અનુવાદ -૪ (અશોક વૈષ્ણવ)


 

તસ્વીરકળામાંથી જીવન અને નેતૃત્વ વિષે મળતા ૧૨ પદાર્થપાઠ – તન્મય વોરા

ઉત્સાહ પૂર્વક કરવામાં આવતી  કોઇપણ પ્રવૃત્તિને કારણે અદ્‍ભૂત સંભાવનાઓ ખૂલી જતી હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું, નવી કળા શીખવાની ઉત્સુકતાથી તરવરતો, ઉત્સાહી તસ્વીરકળાકાર બની રહ્યો છું. હું કોઇ પધ્ધતિસરની તાલિમ તો નથી લઇ રહ્યો, પણ મારા ફુર્શતના સમયમાં, તસ્વીરો ખેંચતાં ખેંચતાં  જ શીખતો રહું છું. મારી તસ્વીરકળાનાં પરાક્રમી અડપલાં અહીં જોઇ શકાશે.

હિંદી કે ગુજરાતીમાં ‘દ્રષ્ટિ’નો અર્થ ‘જોવું’ એમ કરવામાં આવે છે. સંસ્કૃતમાં, તેનો અર્થ ‘કેન્દ્રીત અને એકાગ્ર  ( અનિમેષ – એકટક) નજર’ થાય છે. તસવીરકળામાં આ બન્નેની જરૂર પડે છે. આ સાથે પ્રસ્તુત છે, તસ્વીરકળા દ્વારા મને મળેલા જીવન અને નેતૃત્વના કેટલાક પદાર્થપાઠઃ

૧. તસવીરકળાને કારણે મને સમજાયું છે કે આપણે જેટલી સમજતાં હતાં તેનાથી પણ આ દુનિયા વધારે સુંદર છે; જરૂર છે માત્ર, તેને જોવા માટે યોગ્ય પ્રકારના કાચ (દ્રષ્ટિકોણ)ની.

૨. જો આપણે સહેતુક રહીએ, તો સાવ સામાન્ય વાતમાં, કે લોકોમાં, અસાધરણતા દ્રષ્ટિગોચર થઇ શકે છે.

૩. તેને કારણે મને નજર માંડીને જોવાનું, ચીવટપૂર્વક વિગતો લક્ષ પર લેવાનું, અને  નરી આંખે ન દેખાવા છતાં જે અનુભવી શકાય છે તેવાં તત્વોની કદર કરવાનું શીખવા મળ્યું છે.

૪. કોઇએ કહ્યું છે,”તસ્વીરકળા એ પક્ષી છે, તમારે શાંતિનો ભાગ બની રહેવાનું છે.” તસવીરકળા મને શાંત થઇને વર્તમાન ઘડીમાં તલ્લીન થવાનું શીખવે છે. કોઇપણ વસ્તુની (આંતરીક) ખૂબી તો જ નીખરતી જોવા મળશે.

૫. સચોટ તસ્વીર ઝડપવા માટે ધીરજ હોવી જોઇએ. જ્યાં સુધી ખરો સંતોષ ન થાય, ત્યાં સુધી ફરી ફરીને તસવીર ખેંચતા રહો. ચાંપ દબાવતા રહેવું, પ્રયત્ન કરતા રહેવું અને (કોઇ પણ અવરોધની પાર) જોતા રહેવું , એ જ તો ગુરૂ ચાવી છે.

૬. ઘણીવાર સાવ દુન્યવી લાગતી ઘટના ખુબ જ ગૂઢ અર્થ કહી જતી હોય છે. એટલે જ નાની નાની બાબતો પ્રત્યે ધ્યાન દેવું, અને તેમને માણવું, અગત્યનું બની રહે છે.

૭. આપણામાં જે અંદર છૂપાયેલું છે, તે ક્યારેક તો સપાટી પર, આપણાં કામ સ્વરૂપે, દેખા દે જ છે. આપણે આપણી જાતને આપણાં કામ દ્વારા રજૂ કરતાં હોઇએ છીએ, પછી એ તસવીરકળા, લેખન, નેતૃત્વ કે આપણાં જીવનની કોઇ પણ પ્રવૃત્તિ હોઇ શકે છે.

