ગીતા ભલે શ્રીકૃષ્ણે કુરૂક્ષેત્રમાં અર્જુનને કહી હોય, કોઈ ૠષિએ રચેલી હોય કે કોઈ સંસ્કૃત કવિની કવિતા હોય, પણ એક વાત તો નક્કી છે કે એમાં વેદ પુરાણોનો સાર સંક્ષિપ્તમાં આવી જાય છે. બીજી વાત, ગીતા સમયના બંધનથી મુકત છે. ગમે તે સમયમાં, એ સમયને અનુરૂપ, ગીતાના શ્ર્લોકોનો અર્થ કરી શકાય છે.
ગીતામાં કુલ ૭૦૦ શ્ર્લોક છે. એમાંના કેટલાક મને સમજાતા નથી, તો કેટલાક મને આજના સંદર્ભમાં ઉપયોગી લાગતા નથી. જેટલા સમજાય છે, અને ઉપયોગી લાગે છે, એની કીમત ૧૦૦ ટચના સોના જેવી છે.
ગીતા માનવીય મનનું મનોવિષ્લેષણ છે. મનમાં ચાલતી ગુંચવણોનો ઉકેલ ગીતામાંથી મળી આવવાની શક્યતા છે. ગીતામાં અનેક પ્રકારના યોગની સમજણ આપવામાં આવી છે, અને છતાંય ગીતા યોગીઓ માટે નહિં પણ સંસારીઓ માટેનું પુસ્તક છે. ગીતામાં જે સમજણ અને શીખામણ આપવામાં આવી છે, એ તમે તમારૂં સામાન્ય સંસારી જીવન જીવતાં અપનાવી શકો એવી છે. હકીકતમાં ગીતા પંડની સાથે, કુટુંબની સા્થે અને સમાજની સાથે સમતોલ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે.
કૃષ્ણને ભગવાન માનીને એણે કહેલી વાત માનવાની જરૂર નથી. એને એક શિક્ષક માનીને, એક ફીલોસોફર માનીને પણ એની વાતો સમજીએ, તો પણ એમાની ઘણી વાતો માનવા જેવી લાગશે. એક અર્થમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદના રૂપમાં ગીતા માણસને ડહાપણ શીખવાડે છે. જ્યારે મનમાં શંકાઓ હોય, મતિ મુંજાઈ જાય, ડીપ્રેશન જેવું લાગે, ત્યારે કૃષ્ણના સંવાદોના રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.
જીવનમાં ગીતામાંથી કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો બે ત્રણ વાતો સમજી લેવી જરૂરી છે. આપણને જો શિક્ષકના જ્ઞાનમાં કે એની પાત્રતામાં વિશ્વાસ ન હોય, તો એ આપણને કંઈપણ શીખવી શકશે નહિં. બીજીવાત, ગીતામાં બધા માટે બધું નથી, પણ દરેક માટે કંઈક છે. અને છેલ્લી વાત, ગીતામાંથી કોઈ ગુઢ વાતો શોધવાને બદલે, આપણને જે સમજાયું તે આપણને ઉપયોગી લાગે તો તેને અપનાવવું. જે ન સમજાય, અને જે આપણાં માટે અયોગ્ય લાગે, એ બધું અપનાવવું જરૂરી નથી. આ મારી સમજ છે.
“તું શું લઈને આવ્યો છે? તું શું લઈ જવાનો છે?” એમ ગીતા કહે તો જ આપણે સમજીએ, એવું નથી. આપણે એ જાણીએ છીએ, પણ એનો સ્વીકાર કરતાં અચકાઈએ છીએ. નીયમિત ગીતાનું વાંચન આપણને આ સત્યનો સ્વીકાર કરવામાં મદદરૂપ થાય છે.
ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે વિષાદયોગ. મનમાં એકનો એક નકારનો ભાવ હોય તો એ વિષાદ છે. વિષાદનાં મૂળ શંકામાં હોય છે. કશુંક ગુમાવી દીધું છે કે ગુમાવી રહ્યા છીએ એનો ખેદ હોય છે. કલ્પિત ચિંતાઓ હોય છે—આ ચિંતામાંથી ભય પ્રકટે છે. ભય જીવનશક્તિને હણી નાખે છે.
આ જ તો ગીતાની ખૂબી છે. જીવનની સૌથી ખતરનાદ આપદા “વિષાદ”થી જ ગીતાની શરૂઆત થાય છે. આજે આ વિષાદ (ડીપ્રેશન) જાનલેવા બની ગયો છે. શાળાના બાળકો, પ્રેમભંગ થયેલા યુવક યુવતી, કારોબારમાં નિષ્ફળ ગયેલા માણસો, અને અન્ય પરિસ્થિતિઓનો સામનો ન કરી શકનારા લોકો, મોટી સંખ્યામાં આપઘાત કરે છે. ગીતાની સમજ કદાચ આપઘાતમાંથી તેમને બચાવી શકે.
અર્જુનને આ વિષાદ શા માટે થયો? શું એ ડરી ગયો હતો? શું અચાનક એને અહિંસાનું મહત્વ સમજાયું? શું એનામાં કર્મશૂન્યતા આવી ગઈ? ના, આમાનું કંઈ પણ કારણ ન હતું. એનામાં મોહ ઉત્પન્ન થયો હતો. વડિલો અને ગુરૂજનો પ્રત્યેના પ્રેમે એના મનનો કબ્જો લઈ લીધેલો. પ્રથમ અધ્યાયમાં આ મોહનો ઉલ્લેખ નથી, પણ બીજા અધ્યાયમાં ગીતા આ મોહ વિષે વિગતવાર સમજ આપે છે. ગીતાનો ખરેખર ઉદ્દેશ તો માણસને મોહમાંથી મુક્તિ અપાવી, મનુષ્ય ધર્મ શીખવવાનો છે.
