાના ઘરબાર અને માલમિલકત છોડીને ઢોરની જેમ વાડામાં પુરાવું પડ્યું તેનું શું? આ દાખલો વિરલ જરૂર ગણાય, છતાં અમેરિકાની લઘુમતિ પ્રજા માટે એનું જે ઐતિહાસિક મહત્ત્વ છે તે ન ભુલાવું જોઈએ.

                                               (૨)

મૂંજવતા પ્રશ્નો

આંતરરાષ્ટ્રીય કટોકટીની અસાધારણ વાતને બાજુએ મૂકીએ તો પણ અમેરિકામાં વસતા ભારતીયો પોતાના પરદેશવાસના નિત્ય જીવનના ઘણા પ્રશ્નો મૂંઝવે છે.  ધીમે ધીમે એમને ભાન થાય છે કે ગમે કે ન ગમે તો પણ આપણે હવે અમેરિકામાં જ રહેવાનું છે.  દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જઈએ તે જ, બાકી તો અમેરિકા એ જ આપણો દેશ અને એ જ આપણું ઘર.  બાળબચ્ચાં આંખ સામે મોટાં થઈ રહ્યાં છે. જે પુત્ર આપણી આંગળી પકડીને હજી હમણાં તો પા પા પગલી ભરતો હતો તે આજે આપણાથી દોઢવેંત વધીને દૂરની કૉલેજમાં જવા તૈયાર થયો છે અને એની નાની બહેન આજે જ્યારે સાડી પહેરીને સામે ઊભી રહે છે ત્યારે થાય કે દેશમાં હોત તો કદાચ એને પરણાવી પણ દીધી હોત.  ફૂટબોલ, રોકમ્યૂઝિક, ટી.વી.,પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ પ્રજા અંશેઅંશ અમેરિકન છે.  અપૂર્વ કે સોના જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનોઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ ઊછરતી પ્રજા અમેરિકન છે.

આ અહીં ઊછરતી પ્રજાની અસ્મિતા કઈ?  એમનું ભવિષ્ય કેવું હશે?  એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે?  દુનિયાના ખૂણેખૂણેથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પોટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે કે આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે?  દેશમાંથી ઊછરીને અહીં રોટલો રળવા આવેલી પ્રથમ પેઢી જેમ જેમ ઉંમરમાં વધતી જાય છે તેમ તેમ એની નિવૃત્તિની પણ એને ચિંતા થાય છે. હૂતોહૂતી અને બે બાળકોમાં સમાઈ જતી અહીંની કુટુંબવ્યવસ્થામાં વૃદ્ધોનું શું સ્થાન?  અત્યારે તો કાર્યરત છીએ, પણ નિવૃત્તિના અનિવાર્ય વર્ષોમાં શું કરીશું?  ત્યારે દેશમાં પાછા જવું?  અહીં ઊછરતી નવતર પેઢી સાથે આપણો માબાપ તરીકેનો, વૃદ્ધાવસ્થાનો સંબંધત્યારે કેવો હશે? આવા આવા અનેક પ્રશ્નો અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોના મનમાં ભરેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

5 thoughts on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

 1. અમેરિકામાં વસતા ભારતીયો વિશે સરસ ચિંતન
  આખો લેખ બે વાર વાંચ્યો.મારા મનની વાત તેમણે સુંદર રીતે રજુ કરી.
  .આ લેખ મનન કર્યો.અને અર્જુન જેવી લાગણી થઇ-‘મન અસ્થિર થઈ ગયું .’ અંદરથી અવાજ આવ્યો- ‘તારો મોહ નષ્ટ થયો ?’ .આમેય પાગલની જેમ અસંબદ્ધ કર્મો અંગે વિચારતા ! હવે આપનું આ વાક્ય -‘અમેરિકીકરણના ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું પડશે.’
  વાંચી લાગ્યું.-‘ સ્થિતોસ્મિ ગતસંદેહ ‘
  હવે ‘કરિષ્યે વચનમ્ તવ’ ના વિચારવમળ…મા. શ્રી ગાંધીસાહેબનો આ લેખ દરેકે દરેક ઈમિગ્રાન્ટે સમજ પૂર્વક વાંચવો જરૂરી છે.

  Like

 2. MANNIYA SHRI NATVAR BHAI. ‘ EK AJANYA GANDHI’ SHIRSHAK UNDER TAMARI ATMKATHHA SHRI DAVDA BHAI ‘DAVDANUANGNU’ MA API HATI ALL ARTICLES I HAD READ. NOW THINK HOW YOU STRUGLE IN INDIA FOR ROTI-MAKAN. NOW YOU CAME HERE, YOUR SELF STRUGGLE THAN YOU COME OUT BEST ACCOUNTANT OF USA. SAVE WASHINGTON FROM CLOSED OUT.SO PEOPLE COME 10000 MILES AWAY FROM INDIA FOR ROJI-ROTI. GET THEIR DREAM, STAY HERE .DON’T WORRY ABOUT FUTURE. WHEN THING IS HAPPENED SOME MORE STRUGGLE.FOR KIDS THEY ALL ARE ADJUST LIKE AMERICAN, OLD AGE LIKE AMERICAN DO OLD AGE WE DO LIKE THEM.IF YOU WANT STRUGGLE GO BACK INDIA, COME BACK AGAIN.IF YOU DON’T LIKE TO STAY INDIA. APE LAKHU TO JYA NOKRI,REHVANU, KHAVANU, NA MALE TYA RAHI NE SU KARVANU. AAP WITHOUT INFULENCE , HOW GET TOP POST. LEVE HERE DIE HERE, FORGET TOMORROW WORRIES.ENJOY SELF.

  Like

 3. નટવર ભાઈ ની ચેતવણી સાચી છે. જો પરિવાર સંસ્થા અને ભાવનાત્મક જોડાણ ન હોય તો અમેરિકા અકારું થઇ પડે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s