મારા પૌત્રને લખેલો પત્ર – ડેનીયલ ગોટ્ટલીબ
આપણાં બધાં માટે પરિવર્તન મુશ્કેલ હોય છે.આપણે જેમ જેમ મોટા થતા જઇએ છીએ તેમ વધારે ને વધારે પરિવર્તન અનુભવવાં પડે છે. દરેક પરિવર્તનને કારણે કંઇક તો ગુમાવવાનું રહેતું હોય છે, અને જ્યારે કંઇક ગુમાવીએ ત્યારે તે પાછું મેળવવાની ટીસ પણ જાગતી હોય છે. મારી જીંદગીમાં મેં નાનું-મોટું જે કંઇ ગુમાવ્યું તે પહેલાં તો પાછું મેળવવા ઇચ્છ્યું હતું. કારણકે બધાંને ખબર જ હોય છે દરેક પરિવર્તનમાં કંઈક ખોવાનું છે અને જે કંઈ ખોઈએ છીએ તે એક પરિવર્તનનો જ ભાગ છે. હવે જ્યારે તારે તારાં ખૂબ ગમતાં રમકડાંં ‘બિંકી’થી જુદાં પડવું પડશે ત્યારે તારા પ્રત્યાઘાત કેવા હશે એ વિષે તારાં મમ્મીપપ્પાને બહુ ચિંતા છે.
તું હવે જ્યારે ચાર વર્ષનો થઇ ચૂક્યો છે અને હવે તારી પ્લેસ્કૂલમાં તારી પાસે તારૂં બિંકી પણ નહીં હોય જ્યારે તને બીક લાગશે કે કંઈ તને ન પસંદ પડતું થશે, ત્યારે તું જેનાથી તારૂં મન બહેલાવી લેતો હતો તે ‘બિંકી’ તારી પડખે નહીં હોય. એક પરિસ્થિતિમાંથી બદલાતી બીજી પરિસ્થિતિ વખતેનો પરિવર્તનનો સંક્રાંતિકાળ હંમેશ કપરો અનુભવ પરવડે છે. બદલાતી જતી વસ્તુઓ આપણને સલામતીનો આભાસ કરાવે છે. જેવાં તે દૂર થાય કે આપણે ફરીથી અસલામતી અનુભવીએ છીએ અને ફરી ફરીને હતાં ત્યાં આવી જઇએ છીએ.
સૅમ, આપણી વસ્તુઓ,આપણને ગમતી વ્યક્તિઓ,આપણી તંદુરસ્તી તેમ જ આપણી યુવાની પણ, એવું આપણને જેની જેની સાથે લગાવ જઇ થતો હોય છે, તે બધું તો આખરે તો આપણે ગુમાવવાનું તો છે જ. અને જ્યારે પણ આપણે કંઇપણ ગુમાવીશું ત્યારે આપણને દુઃખ પણ થશે. પરંતુ તેમાં કોઇ તક પણ છૂપાયેલી હશે. એક સૂફી કહેવતમાં કહ્યું છેઃ “કંઇક ગુમાવતી વખતે દિલ રડી ઉઠે છે તો કંઇક શીખવા મળ્યું તેના આનંદમાં મન ખુશ થઇ ઝૂમી પણ ઉઠે છે.’
તને જે જે ચાહે છે એ બધાં તારૂ જે ખોવાઇ ગયું છે તે પાછું મેળવી અપાવડાવીને તારૂં દુઃખ ઓછું કરાવવા પ્રયત્ન કરશે, પરંતુ તેમ કરીને તેઓ તારૂં ભલું નથી કરી રહ્યાં. એટલો ભરોસો રાખજે કે, બીજાં બધાંની જેમ દુઃખ પણ થોડા સમય માટે જ હોય છે. તે તને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાડશે. તેનાથી તને દબાણ હેઠળ માર્ગ શોધતાં આવડશે. તું ગૌરવ અનુભવીશ. સિક્કાની બીજી બાજૂ જેમ, તેને કારણે તું કોણ છો તેની તને પહેચાન થશે.