ગીતાના પ્રથમ અધ્યાયમાં પ્રત્યક્ષ રીતે કોઈ બોધ આપવામાં આવ્યો નથી, પણ આડકતરી રીતે મનની શરીર ઉપર અસર દર્શાવી છે. વિષાદને લીધે અર્જૂનના ગાત્રો શીથીલ થઈ ગયા છે, શરીર ધ્રુજે છે, આમ શરીર અને મન વચ્ચેના સંબંધો સૂચવે છે. આપણને પણ આવો જ અનુભવ થાય છે.
ગીતાના પ્રથમ શ્ર્લોકમાં જ ધર્મક્ષેત્રે કુરૂક્ષેત્રે શબ્દો વાપરવામાં આવ્યા છે, અને એમાં પણ ધર્મક્ષેત્રે પહેલા અને કુરૂક્ષેત્રે પછી મૂકવામાં આવ્યો છે. મનુષ્ય જન્મે છે ત્યારે એનું શરીર અને મન તો ધર્મક્ષેત્ર જ હોય છે, પણ લોભ, મદ, મોહ, ક્રોધ વગેરે મનને કુરૂક્ષેત્રમાં ફેરવી નાખે છે. પાંડવો સારી વૃતિના પ્રતિક છે અને કૌરવો ખરાબ વૃતિની પ્રતિક છે. આપણા મનમાં જ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ પણ છૂપાઈને બેઠો છે. પણ બધા અર્જુન જેવા નથી, જે કૃષ્ણનું બધું જ સાંભળે.
મારૂં ગીતાનું વાંચન ઉપરછલ્લું જ છે, તો પણ મારા મનમાં એની ઉપયોગીતા વિષે સકારક છાપ પડી છે. અગાઉ હું માનતો કે ગીતા ફક્ત, “તારો માત્ર કામ કરવાનો જ અધિકાર છે, ફળ મેળવવાનો નહિં.” એટલું જ શીખવે છે, અને એટલે એને વાહિયાત વાત ગણી જતી કરતો. આજે એનો અર્થ કંઈ જુદી રીતે સમજાય છે.
“જ્યારે મનમાં શંકાઓ હોય, મતિ મુંજાઈ જાય, ડીપ્રેશન જેવું લાગે, ત્યારે કૃષ્ણના સંવાદોના રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.”
“ગીતા યોગીઓ માટે નહિં પણ સંસારીઓ માટેનું પુસ્તક છે.”
“ગીતાની સમજ કદાચ આપઘાતમાંથી તેમને બચાવી શકે.”
” પ્રથમ અધ્યાયમાં આ મોહનો ઉલ્લેખ નથી, પણ બીજા અધ્યાયમાં ગીતા આ મોહ વિષે વિગતવાર સમજ આપે છે. ગીતાનો ખરેખર ઉદ્દેશ તો માણસને મોહમાંથી મુક્તિ અપાવી, મનુષ્ય ધર્મ શીખવવાનો છે.”
“ગીતામાં બધા માટે બધું નથી, પણ દરેક માટે કંઈક છે. અને છેલ્લી વાત, ગીતામાંથી કોઈ ગુઢ વાતો શોધવાને બદલે, આપણને જે સમજાયું તે આપણને ઉપયોગી લાગે તો તેને અપનાવવું. “
Reblogged this on આકાશદીપ and commented:
તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી
સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર
LikeLiked by 2 people
સરળ ભાષમા સુંદર્ રીતે સમજાવવા બદલ મા દાવડાજીનો આભાર
LikeLike
ભાગવત ગીતાને સાચા અર્થમાં સમજાવવાનો તમારો પ્રયોગ ખુબ ગમ્યો! બસ આવું લખતા રહો અને વાંચકોને માર્ગદર્શન આપતા રહો.
LikeLike
I learnt Summary as follow- Thx davda saheb:
“વિષાદનાં મૂળ શંકામાં હોય છે.”
“જ્યારે મનમાં શંકાઓ હોય, મતિ મુંજાઈ જાય, ડીપ્રેશન જેવું લાગે, ત્યારે કૃષ્ણના સંવાદોના રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.”
“ગીતા યોગીઓ માટે નહિં પણ સંસારીઓ માટેનું પુસ્તક છે.”
“ગીતાની સમજ કદાચ આપઘાતમાંથી તેમને બચાવી શકે.”
” પ્રથમ અધ્યાયમાં આ મોહનો ઉલ્લેખ નથી, પણ બીજા અધ્યાયમાં ગીતા આ મોહ વિષે વિગતવાર સમજ આપે છે. ગીતાનો ખરેખર ઉદ્દેશ તો માણસને મોહમાંથી મુક્તિ અપાવી, મનુષ્ય ધર્મ શીખવવાનો છે.”
“ગીતામાં બધા માટે બધું નથી, પણ દરેક માટે કંઈક છે. અને છેલ્લી વાત, ગીતામાંથી કોઈ ગુઢ વાતો શોધવાને બદલે, આપણને જે સમજાયું તે આપણને ઉપયોગી લાગે તો તેને અપનાવવું. “
LikeLike