છપ્પર ફાડકે (પી. કે. દાવડા)


“ખુદા જબભી દેતા હૈ, તબ છપ્પર ફાડકે દેતા હૈ”, આ કહેવત આપણ સાંભળી છે. મારી બાબતમાં પણ થોડેઘણે અંશે આવું જ બન્યું છે. ૧૯૩૬ માં મારા જન્મથી ૧૯૫૩ સુધી અમારા કુટુંબની ગણત્રી શ્રીમંતોમાં થતી. ૧૯૫૩ માં મારા બાપુજીને વ્યાપાર ભારી નુકશાન થયું, અને દેવું ચૂકવવામાં બધી જ માલમિલ્કત જતી રહી. અમે રાતોરાત નીચલા મધ્યમ વર્ગમાં આવી ગયા. મારી બા ના ઘરેણાં વેંચી ઘર ચલાવવાનો વખત આવી ગયો.

૧૯૬૧ માં હું એંજીનીર થઈ ગયો, મારી આવક શરૂ થતાં જીવન ધોરણ પાછું ઉપર આવવા લાગ્યું. ૧૯૭૨ માં સ્ટ્રકચરલ એંજીનીઅર તરીકે સ્વતંત્ર પ્રેકટીસ શરૂ કરવા લાર્સન એન્ડ ટુબરોની નોકરી છોડી દીધી. એ જ સમયે જગ્યાની સંકડાશને લીધે સંયુકત કુટુંબથી અલગ રહેવા ગયો. વાત અહીંથી શરૂ થાય છે.

૧૯૭૨ માં તે સમયે પૈસાની સગવડ અનુસાર દસ હજાર રૂપિયા ડીપોઝીટ આપીને મેં થાણાંમાં એક રૂમ, રસોડું અને સંડાસ-બાથરૂમ વાળી નાની જગા ભાડેથી લીધી. ભાડું ડીપોઝીટમાંથી કપાતું. ૧૯૭૬ સુધીમાં મારી પ્રેકટીસમાં સ્થિરતા આવવાથી મારી પાસે થોડા પૈસાની બચત થઈ, એટલે મેં નજીકમાં ત્રણ બેડરૂમ, હોલ કીચન અને બે ટોઈલેટવાળી જગ્યા ત્રીસ હજાર રૂપિયા પાઘડી અને ત્રીસ હજાર રૂપિયા ડીપોઝીટ આપી ભાડા ઉપર લીધી. જૂની જગા છોડવા માટે મકાન માલિકે મને વીસ હજાર રૂપિયા આપવાની ઓફર કરેલી, પણ મેં કંઈપણ લેવાની ના પાડી.

આ નવી જગામાં હું ૧૯૯૩ સુધી રહ્યો. એ દરમ્યાન મારી પ્રેકટીસ ખૂબ સારી ચાલી, અને સારી એવી બચત થવાથી, ૧૯૯૨ માં મેં એક ખૂબ જ આધુનિક મકાનમાં ચાર બેડરૂમ વાળો ડુપ્લેક્ષ ફલેટ ઓનરશીપના ધોરણે ૧૧ લાખ રુપિયામાં ખરીદયો. ત્યાં રહેવા જવાની તૈયારીમા હતા ત્યાં વિચાર બદલાયો કે ડુપ્લેક્ષમાં આખો દિવસ ઉપરનીચે કરવાને બદલે એક લેવલનો જ ફ્લેટ ખરીદિયે. મારો આ ડુપલેક્ષ સાડા સોળ લાખ રૂપિયામાં વેંચાયો. આમ મને એમાં સાડા પાંચ લાખ રુપિયાનો નફો થયો.

મેં બીજો ત્રણ બેડરૂમનો આધુનિક ફ્લેટ રુપિયા ૧૧ લાખમાં ખરીદયો. જે જગામાં હું રહેતો હતો, એ જગા ખાલી કરવાના મને ૧૦ લાખ મળ્યા. આમ સાડા પંદર લાખના નફામાંથી ૧૧ લાખ નવી જગાના બાદ કરીએ તો મારી નવી જગાની મુદ્દલ માઈનસ સાડાચાર લાખ રુપિયા થઈ. ૨૦૧૨માં કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો ત્યારે આ છેલ્લી જગ્યાના મને એક કરોડ બે લાખ રુપિયા આવ્યા.

આમ માત્ર જગ્યાઓ બદલવામાં જ મને આસરે એક કરોડ રુપિયાનો નફો થયો. આમ ભગવાન આપવા માગે ત્યારે કોઈપણ રસ્તે આપે છે.

4 thoughts on “છપ્પર ફાડકે (પી. કે. દાવડા)

 1. ખરેખર તો તમે જોવા જાવ તો ખુબજ નુકશાનમાં રહ્યા કહેવાય….!!! તમને એમ નથી લાગતું કે અત્યારે વેચત તો ત્રણ કરૉડ પણ મળી આવત… આ રીતે તમે કેટલા નુકસાનમાં રહ્યા, ગણતરી કરી…??????? મને લાગે છે કે આ રીતે વિચારતા તમને હવે નીંદર પણ નહીં આવે….. ખરૂને..!!!

  એક કરોડ મલ્યા તે સંતોષ કહેવાય કે ત્રણ કરોડ ન મલ્યા તેનો અસંતોષ…. આ પણ એક કોયડો છે….તમારી તો ખબર નથી, પણ મને તો બહુ દુઃખ થયું છે….

  Liked by 1 person

 2. ફરી માણી યાદ આવે…
  જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને એ જ નફો કરી શકે..!
  પછી એ ધંધો હોય કે સબંધ..?!
  .
  મારૂ હૈયુ એ જમાબાકી છે.
  બાકીઓ શોધતા સરવૈયુ બનાવું છું.
  તો ઉપલક ખાતુ બનાવું છું.
  તું તો વેપારખાતાનો કાચો નફો છે.
  હું તારા માટે ચોખ્ખો નફો જ છું.
  મળેલ વટાવની અસર આપી હોય તો.
  તો અગાઉથી ચુકવેલ પ્રિમિયમ આપી દેજે.

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s