ભાવિન અધ્યારૂની કટાર – ૩


એક કપ થી દિલ જીતી લેવાની વાત એટલે ચા! – ભાવિન અધ્યારૂ

 કહેવાય છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો! સવારે અને સાંજે એટલિસ્ટ દિવસમાં બે વાર તો ચા જોઈએ , એવું મોટાભાગના લોકોને કહેતા સાંભળ્યા હશે. ચા ની વાતો પણ ચા જેવી કડક હોવાની, પણ ચા વિષે કેટલી વાર વાંચવામાં આવ્યું હશે? બંગાળીઓમાં જેમ છોકરી સાસરાપક્ષ માટે માછલી રાંધે કે પંજાબીઓમાં છોકરી બિરયાની બનાવે એમ આપણે ગુજરાતીઓમાં છોકરી ચા કેવી બનાવે છે એવી કોઈ અનઓફિશિયલ પ્રથા તો છે ! પુત્રના લક્ષણ પારણામાંથી અને છોકરીનાં લક્ષણ એણે બનાવેલી ચા પરથી કદાચ!   

તમને કેવી ચા ભાવે? સૌરાષ્ટ્રના વાંચકો કહેશે ચા જરા વધુ ઊકાળજો, અમને કડક અને વધુ ખાંડવાળી મીઠ્ઠી ચા જોઈએ! અમદાવાદ અને મધ્ય ગુજરાતનાં લોકોના સ્વભાવની જેમ માફકસરની ચા હોય અને બહુ બધી ઊકાળેલી કે થોડી શ્યામવર્ણી ચા બને. ચાય પે ચર્ચા કરી કરીને તો આપણા વર્તમાન વડાપ્રધાન ગાંધીનગરથી દિલ્હી પહોંચી ગયા! ચા એટલે એક કપ ગોસિપનો! પ્રમોશનથી ડિમોશન, દોસ્ત હોય કે કલિગ, ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ, સવારે પાંચ વાગ્યા હોય કે રાત્રે ત્રણ, ગુજરાતીઓ ચા ની ચુસ્કી લગાવતા કીટલી પર ભેગા થાય! અમદાવાદમાં તો રેડિયો સ્ટેશન પર પણ બપોરે કીટલી કલ્ચર નામનો શો પણ ચલાવે છે. 

અચ્છા, ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ કેવી કેવી ચા બને છે? અમદાવાદમાં તો કીટલી કલ્ચર એટલું વિકસી ગયું છે કે એકંદરે આખું અમદાવાદ એક પ્રકારના ટેસ્ટની ચા માં ઝીરો ઇન થયું છે. લાલ દરવાજા પાસે આવેલો લકી ટી સ્ટોલ તો એમ. એફ. હુસેન થી લઈને કંઈ કેટલી સેલેબ્રિટીઝને કારણે પ્રખ્યાત થઇ ચુક્યો છે. સિવાય યુનિવર્સીટી રોડ પર આવેલી ઋતુરાજની કીટલી અને નહેરુનગર કીટલી પણ બહુ પ્રખ્યાત. ચા માં બ્રાન્ડેડ દૂધ, પ્રમાણસર ખાંડ, ફુદીનાના પાન, લસોટેલું આદુ, અને થોડી ખાંડેલી ઈલાયચી. ચા ની તાકાત જુઓ સાહેબ, બે ઘૂંટડા અંદર જતા જે કીક વાગે, કાઠિયાવાડીમાં કહીએ તો કાંટો ચઢી જાય હો!’

