વિવિધલક્ષી ધાતુ – સોનું (પી. કે. દાવડા)


સદીઓથી માણસના જીવનમાં અલગ અલગ કારણોને લઈને સોના પ્રત્યે જબરૂં આકર્ષણ છે. આમ તો સોનું તાંબા, જસત, અને લોખંડ જેવી ધાતુ જ છે, પણ એની ઉપલબ્ધી ઓછી હોવાથી એની કીમત અન્ય ધાતુઓ કરતાં વધારે છે. સોનાની વિશેષતા એ છે કે એને કાટ લાગતો નથી. વિશ્વભરમાં અલગ અલગ કારણોથી સોનાની ખપત છે. ભારતમાં કદાચ એની સૌથી વધારે માંગ છે. હવે આપણે સોનાના અલગ અલગ ઉપયોગ જોઈએ.

(૧) ઘરેણાં

ભારતમાં સોનાનો સૌથી વધારે ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે. સોનાની બંગડી અને મંગલસૂત્ર એ પરણેલી સ્ત્રીના સૌભાગ્ય ચિન્હો ગણાય છે. ગરીબમાં ગરીબ સ્ત્રી પણ આ બે ઘરેણાંની ઇચ્છા તો રાખે છે. હાલમાં હીરાનો વપરાશ વધ્યો છે, અગાઉ કોણે કેટલા સોનાના ઘરેણાં પહેર્યાં છે એના ઉપરથી એમની આર્થિક સ્થિતિનો અંદાઝ કરવામાં આવતો.

ઘરેણાં સિવાય સ્ત્રીઓની મોંઘી સાડીઓના ભરતકામમાં સોનાના તાર વપરાય છે. જો કે હાલમાં આવી સાડીઓ અતિ ધનાઢ્ય સ્ત્રીઓ જ પહેરી શકે છે.

(૨) મહેલો અને મંદિરોનો શણગાર

મહેલો અને મંદિરોની સજાવટમાં સોનાનો મોટો જથ્થો વપરાય છે. મૂર્તિઓ, મંદિરના દ્વાર, સિંહાસનો, પાદુકાઓ, મંદિરના ઘુમ્મટો વગેરેમાં સોનું મોટા પ્રમાણમાં વપરાય છે. એવી જ રીતે મહેલોની છત, સિંહાસનો, રાજમુગટો વગેરેમાં પણ ઘણું સોનું વપરાય છે.

(૩) ભેટ-સોગાદ

ઘણીબધી ભેટ-સોગાદની વસ્તુઓ, જેવી કે સિક્કા, મૂર્તિઓ, આર્ટવર્ક વગેરે સોનામાંથી બનાવવામાં આવે છે.

(૪) ધનસંચય

ધનની ફુગાવા સામેની સુરક્ષા માટે સોનું સૌથી વધારે સારૂં સાધન છે. રોકડા રૂપિયાની ખરીદ શક્તિ સમય સાથે ઘટે છે, જ્યારે સોનાની ખરીદ શક્તિમાં કોઈ ફરક પડતો નથી. ઘણાં લોકો પોતાના સંચિત ધનનો અમુક હિસ્સો સોનામાં રાખે છે.

(૫) સોનું ચલણ તરીકે

વ્યહવારમાં સોનું ચલણ જેટલું જ ઉપયોગી છે. કોઈપણ જગ્યાએ તમે બજાર ભાવે સોનું વેંચી, એને રોકડા રૂપિયામાં ફેરવી શકો છો. દુનિયાના કોઈપણ દેશમાં તમે સોનાને ત્યાંના ચલણમાં ફેરવી શકો છો.

(૬) ધન સંગ્રહમાં સગવડ

મોટા પ્રમાણમાં કાગળની નોટો સલામત રીતે સંઘરવા માટે ઘણી મોટી જગાની જરૂર પડે છે. એટલી જ કીમતનું સોનું એનાથી ઘણી નાની જગ્યા રોકે છે.

(૭) કાળું નાણું

નોટબંધી જેવા હાદસામાંથી બચવા ઘણાં લોકો પોતાનું કાળું નાણું સોના તરીકે જ સંગ્રહે છે. જરૂર પડે ત્યારે એને ચલણમાં ફેરવે છે.

(૮) ખેડુતોનું બફર

ગામોમાં બેંકોની સગવડ ન હોવાથી ખેડુતો જે વરસે પાક સારો થાય, એ વખતે વધારાની રકમ ખરાબ સમય માટે સાચવી રાખે છે. કાચા ઘરો હોવાથી નોટો સાચવવાનું શક્ય નથી, એટલે એ વધારાની રકમનું સોનું ખરીદી, ઘરની દિવાલોમાં કે જમીનમાં સંતાડી રાખે છે, અને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે છે.