૮. (પૂર્વ) તૈયારી મહત્વની છે. આપણી જીંદગીનું ચાલકબળ હંમેશ ચેતનવંત રાખીએ.

૯. જ્યારે કોઇ ક્ષણો, તે સમયે,જરા પણ મહત્વની ન જણાતી હોય, તેને યાદોમાં સાચવી લેવી જોઇએ.શક્ય છે કે, સમયની સાથે સાથે, તે ક્ષણો અમૂલ્ય બની રહી શકે છે. જીવન ક્ષણોમાં સમાયેલું હોય છે.

૧૦. તસવીરકળાને કારણે હું સંભવીતતાઓ સાથે સંકળાયેલો રહું છું. દરેક વસ્તુને અનેકવિધ પરિપ્રેક્ષ્યમાં જોઇ શકાય છે.દરેક વાતને તેના આગવા દ્રષ્ટિકોણ અને અનોખાં પરિમાણ હોય છે, જરૂર છે તેમને નિર્બંધપણે ખોળતાં રહેવું અને તે પૈકી યોગ્ય પસંદગી કરી શકવું.

૧૧. સારી તસવીર ખેંચી શકવું એ જેટલું આકસ્મિક છે, તેટલું જ તૈયારી પર પણ નિર્ભર છે. ખુબ જ વિચારપૂર્વકનું આયોજન કરવું જોઇએ, તેને અનુરૂપ બધી જ પૂર્વતૈયારી પણ કરવી જ જોઇએ, અને તેમ છતાં એક “બસ, આ જ!” તસવીર એ એક આકસ્મિક ઘટના બની રહેવાની શક્યતા તો રહે જ છે. અનેપક્ષિત ઘટનાઓ અને ખુશનસીબ અકસ્માતો માટે, ખુલ્લાં દિલોદિમાગથી,આપણે તૈયાર તો રહેવું જ  જોઇએ, કારણકે આપણાં ઘડતરમાં તેમનો સિંહફાળો રહેલો હોય છે.

૧૨. અને અંતમાં, સાધનો અને યંત્રો, જોવામાં, માત્ર, મદદરૂપ થઇ શકે, પ્રબળ દ્રષ્ટિનો પર્યાય ક્યારે પણ બની ન શકે. અંદરનાં ઊંડાણમાં જે શક્તિ છે તે બહારની કોઇ તાકાતમાં નહીં જોવા મળે.

5 thoughts on “અનુવાદ -૪ (અશોક વૈષ્ણવ)

 1. સારી તસવીર અંગે ૧૨ મુદ્દા જાણ્યા તેમા-‘ અંતમાં, સાધનો અને યંત્રો, જોવામાં, માત્ર, મદદરૂપ થઇ શકે, પ્રબળ દ્રષ્ટિનો પર્યાય ક્યારે પણ બની ન શકે. અંદરનાં ઊંડાણમાં જે શક્તિ છે તે બહારની કોઇ તાકાતમાં નહીં જોવા મળે.’વાત મનન ચિંતન કરવા યોગ્ય છે
  યાદ આવે એલિસ , “V5 દિમાગનો એ ભાગ છે જે હલચલને સમજે છે જ્યારે V4 રંગ અને આકૃતિઓને સમજે છે.આ તસવીરો સમજવા માટે દિમાગના આ ભાગોમાં દ્વંદને કારણે આપણે આવો દૃષ્ટિભ્રમ થાય છે.જ્યારે એક પ્રકારનાં સિગ્નલો દબાઈ જાય છે ત્યારે દિમાગ બીજા પ્રકારનાં સિગ્નલોને વધુ ગ્રહણ કરવા લાગે છે.
  પ્રોવર્બ જણાવે છે કે ઇફેક્ટ નજરે પડવી તમે કેટલી દૂરથી તસવીરો જુઓ છો તેની ઉપર પણ નિર્ભર કરે છે.