સુરતની ચા અમદાવાદને મળતી આવે, કામરેજ થી ઇચ્છાનાથ થઇ છેક ડુમસ સુધી ચા નો ટેસ્ટ, આદુથી લથબથ, હેવી રહે છે, પણ એકદંરે સુરતીઓનો ખાવાપીવાનો સેન્સ સરસ, એટલે ચા પણ ખૂબ સરસ પીવા મળી જાય એની ગેરંટી. વડોદરામાં રેલ્વે સ્ટેશન સયાજીગંજ થી ઓલ્ડ પાદરા રોડ તરફ અક્ષર ચોક પાસે સરસ ચા મળી જાય. ખેદ સાથે કહેવું પડે કે વડોદરા ફૂડ ની બાબતમાં ઘણું પાછળ છે, છતાં ચા તમને ઠીકઠાક પીવા મળી જાય. સૌરાષ્ટ્રની ચા ખાસ્સી કડક, ચા ની લારી પર એક લોખંડનું પાત્ર હોય, સાઈડમાં એક ચકરડી હેન્ડલ હોય જેમાં કોલસો હોય. બસ, એને ફેરવતા જવાનું અને જ્વાળા થાય જેના પર ચા મૂકાય! ખબર નહીં, ક્યારેક કેરોસીનનો ટેસ્ટ આવે તો ક્યારેક ઓલરેડી પાતળા દુધમાં પાણી નાખવામાં આવે અને સવારની ભૂકી સાંજ સુધી ચાલે એનાં લીધે પણ સૌરાષ્ટ્રમાં ચા નો સ્વાદ જોઈએ એવો નથી આવી શકતો.

એમ તો નાથદ્વારા તમે ગયા હશો, અને તમે વૈષ્ણવ સંપ્રદાયના ન પણ હો, પણ નાથદ્વારામાં ગલી ગલીએ મલ્ટી માટીની કુલ્હડમાં મળતી ફુદીનાથી લથબથ ચા તો અવોઇડ કરી શકો! સાયકલ પર લીંબુ અને ફુદીનાની એવી સરસ ગોઠવણ કરી હોય કે ચા પીધા વગર રહી શકાય. જ ચા ની કમાલ અને કામણ છે કે આજે આખા ગુજરાતમાં ચા ના સ્ટોલ્સ, ચા ની સરસ ચેઈન પણ કોફીની .સી. શોપ્સ જેમ ખુલી ગઈ છે! ચા સાથે બિસ્કિટખારીભાખરીથેપલાઢેબરાપૂરી કોઈ પારસીની જેમ ભળી જાય છે.

ચા ને પણ મેનર્સ સાથે જોડી દેવામાં આવી છે જેમ કે તમે સબડકા બોલાવી બોલાવીને ચા પીવાની રીતભાત સારી નથી ગણવામાં આવતી. રકાબીમાં પણ વધુ ચા ભરાય તો શોભે એવું કહેવામાં આવે છે. ચા ને કીટલીવાળાઓ જેટલી વધુ ઊંચાઈથી ગાળે એની આવડતમાં ખપી જાય છે! ગ્રીન ટી ના નામે કે ડિટોક્સ થવાના નામે બ્લેક કે દૂધ વગરની ચા ના રવાડે ચઢવાવાળાઓની કમી નથી. ચા માં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોવા છતાં દિવસમાં ચાર થી પાંચ કપ ચા પી જતા લોકો, ચા થી એસીડીટી નોતરે છે. કેટલીક છોકરીઓ ચા પીવાથી હોઠ કાળા પડી જવાની કલ્પિત બીક થી ચા નથી પીતી, બોલો! 

લખનારનું તો માનવું છે કે ઈશ્ક બ્રાન્ડેડ કોફી શોપ માં નથી થતો પણ કોઈ હાઈવે પરની કીટલીની ચા પર પણ થાય છે! છોકરી જો તમારી સાથે કીટલી પર ચા પીવા આવે તો જિંદગી શું કામની ભાઈ?! દાર્જીલિંગના આહલાદક ચા ના બગીચાઓ જેટલી ઠંડક આપે છે એનાથી પણ બમણી મહેનત ચા ની પત્તી વીણવામાં અને પ્રોસેસ કરવામાં જાય છે. પણ, આપણે અહીં વાતો નથી કરવી, કારણકે બધું ઓલરેડી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

દુનિયામાં સૌથી વધુ ચા ભારતીયો પીએ છે. કાશ્મીરનુ કેસર માટે પ્રખ્યાત, સોપોર હોય કે મૈસૂરની ફિલ્ટર કોફી, પણ અમારું માનવું છે કે સૌથી વધુ સ્ટ્રોંગ કીક તો ચા આપે છે! કોફીની ડાર્ક ફ્લેવરની શું કોઈ હરીફાઈ ખરી ચા સાથે? બિલકુલ નહીં, કોફીમાં ચા જેવી રસ્ટિક ફીલિંગ આવતી નથી. ચા ની કીટલી કહો કે ટપરી, ચા સાથે ભાખરી ખાવ કે મસ્કાબન, ચા તો ચા છે! અમે તો કહીએ છીએ કે બારાતો કા સ્વાગત પાનપરાગ સે નહિ પર ચાય સે હોના ચાહીયે! બાકી ચા વગરની દુનિયા, ટ્રેનમાં મળતી પાવડરમાંથી બનેલી ચા જેવી ફિક્કી છે.

