ચારણી સાહિત્ય –૪ (ડો. અંબાદાન રોહડિયા)


ચારણી સાહિત્યમાં આતિથ્ય

ભારતીય સમાજમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ એમ કહેવાયું છે. માતા – પિતાનો મહિમા થાય એ તો સમજી શકાય એવી વાત છે, કેમકે બાળકના ઉછેરમાં માતા – પિતાએ સવિશેષ ભોગ આપ્યો હોય છે, તો તેમની ઉત્તરાવસ્થામાં બાળકની પણ ફરજ છે કે તે માતા – પિતાની સેવા કર, પરન્તુ અતિથિ માટે આટલો આદર એ તો ખરેખર આવકાર્ય અને અનુકરણીય છે, કેમકે તેની સાથે તો આપણો લોહીનો કે અંગત સંબંધ નથી. અતિથિધર્મ માટે ભક્તકવિ દુલા કાગ કહે છે કેઃ

‘એ જી તારાં આંગણિયે પૂછીને કોઈ આવે રે;

આવકારો મીઠો… આપજે,’

માણસને કોઈની પાસે હાથ લંબાવવાનું ગમતું નથી હોતું, પરિસ્થિતિવશ એ આંગણે આવે છે, એ સમયે એને ઉમળકાથી આવકાર આપવો એ આપણી લોક પરંપરા છે. સંપત્તિ કેટલી છે એ મહત્વનું નથી પણ સદભાવ હોવો જરૂરી છે અને એ ન હોય તો મેડી પણ મસાણ ગણાય.

“મે’માનોને માન, દલભરીને દીધા નંઈ;

 ઈ મેડી નહીં મસાણ, સાચું સોરઠિયો ભણે..’

વિશ્વની સઘળી સંપત્તિ મળે પણ તેની સાર્થકતા શું? જેમ ભોજન સુપથ્ય હોવું જોઈએ, અન્યથા અપચો થઈ જાય, તેમ ત્યાગીને ભોગવવામાં જ સુખ છે. ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે ‘તેન ત્યક્તેન ભુંજીથાઃ’ વસ્તુ તઃ તો સંસારીને ત્યાં તૈયાર થતાં ભોજનની શુધ્ધિ જ અતિથિ છે, ઘરબારી વ્યક્તિને ત્યાં મહેમાન આવે એ તો સદભાગ્ય ગણાયું છે. ઉજળા દિવસની એંધાણી જ અતિથિ ગણાતો. મને યાદ છે કે મારા દાદા ભોજન કરવા બેસે એ પહેલાં ચોરે કોઈ મહેમાન હોય તો તેમને બોલાવવા માટે અમને મોકલતા. આપણી આતિથ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે શેઠ સગાળશા, ચંગાવતી અને ચેલૈયો.

અતિથિધર્મની જેમ આશ્રયધર્મનું પણ એટલું જ મહત્ત્વ છે. કૃષ્ણને ગોકુળમાં આશ્રય આપનારા નંદરાજા તો કવિઓને મેરુ સમોવડ લાગ્યો છે. કવિ દાદ બે દુહામાં તેનો મહિમા વ્યક્ત કરાતાં કહે છે કેઃ

“આહીર કુળ અવની પર, હમીર નો હોત હયાત;

 (તો) દેવકીજીનો દીકરો, કંસને હાથે કપાત..૧

 ગોકુળ કેરે ગોંદરે, નો હોત નંદનો નેશ;

 (તો) જાદવ કેરું જગતમાં, ફૂટત નહીં ફરજંદ..૨”

આશ્રયદાતાના અકલપ્ય સંઘર્ષની આવી લોકકથાઓ આજે પણ સૌરાષ્ટ્રને ગામડે ગામડે મંડાતી રહે છે. ડાયરામાં કહેવાથી આવી લોકકથાઓ લોકસમાજમાં મૂલ્યનિષ્ઠ જીવનનો મહિમા વ્યક્ત કરે છે.

1 thought on “ચારણી સાહિત્ય –૪ (ડો. અંબાદાન રોહડિયા)

 1. દુલા ભાયા કાગની કવિતા ઘણાએ હૈયે વસાવી છે અને એનો ઉપયોગ જીવનમાં કરે છે.
  એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવે રે
  આવકારો મીઠો આપજે રે …
  એજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે
  બને તો થોડું કાપજે રે
  સૌરાષ્ટ્રમા ઘણી જગ્યાએ પૂછાય-‘ શું ચાલશે તમને ?શિરામણમાં બાજરાના રોટલા ,માથે માખણ કે તાંસળી ભરીને પહેલા શેઢા નું દૂધ ….અને રોંઢો તો બપોરે પડેલા રોટલાના ટુકડાને મરચા કે “સા “(ચા) સાથે લેશું અને એયને રાત્રે વાળું કરીને આંગણે ખાટલો ઢાળીને સુઈ જશું …
  ઉત્તરના સીમાડા સાચવતા બનાસકાંઠા અને સાબરકાંઠાની અલગ બોલી …અને દખ્ખણ બાજુ જાવ તો વલસાડની હાફૂસ અને ચીકુની વાડીઓ ,સુરતનો લોચો ,અને ઘારી ખાતા ખાતા આ તાપીની ધરતીની ગાળો પણ વિખ્યાત છે આવો અને નાસ્તો કરો ભાખરવડી અને લીલા ચેવડાનો ..

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s