ગીતા (મારી સમજ) – ૬ (પી. કે. દાવડા)


કર્મ સન્યાસ યોગ

ગીતાના પાંચમાં અધ્યાયમાં કર્મ-સન્યાસયોગની સમજ આપવામાં આવી છે. કર્મ-સન્યાસનો શબ્દાર્થ પકડીએ તો એમ સમજાય કે કંઈપણ કરવાથી દૂર રહેવું, કંઈપણ ન કરવું. માણસ માટે આ કેવી રીતે શક્ય છે? જોવું, સાંભળવું, શ્વાસ લેવો, જમવું, નહાવું-ધોવું, આ બધા એક પ્રકારના કર્મ જ છે. આમાંના કેટલાક કર્મ ઉપર તો આપણું નિયમન અશક્ય છે. શ્વાસ તો લેવો જ પડે, ખોરાક તો લેવો જ પડે. ગીતા આવા કર્મોમાંથી સન્યાસ લેવાનું નથી કહેતી.

સુરેશ દલાલ કહે છે કે ગીતા કર્મનો ત્યાગ કરવા નથી કહેતી, કર્મમાં ત્યાગ કરવા કહે છે. ઘણાં લોકો કહે છે ગીતા સમજવી અઘરી છે. હું કહું છું કે અઘરી કરતાં મુંજાઈ જઈએ એવી છે. આ અધ્યાયની જ વાત લો. કર્મ સન્યાસ એટલે શું? વિનોબા ભાવે એક સરસ ઉદાહરણ આપે છે. તમારી વાતથી નારાજ થઈ એક જણ ગુસ્સામાં તમને ગાળો આપવા લાગ્યો. થોડા સમય પછી એ જ વાત તમે બીજા પાસે કરી. એ પણ નારાજ થયો, અને એણે તમારી સાથે બોલવાનું બંધ કરી દીધું. ગીતા કહે છે કે આ બીજા માણસે કર્મ સન્યાસ લીધો નથી. એના મનમાં તમારા પ્રત્યે ગુસ્સો છે, માત્ર એ વ્યક્ત કરવાની પધ્ધતિ અલગ છે. ગીતા કર્મની વાતમાં પણ મન અને શરીરને અલગ કરીને જોવાની ના પાડે છે.

મનુષ્યે પ્રત્યેક કર્મ, માત્ર પોતાના લાભ માટે જ ન કરવા જોઈએ. એના થોડા કર્મોનો લાભ અન્ય લોકોને થવો જોઈએ. માણસ કંઈ ફળ મેળવવાની લાલચ વગર કોઈ સત્કર્મ કરે તો એને કર્મ-સન્યાસ કહી શકાય. માત્ર પોતાના ફાયદા માટે જ કરેલા કર્મોથી, એક પ્રકારનો રાગ, એક પ્રકારનો મોહ ઉત્પન થાય છે. મોહની કોઈ સીમા નથી. એનો અતિરેક ક્યારેક સર્વનાશ તરફ લઈ જાય છે. બીજું કંઈ નહિં તો પણ આપણે એવા કર્મોના ગુલામ થઈ જઈએ છીએ. આવા કર્મોમાંથી જન્મેલી વાસનાઓથી આપણે બંધાઇ જઈએ છીએ.

સામાન્ય માણસ માટે સંપૂર્ણપણે કર્મ-સન્યાસ શકય નથી. એને જીવતા રહેવા કંઈક તો પોતાના હિતમાં કરવું પડે છે. ગાંધીજી કે વિનોબા જેવા કર્મયોગીઓ પોતે ભલે પોતાના લાભાર્થે કોઈ કાર્ય ન કરતા હોય, પણ એમની જરૂરિયાતો એમના અનુયાયીઓ પુરી કરતા હોય છે. જો એમ ન થાત, તો તેઓ પણ Part Time કર્મયોગી હોત. ગાંધીજી માટે એકવાર સરોજીની નાયડુએ કહ્યું હતું, “ગાંધીજીને ગરીબ રાખવાનું આ ગરીબ દેશને પરવડે એવું નથી.” આની પાછળ ગાંધીજીનું કર્મ-સન્યાસ ટકાવી રાખવા પાછળ અનેક માણસોના કર્મોનો ફાળો હતો એમ ફલિત થાય છે. ગાંધીજીની અને એમની જરૂરિયાતોની સંભાળ રાખવા સશક્ત માણસોની ફોજ હતી.

આજના સંદર્ભમાં, કોઈ વ્યક્તિ સમાજમાં રહી અને પોતાની જરૂરત કરતાં વધારેનું વળતર સમાજના સત્કાર્ય માટે પરત કરે તો એને કદાચ કર્મ-સન્યાસ વાળો કહી શકાય. કારણ કે એના બધા કર્મો એના અંગત સ્વાર્થ માટે નથી. જે કર્મોમાં એનો સ્વાર્થ નથી, જેમાં એની અનાશક્તિ છે, એ કર્મો કદાચ કર્મ-સન્યાસની વ્યાખ્યામાં તંતોતંત નહિં તો એની ખૂબ નજીક તો છે. આવા પ્રકારના કર્મ-સન્યાસ યોગને સમજવા આપણે મન અને ઈન્દ્રીયોનો વિચાર કરવો પડશે.

