કાળા-ધોળા (પી. કે. દાવડા)


૧૯૭૨ સુધી તો હું લાર્સન એન્ડ ટુબરોમાં નોકરી કરતો હતો, ત્યારે ઈન્કમ-ટેક્ષ કપાઈને પગાર મળતો, એટલે બધી કમાઈ ઉજળી હતી. ૧૯૭૨થી સ્ટ્ર્કચરલ એંજીનીયર તરીકે પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી. એ સમયે કન્શટ્રકશન ઈંડસ્ટ્રીમાં Black and White નું ધોરણ 50-50 હતું. મને મારી ફીના ૫૦ ટકા રોકડામાં (એટલે કે બ્લેક મની) અને ૫૦ ટકા ચેકથી મળતા. આમ ૧૯૮૫ સુધી ચાલ્યું. ૧૯૮૫ માં મેં થોડા મિત્રો સાથે મળીને રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટમેંટનો ધંધો શરૂ કર્યો. આ ધંધામાં 60-40 નું ચલણ હતું. ૬૦ ટકા બ્લેક અને ૪૦ ટકા જ ચેકવાળા.

આમ ૧૯૯૩ સુધી ચાલ્યું. ૧૯૯૩માં મારી પાસે ૩૦ લાખ રૂપિયા રોકડા જમા થઈ ગયા. હું એ રૂપિયા સાચવવાથી કંટાળી ગયેલો. કાયમ પકડાઈ જવાનો ડર લાગતો.

૧૯૯૩ માં ચિદંબરમની સ્વેચ્છીક જાહેરાતની યોજના આવી. આ યોજનાની અંતરગત તમે તમારી કાળી કમાણીની રકમ ઉપર ૩૦ ટકા ટેક્ષ ભરી દો, તો તમને કોઈપણ સવાલ પૂછ્યા વગર, બાકીના પૈસા બેંકમાં જમા કરાવીને ચોપડે લેવાની છૂટ આપવામાં આવી હતી. મેં તરત નિર્ણય કરી લીધો. નવલાખ રુપિયાનો ટેક્ષ ભરી આ લફરામાંથી મુક્તિ મેળવી. છેક ૨૦૧૨માં અમેરિકા આવ્યો ત્યાં સુધી આનંદમાં રહ્યો.

અનિચ્છાએ પણ માણસ ભારતના અર્થતંત્રમાં કેવો ફસાઈ જાય છે, એની તકલીફ મેં વરસો સુધી જીલી છે. હવે ત્યાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો છે. દેશમાં લાંચરૂસ્વત અને ચૂંટણીની યંત્રણા આના માટે વધારે જવાબદાર છે.

મારા દિકરો-દિકરી શરૂઆતથી જ અહીં અમેરિકામાં નોકરી કરે છે, એટલે આમાંથી બચી ગયા છે.

કેટલીકવાર તમારી ઇચ્છા છતાં ભારતમાં પ્રમાણિક રહેવાનું શક્ય નથી. મોટા ભાગના કાયદેસરના કામો માટે પણ અધિકારીઓ લાંચ માગે છે. આને કેટલાક લોકોએ Speed Money નામ આપ્યું છે. કેટલાક લોકો કહે છે, If you can not fight them, join them. ભગવાન જાણે આમાંથી શું સાચું છે. મને હંમેશાં કાયદો તોડવાનો ડર લાગ્યો છે.

2 thoughts on “કાળા-ધોળા (પી. કે. દાવડા)

 1. આપની નીખાલસ વાતો ફરી ફરી માણવાનું ગમે છે
  ‘૧૯૯૩ માં ચિદંબરમની સ્વેચ્છીક જાહેરાતની …’અને પોતે કરી નહી તેથી પોરીઆ સાથે…
  યાદ આવે આપ્તવાણી
  પ્રશ્નકર્તા : એ આત્માનો ગુણ નથી. ભૂલથી કષાય કરી બેસે છે.
  દાદાશ્રી : આત્માની ભૂલ થાય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્મા તો પરમાત્મા જ છે. એ ભૂલ કરે જ ક્યાંથી ? અને આત્માની ભૂલ દેખાડનારા આપણે પાછા એના ઉપરી કે ભઇ, આત્માએ ભૂલ કરી ? આત્માએ ભૂલ કરી એ વાક્ય ‘ઇટસેલ્ફ’ કહે છે કે આત્માએ ભૂલ કરી ને આપણે ચોખ્ખા, ભૂલ વગરના !(?) આત્મા પોતે જ પરમાત્મા છે, પોતે જ વીતરાગ છે. એ તો સ્વરૂપનું ભાન થયું નથી એ આરોપિત ભાવ છે, કલ્પિત ભાવ છે,આત્માનું ભાન થવું તેને સમકિત અથવા સમ્યક્ દર્શન કહે છે. સમકિત નથી થયું કોઇ દહાડોય, જો તે થયું હોત તો અહીં બેસી રહ્યા ના હોત. સમકિત વગર ઘડીવાર અંતરશાંતિ રહે નહીં, મૂર્છામાં જ રહે. લગ્ન હોય ત્યારે મૂર્છિત થઇ જાય અને લગ્ન થઇ જાય પછી હતું તેનું તે, એને મોહનિદ્રા કહી.

  Liked by 1 person

 2. yes we realize your difficulty,
  i had very small experience of selling small house in below 8 lacks and got some money as two no. and i distributed some part in family and some part for monthly use.
  Being in service was getting always salary in bank. Then purchased small house where i made condition to accept by cheque only and some how it was accepted. But to my surprise for registration they were accepting only by CASH !!!.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s