ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)


(અંબાદાનભાઈનો જન્મ ૧૯૫૯માં રાજકોટ શહેરમાં ચારણ કુટુંબમાં થયો હતો. બચપણથી એમણે એમના પિતાના ધાર્મિક, સેવાભાવી, આતિથ્યપ્રેમી અને સાહિત્યપ્રેમી સંસ્કારો ઝીલ્યા હતા. M. A. સુધીનો અભ્યાસ કરી, ભાવનગર અને રાજકોટની હાયર સેકંડરી શાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યાર બાદ ઈડર, ધોરાજી અને રાજકોટની કોલેજોમાં લેકચરર તરીકે રહ્યા. ૧૯૯૬ માં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાના રીડર તરીક જોડાયા. ૨૦૦૪ થી ત્યાંજ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. એમના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એમ. ફીલ. અને પીએચડીની ડીગ્રીઓ મેળવી છે.

છેલ્લા પચીસ વરસથી એમણે ચારણી સાહિત્યને પોતાનું સંશોધનક્ષેત્ર બનાવ્યું છે. ૧૯૯૦ માં “હરદાસ મિસણઃ એક અધ્યયન” વિષય ઉપર શોધનિબંધ લખીને એમણે પીએચડીની ડીગ્રી મેળવેલી, અને ત્યારથી એમની આ સંશોધન પ્રવૃત્તિ વણથંભી ચાલુ છે. એમણે કરેલા સંશોધનોની વિષયસૂચી ખૂબ જ લાંબી છે. એમણે ચારણી સાહિત્ય વિશેની માહિતી એકઠી કરવા અનેક સ્થાનોની મુલાકાત લીધી છે.

ચારણી સાહિત્ય અને લોકસાહિત્યનું સામયિક “સરસ્વતીપુત્ર”ના સંપાદક તરીકે પણ એમણે નોંધપાત્ર સેવા આપી છે. તેઓ સતત વાંચતા, લખતા અને વ્યાખ્યાનો આપતા રહ્યા છે. અનેક ઉચ્ચ કક્ષાની પરિષદોમાં એમણે ચારણિ સાહિત્ય અંગે સંશોધન પેપર રજૂ કર્યા છે. એમના પ્રવચનો આકાશવાણી, દૂરદર્શન અને બી.બી. સી. દ્વારા પ્રસારિત થયા છે. તેમની સાહિત્યસેવાઓને ધ્યાનમાં લઈને અનેક સંસ્થાઓએ એમને સન્માનિત કર્યા છે અને પારિતોષક આપ્યા છે.

૨૦૧૨થી રાજય સરકાર દ્વારા સ્થાપિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ‘‘શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર’’ ના ડો. અંબાદાન રોડહિયા ડાયરેકટર છે. આ કેન્દ્રના નિયામકની જવાબદારી તેમની નિયમિત કામગીરી ઉપરાંતની એક વિશેષ જવાબદારી હોવા છતાં તેઓ ધગશથી પોતાનું કાર્ય કરે છે.

ઝવેરચંદ મેઘાણી અને કચ્છી કવિ દુલેરાય કારાણી પછી ચારણી સાહિત્યમાં સર્વાધિક સંશોધન ડો. અંબાદાન રોહડિયાએ કર્યું છે.)

ચારણી સાહિત્ય

ચારણી સાહિત્ય તરીકે ઓળખાતું આ સાહિત્ય ચારણો અને ચારણેતર વિદ્વાનોનું સાહિત્ય છે. તેના સર્જનમાં ચારણો ઉપરાંત ક્ષત્રિયો, બારોટ, રાવળ, મીર, ઢાઢી, બ્રાહ્મણ, નાગર અને અન્યજ્ઞાતિના સર્જકોનું પ્રદાન છે. રાજસ્થાની શબ્દકોશના લેખક શ્રી સીતારામ લાળશ કહે છે કે, “ચારણી સાહિત્યનું તાત્પર્ય અહીં ચારણશૈલીમાં લખાયલું સાહિત્ય છે.”

છેલ્લાં હજારેક વર્ષમાં આ ક્ષેત્રે અનેક ચારણકવિઓએ પ્રદાન કર્યું છે. તેમાંથી શતાધિક ચારણકવિઓ અને તેમની સહસ્ત્રાધિક રચનાઓ આજે કંઠસ્થ પરંપરામાં અને હસ્તપ્રતોમાં જળવાઈ છે. તેમજ ચારણેતર કવિઓમાં ક્ષત્રિયો, બારોટો, મીર, ઢાઢી, બ્રાહ્મણો અને અન્ય જ્ઞાતિઓનું પણ નોંધપાત્ર પ્રદાન છે. કચ્છના રા’ઓ લખપતસિંહ, રાજકોટના રાજવી મહેરામણજી, જોધપુરના રાજવી જશવંતસિંહજી, બીકાનેરના રાજવી પૃથ્વીરાજજી રાઠોડ, કવિ મંછ, વીરભાણ ઢાઢી, રિણા મોતીસર, કવિ નંદદાસ, ગીગા બારોટ, ઉનડ બારોટ અને ગોદડ બારોટ, કાનદાસ મહેડુના શિષ્ય મીર મુરાદ, શ્રીધર વ્યાસ, નાગરકવિ શ્રી હરખજી મહેતા, કવિ શ્રી લાલ ભટ્ટ, મૂળજી ભટ્ટ તથા નારાણજી ભટ્ટ ઇત્યાદિ કવિઓએ ચારણી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

3 thoughts on “ચારણી સાહિત્ય – ૧ (ડો. અંબાદાન રોહડિયા)

 1. – ડો. અંબાદાન રોહડિયા નો વિસ્તારપૂર્વક પરીચય માણી આનંદ
  અ ને
  ચારણી સાહિત્ય અંગે વધુ જાણવાની રાહ
  આવા રસિક વિષય માટે મા દાવડાજી ને ધન્યવાદ

  Like

 2. કૈક નવું રસપ્રદ જાણવા મળશે ; એ વિચારે બીજા લેખની રાહ જોઈ છીએ .. આવા સુંદર વિવિધ પ્રકારના વિષય અને વિવિધ લેખકોને આંગણામાં લઇ આવવા બદલ મુ .દાવડા સાહેબને અભિનંદન !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s