કર્મ ઈન્દ્રીયોવડે થાય છે, પણ ઈન્દ્રીયો મનના નિર્દેશ પ્રમાણે વર્તે છે. તમારા મનમાં જો ત્યાગવૃતિ હશે, તો જ કર્મ-સન્યાસ શક્ય બનશે. મન અને ઈન્દ્રીયો વચ્ચેનો સંબંધ અટપટો છે. મન ઇન્દ્રીઓના આકર્ષણને વશ થાય છે, કે ઇન્દ્રીયો મન કહે એ પ્રમાણે વર્તે છે? પહેલાં મરધી કે પહેલાં ઈંડું? બસ આનો ઉકેલ મળી જાય તો ગીતા સમજવી સહેલી પડે. અહીં એટલું ઉમેરવું પડે કે કેટલીક ઇન્દ્રીયો અમુક અંશે સ્વતંત્ર રીતે વર્તે છે. શ્વાસ લેવાની ક્રીયા, પાચનક્રીયા, કાનથી સાંભળવાની ક્રીયા વગેરે વગેરે. આ કર્મોમાં હું કરૂં છું એવી ભાવના નથી. બસ આમ જ અન્ય સારા કર્મો કરવાની આ વાત છે.

આ અધ્યાયમાં બીજી એક અગત્યની વાત જગત પ્રત્યે જોવાની દૃષ્ટીની કરી છે. પોતાના કે પારકાના બેદભાવ વગર સમદૃષ્ટીની વાત કરી છે. આ વાતને નરસિંહ મહેતાએ “વૈશ્ર્ણવ જન તો તેને રે કહીએ” માં દોહરાવી છે. સુખ બહારથી મળતું નથી, એ તમારા અંતરમાં છે. માણસ માણસ વચ્ચે ભેદભાવ કરવાની પ્રક્રીયા પણ દુખનું એક કારણ છે. આવી અનેક વાતો ગીતાએ આ અધ્યાયમાં કહી છે. આવી જ વાતો બીજા ધર્મોમાં પણ કહેવાઈ છે. અનેક ફીલોસોફરોએ પણ આ જ વાતો કરી છે. શંકા કુશંકા પણ દુખનું કારણ બને છે. આમ પાંચમાં અધ્યાયમાં દુખના કારણરૂપ કર્મોની વાત છે અને એનાથી સન્યાસ લેવાની વાત છે.

2 thoughts on “ગીતા (મારી સમજ) – ૬ (પી. કે. દાવડા)

 1. ‘ કેટલીક ઇન્દ્રીયો અમુક અંશે સ્વતંત્ર રીતે વર્તે છે. શ્વાસ લેવાની ક્રીયા, પાચનક્રીયા, કાનથી સાંભળવાની ક્રીયા વગેરે વગેરે. આ કર્મોમાં હું કરૂં છું એવી ભાવના નથી. બસ આમ જ અન્ય સારા કર્મો કરવાની આ વાત છે.’
  સરળ રીતે સમજાવ્યું ગીતા રહસ્ય

  Like

 2. very nicely said:
  “મનુષ્યે પ્રત્યેક કર્મ, માત્ર પોતાના લાભ માટે જ ન કરવા જોઈએ. એના થોડા કર્મોનો લાભ અન્ય લોકોને થવો જોઈએ. માણસ કંઈ ફળ મેળવવાની લાલચ વગર કોઈ સત્કર્મ કરે તો એને કર્મ-સન્યાસ કહી શકાય.”
  recently govt. has made rule for industrialist to invest money for social welfare.

  …again Gita explained nicely contradictory how harmful it is to individual and society at large:
  “માત્ર પોતાના ફાયદા માટે જ કરેલા કર્મોથી, એક પ્રકારનો રાગ, એક પ્રકારનો મોહ ઉત્પન થાય છે. મોહની કોઈ સીમા નથી. એનો અતિરેક ક્યારેક સર્વનાશ તરફ લઈ જાય છે. બીજું કંઈ નહિં તો પણ આપણે એવા કર્મોના ગુલામ થઈ જઈએ છીએ. આવા કર્મોમાંથી જન્મેલી વાસનાઓથી આપણે બંધાઇ જઈએ છીએ.”

  great example to follow karma sanyas :
  “અહીં એટલું ઉમેરવું પડે કે કેટલીક ઇન્દ્રીયો અમુક અંશે સ્વતંત્ર રીતે વર્તે છે. શ્વાસ લેવાની ક્રીયા, પાચનક્રીયા, કાનથી સાંભળવાની ક્રીયા વગેરે વગેરે. આ કર્મોમાં હું કરૂં છું એવી ભાવના નથી. બસ આમ જ અન્ય સારા કર્મો કરવાની આ વાત છે.”

  t
  This Chapter is very useful for Humanity:
  “આમ પાંચમાં અધ્યાયમાં દુખના કારણરૂપ કર્મોની વાત છે અને એનાથી સન્યાસ લેવાની વાત છે.”
  you made it super simplified this complicated concept at last.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s