4 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર – ૩

 1. એક કપ થી દિલ જીતી લેવાની વાત એટલે ચા! – ભાવિન અધ્યારૂ મઝાનો લેખ 😊
  આ વાત તરન્નુમમા માણો મા કવિશ્રી નયન દેસાઈ
  અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
  પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
  દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
  બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
  કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ
  ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
  તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
  –મા રમેશ પટેલ ‘આકાશદીપ’
  કોઈ પીએ છે ઊંઘ ઉડાડવા, તો કોઈ તાજગી માટે
  ચાના બંધાણીની છે ભાઈ ચા રૂપલી રાજરાણી
  મોંઘવારીના જમાનામાં અડધી ચા પણ કરતી કમાલ
  ભોજન ખર્ચ બચાવી જાણે, ઈજ્જત બક્ષે માલંમાલ
  ચા વગાડે સ્નેહ ઢોલનો ડંકો
  ચાલો આજ સૌ ચાની રંગત માણો
  એને વિશે તો કહેવત છે કે
  કફકટન, વાયુહરણ, ધાતુહીન, બલક્ષીણ;
  લોહૂકા પાની કરે, દો ગુન અવગુન તીન.
  ચા ‘ એ મેળવી છે ચાહના
  શીરામણીએ ગુમાવી ભાવના
  છે પારકી ને પોતીકી બનાવી
  કેવી છે અમારી ઉચ્ચ ભાવના
  ઘણા જીવોની બની જીવા દોરી
  ‘ચા’એ બક્ષી ઘણાને જીવન કટોરી
  લી . પ્રહેલાદભાઈ
  અમને અપાય છે બસ અડધી કટોરી પાણી,
  ઇચ્છો ચા બનાવો ઇચ્છો તો મુખ ધૂઓ,
  ચા બનાવો તો મોં ધોવા પાણી નહીં,
  મુખ ધૂઓ તો પછી તે દિવસે ચા નહીં.
  હોચી મિન્હ કાવ્ય
  વધુ કાવ્યમય અભિવ્યક્તી લેખ મા સુજાનો
  http://gadyasoor.wordpress.com/2009/08/21/tea-is-ready/

  Like

 2. આખે આખા કપમાં ભરપૂર તાજગી હોય છે,
  એકે એક ચૂસકીમાં ચકચૂર જિંદગી હોય છે !

  રકાબી ને હોઠોના ચુંબન પછીના સબડકામાં,
  એક વણકહી જ છુપાયેલી બંદગી હોય છે !

  રગેરગમાં એની સત્તા રમતી જોઈ મેં જ્યારે,
  પછી વજૂદમાં ક્યાં કોઈ નારાજગી હોય છે !

  એકથી ભલા હોય જો બે ચાની મહેફિલમાં,
  ત્યાં એક ભરેલી સભાની મોજુદગી હોય છે !

  તલબની તમે વાત ન પૂછો તો જ સારું યારો,
  ઘણીવાર નશાની પણ આવી સાદગી હોય છે !

  “પરમ” બંધાણી પાકા થાવ પછી મને કહેજો,
  ચા વગર “પાગલ”પન જેવી માંદગી હોય છે !

  ગોરધનભાઈ વેગડ
  (પરમ પાગલ)

  Like

 3. Bahvin bahi, It seems you have not taken tea in Saurashtra at good place. May be you had bad experience at some poor quality tea shop. Or else you cant underrate Saurashtra tea. Its typical Kadak mithi – may be you don’t like that taste. If Saurashtra is not serving good tea, how can we have the first tea shop franchise from Rajkot base khetala aata Tea all over Gujarat? A tea shop on Kalavad road is very popular which serves premium priced tea. His investment in shop is in crores!

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s