  Liked by 1 person

 2. ” અને અંતમાં, સાધનો અને યંત્રો, જોવામાં, માત્ર, મદદરૂપ થઇ શકે, પ્રબળ દ્રષ્ટિનો પર્યાય ક્યારે પણ બની ન શકે. અંદરનાં ઊંડાણમાં જે શક્તિ છે તે બહારની કોઇ તાકાતમાં નહીં જોવા મળે.”
  very useful all 12 points.

  Liked by 1 person

 3. મુ> પ્રજ્ઞાબેન,
  ચિત્રને જોવા માટે જે અંતર હોય છે તે ચિત્રમાં કેટલી વિગતો કેટલી બારીકાઈથી નિહાળાશે તે બાબત પર પ્રભાવ પાડે છે. ગરૂડ દૃષ્ટિ ખૂબ ઉંછાઈથી સમગ્ર ચિત્રમાંની વિગત પારખી લે છે જ્યારે વિહંગાવલોકન ઉપછલ્લું દર્શન કરે છે. સિંહાવલોકન ખુબ એકાગ્રતાથી વસ્તુને નિહાળી અને પછી તે પરના નિર્ણય પર પહોંચવામાં મદ્દ કરે છે.
  આમ તસવીરકળા જીવનને કઈ રીતે જોવું તેનું એક રૂપક કહી શકાય.

  આપના પ્રતિભાવ બદલ આભાર.

  અશોક વૈષ્ણવ

  Like

 4. પ્રિય ભાઈશ્રી એમ એચ ઠાકર,
  આપે ખરૂં હાર્દ નોંધ્યું છે.
  જોવું , નિહાળવું અને અવલોકન કરવું એવાં દરેક રૂપે આપણે આપણી સામેની પરિસ્થિતિને ‘જોઈએ’ છીએ, વળી તેમાંથી આપણને દર્શન કેટલું થશે તે તો આપણી વિચારશક્તિ પર જ આધારિત છે,

  આપના પ્રતિભાવ બદલ આભાર.

  અશોક વૈષ્ણવ

  Like

 5. દાવડાસાહેબ,ભારતથી પાછી આવી ગઈ છું. જ્યોત્સ્નાબહેન જ્યોતિભાઈ ભટ્ટ જાનુઆરીમાં તેમની સીરામિકની કલા વિષે લખી મોકલશે તેમ કહ્યું છે.પ્રિયજનના મૃત્યુના સમાચાર સાંભળતાં…આ એક લાગણીશીલ કવિતા. જીવન- મૃત્યુ રૂઠતી  પળોને   સમેટતી  હું   શ્વાસમાં, દુ:ખનાં દીવામાં સુખવાટ વણી બેઠી  છું. ઘૂઘવતાં   સાગરમાં   નાનીશી  નાવમાં, હળવાં  હલેસાંથી  હામ  ધરી  બેઠી  છું.

  ઓચિંતા  ભમરાતી   ડમરીની   દોડમાં, રજકણ  બની  અંક  આકાશે  ઊઠી  છું. અંજળનાં  આંસુથી  આંખોની  આહમાં, કરુણાનું   કાજળ  લગાવીને બેઠી   છું.

  ઉરના  સન્નાટામાં  લાગણીના  ગીતમાં, ઝીણા  ઝણકારને  વધાવીને  બેઠી  છું. નક્કી છે આવશે, પણ ખાલી એ વાયદા, ક્યારનીયે મુજને  શણગારીને  બેઠી  છું.

  સરી  રહ્યો સથવારો  મમતાનાં  મેળામાં આજે  અજાણી,  પરાઈ બની  બેઠી   છું. જીવન  પ્રયાણમાં  ને  મંગલ માહોલમાં, હંસ  જાય ચાલ્યો,  પિંજર થઈ  બેઠી છું.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s