(૯) દાંત રીપેર કરવા સોનું

અત્યાર સુધી દાંતમાં થયેલા સડાને કોતરી કાઢી એના પોલાણમાં સોનું ભરવામાં આવતું. હવે એમાં સિંથેટીક મટીરીયલ ભરવામાં આવે છે. દાંત ઉપર બેસાડવાની કેપ્સ, બ્રીજીસ વગેરે પણ સોનાના બનાવાતા.

(૧૦) દવાઓમાં સોનું

અગાઉ વૈદો સોનાની ભસ્મ, સોના વરખ વગેરે દર્દોના ઉપચાર તરીકે વાપરતા. એલોપથીમાં પણ Mycrisine નામના ઇંજેક્શનમાં સોનું વાપરવામાં આવે છે.

(૧૧) ઇલેક્ટ્રોનિક સાધનોમાં સોનું

ઈલેક્ટ્રોનિક સાધનોમાં ખૂબ નાની જગ્યામાં Itched circuit દ્વારા વિદ્યુતપ્રવાહ મોકલવામાં આવે છે. આ સર્કીટમાં જરાપણ કાટ લાગે તો સર્કીટ કામ ન કરે. અત્યાર સુધી આ કામ માટે સોનાને શ્રેષ્ઠ માનવામાં આવ છે. અવકાશયાનોમાં પણ યંત્રોમાં સોનાનો ઉપયોગ થાય છે.

(૧૨) ઓપ ચઢાવવામાં સોનાનો ઉપયોગ

ચાંદી કે અન્ય ધાતુઓ ઉપર ઈલેક્ટ્રો પ્લેટીંગ પ્રક્રીયાથી સોનાનો ઓપ ચઢાવવામાં આવે છે, જેથી એ વસ્તુઓ સોનાની છે એવું લાવે.

(૧૩) ચંદ્રકો અને યાદગીરીના સિક્કાઓ

હરિફાઈના વિજેતાઓ માટે સોનાનું ચંદ્રક પ્રથમ ઇનામ ગણાય છે. ખાસ ખાસ પ્રસંગોએ સરકારો, કંપનીઓ કે શ્રીમંતો ખાસ યાદગીના સિક્કાઓ બનાવવામાં સોનું વાપરે છે.

આ સિવાય પણ સોનાના બીજા અનેક ઉપયોગો હોઈ શકે. કોઈપણ વાતમાં ઉત્તમતા દર્શાવવા ૧૦૦ ટચના સોના જેવી કહી એને પ્રમાણિત કરવામાં આવે છે.

3 thoughts on “વિવિધલક્ષી ધાતુ – સોનું (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ સોના અંગે ઘની જાણકારી આપી
  नमामि देवं सकलार्थदं तं सुवर्णवर्णं भुजगोपवीतम्ं। गजाननं भास्करमेकदन्तं लम्बोदरं वारिभावसनं च॥
  સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: ઑરમ્ ). સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.
  આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી
  સોના પર જીવ-જંતુઓની પણ કોઈ અસર થતી નથી. એટલે જ દાંતના ડૉક્ટર, તૂટી ગયેલા કે સડી ગયેલા દાંતોને ઠીક કરવા કે પછી નવા દાંત લગાવવા સોનાનો ઉપયોગ કરે છે. હાલના વર્ષોમાં, સર્જરીમાં પણ સોનું બહુ ઉપયોગી સાબિત થયું છે. જેમ કે, સોનાથી મઢેલા સ્ટૈંટ્‌સ, એટલે કે તારની બનેલી નાની નાની ટ્યુબ શરીરની અંદર લગાવવામાં આવે છે. જેથી, ખરાબ થઈ ગયેલી નસો અને ધમનીઓને મજબૂત કરી શકાય.આજે સોનાનો ઉપયોગ
  સારી કૉમ્પેક્ટ ડિસ્કમાં સોનાનું પાતળું પડ લગાવવામાં આવે છે
  સોનાનો વરખ અંતરિક્ષયાનમાં ઉપયોગમાં લેવાય છે.સોનું માઈક્રોચિપ્સ બનાવવામાં વપરાય છે
  સોનાનું પાણી ચઢાવેલા તારમાંથી વીજળી પસાર થઈ શકે છે.एकेनापि सुवर्ण पुष्पितेन सुगन्धिता। वसितं तद्वनं सर्वं सुपुत्रेण कुलं यथा॥

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s