ગઝલ (ડો. મહેશ રાવલ)


(જાણીતા ગઝલકાર ડો. મહેશ રાવલની કલમની એક વધારે રત્ન કણિકા)

ગઝલ

પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું

પછી, એ પ્રસંગો વિસરતું જવાનું !

તફાવત હતો કાલ, ને આજપણ છે

ન જીતી શકો તોય રમતું જવાનું !

ઘડી, પળ, બધું હોય છે દોસ્ત! નિશ્ચિત

સમય ફેરવે એમ ફરતું જવાનું !

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું

ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !

-ડો. મહેશ રાવલ

2 thoughts on “ગઝલ (ડો. મહેશ રાવલ)

  1. ઘડી, પળ, બધું હોય છે દોસ્ત! નિશ્ચિત
    સમય ફેરવે એમ ફરતું જવાનું !
    નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
    ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !
    વાહ
    સ રસ સચોટ અભિવ્યક્તી
    મા દાવડાજી કહે તેમ ડો. મહેશ રાવલની કલમની એક વધારે રત્ન કણિકા ગઝલ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s