મારા એક મિત્રએ મને કહ્યુ કે તેને એટલી મુશ્કેલીઓ આવી પડી છે કે રાતનાં આ ખરાબ સપનામાંથી બહાર કેમ નીકળાશે તે જ તેને નથી સમજાતું. એક બસ સ્ટેન્ડ શોધી અને ત્યાં બસની રાહ જોવાનું મેં તેને કહ્યું. તેને થયું કે હું ગાંડો તો નથી થઇ ગયો ને ! મેં એને સમજાવ્યું કે બધી જ લાગણીઓ ક્ષણિક જ હોય છે. જેમ આપણે બસની રાહ જોઇએ છીએ તેમ દુઃખની આ ક્ષણો પણ વીતી જાય તેની રાહ જોવી જોઇએ. આપણે હતાશામાં, ગુસ્સામાં કે બદલો લેવાની લાગણીથી રાહ જોતાં બેસી રહીએ, તેનાથી બસ ન તો વહેલી આવશે કે ન તો મોડી આવશે. આપણે ધીરજથી કે નિરાંત જીવે રાહ જોઇશું તો પણ બસ વહેલી નહીં આવી જાય. આપણે બહુ ચિંતા કરીશું તો બસ વહેલી નહીં આવી જાય. હા, તે આવશે જરૂર એટલી શ્રધ્ધા રાખવી રહી.
-
અનુવાદક – અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત
મારા પૌત્રને લખેલો પત્ર – ડેનીયલ ગોટ્ટલીબનો જાણીતી રચનાનો મા અશોકભાઈએ કરેલો સ રસ અનુવાદ
જીવનમાં બનતી ઘટનાઓ,પ્રસંગો અને નાની બોધ કથાઓની માનવીના સંવેદનશીલ મન પર ભરી અસર થતી હોય છે.ઘણી વાર લાંબા લચક ભાષણો કરતા નાનો પ્રસંગ માણસને પરિવર્તનની પ્રેરણા આપે છે.અહીં એવા જ નાના નાના પ્રસંગો જેવા કે-‘બસની રાહ જોવાનું મેં તેને કહ્યું. તેને થયું કે હું ગાંડો તો નથી થઇ ગયો ને ! મેં એને સમજાવ્યું કે બધી જ લાગણીઓ ક્ષણિક જ હોય છે. જેમ આપણે બસની રાહ જોઇએ છીએ તેમ દુઃખની આ ક્ષણો પણ વીતી જાય તેની રાહ જોવી જોઇએ. આપણે હતાશામાં, ગુસ્સામાં કે બદલો લેવાની લાગણીથી રાહ જોતાં બેસી રહીએ, તેનાથી બસ ન તો વહેલી આવશે કે ન તો મોડી આવશે. આપણે ધીરજથી કે નિરાંત જીવે રાહ જોઇશું તો પણ બસ વહેલી નહીં આવી જાય. આપણે બહુ ચિંતા કરીશું તો બસ વહેલી નહીં આવી જાય. હા, તે આવશે જરૂર એટલી શ્રધ્ધા રાખવી રહી.’
દરેકે અનુભવેલો પ્રસંગની સચોટ વાત
LikeLiked by 1 person
મુ> પ્રજ્ઞા બહેન,
આપના પ્રતિભાવની સકારાત્મકતા મને મારા પ્રયાસો માટે બળપ્રેરક બની રહે છે.
આપનો ખુબ ખુબ આભાર.
અશોક વૈષ્ણવ
LikeLike
this too shall pass: as per wikipedia:
“”This too shall pass” (Persian: این نیز بگذرد, romanized: īn nīz bogzarad) is a Persian adage translated and used in multiple languages. It reflects on the temporary nature, or ephemerality, of the human condition. The general sentiment is often expressed in wisdom literature throughout history and across cultures, although the specific phrase seems to have originated in the writings of the medieval Persian Sufi poets such as Rumi.
It is known in the Western world primarily due to a 19th-century retelling of Persian fable by the English poet Edward FitzGerald. It was also notably employed in a speech by Abraham Lincoln before he became the sixteenth President of the United States.”
this famous proverb is so nicely explained using all dimensions–and third dimension is added– we should have strong belief: “હા, તે આવશે જરૂર એટલી શ્રધ્ધા રાખવી રહી.”
this is key writing. will try to adopt in life more alertly.
thx Ashok Bhai.
LikeLike