ભાવિન અધ્યારૂની કટાર – ૬


મેરેજ બ્યુરો થી મિટિંગ પ્લેસ: જીવનસાથીની છે કોઈ ફોર્મ્યુલા?

એક પેડ હમને પ્યાર કા મિલ કે લગાયા થા કભી, આતે જો ફલ તો ઠીક થા, જો ના ફલે તો ના સહી! 

કુછ ના હુએ તો ના સહી, ના બને તો ના સહી, ના મિલે ના સહી, કુછ ના રહે તો ના સહી! 

– ઈર્શાદ કામિલ

 

થોડા વર્ષો પહેલાની વાત છે, થિયેટરમાં રજનીકાંતના જમાઈ ધનુષની પહેલી હિન્દી ફિલ્મ ‘રાંઝણા’ ચાલી રહી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર એવો તમિલીયન બ્રાહ્મણ પંડિતનો છોકરો એવો કુંદન શંકર એક ટિપિકલ બનારસિયો છે,જે બહુ ભણ્યો નથી પણ ફિતરતથી એ બહુ જ પ્રામાણિક. એમ પણ નાના ગામ-શહેરના લોકોના બહુ લિમિટેડ ગણિત હોઈ એ લોકો એટલા ગણતરીબાજ નથી હોતા. કુંદન શિવજીનો પાક્કો ભક્ત,એક દિવસ આ દિલફેંક કુંદનને એક નમાજ પઢતી હમઉમ્ર મુસ્લિમ છોકરી ઝોયા ગમી જાય છે અને પછી તો એને એના પર બધું જ કુરબાન કરવા તૈયાર એવી ફ્રેન્ડ બિંદીયા પણ ન દેખાઈ. સ્કુલમાં નવમાં ધોરણમાં આવતા આવતા તો પેલી ઝોયાના હાથે પૂરી તેર થપ્પડ ખાઈ ચુકેલો નંદન અસ્સી ઘાટ પર ઝોયાને મળે છે. ઝોયાને જયારે ખબર પડે છે કે કુંદન તો હિંદુ છે એટલે એ તરત જ આગળ મળવાની ના પાડી દે છે. પછી સર્જાય છે એક એવી લવ સ્ટોરી કે જે બંનેની જિંદગીઓ પલટી નાખે છે!

થીયેટરમાં ધીમે ધીમે સમય જતા પેલી ઝોયાના અલગ અલગ રંગ રૂપ,સ્વભાવ,વિચારો રજુ થતા જાય અને એક એક પ્રેક્ષકોના દિલોદિમાગમાં ઝોયા માટે સખત નફરત અને ગુસ્સો ફરી વળે છે! પછી તો ઝોયા દિલ્હી જઈ આગળ ભણે છે,એક્ટિવિસ્ટ બને છે અને જસજીત નામના એક પંજાબી છોકરા સાથે ઈશ્કમાં પણ પડે છે જેના માટે એ એને મુસ્લિમ માનવા અને બનાવવા પણ તૈયાર હોય છે. જસજીત પણ પાછળથી ઝોયાના લીધે જ એના ઘરના લોકોના લીધે જ મૃત્યુ પામે છે,અને પછી શરુ થાય છે આ છોકરીની પોલિટિક્સની સફર! બહુ બધા ટ્વિસ્ટ અને ટર્ન સાથે આ વાર્તા આગળ વધે છે પણ આખી ફિલ્મમાં કુંદનનો ઉપયોગ ઝોયા કોઈ સેનિટરી પેડની જેમ કરતી રહે છે અને ઉપયોગ કરી ફેંકતી રહે છે.

સવાલ એ છે કે છોકરીઓ જ્યારે યુવાવસ્થાએ પહોંચે ત્યારે તેને આટલું મહત્વ,આટલી કાળજી અને સતત અટેન્શન મળતા જ રહે છે એટલે એ આમ સતત આપખુદ નિર્ણય લેતી અને બીજાની જિંદગીના રિમોટ કંટ્રોલ પોતે રાખતી થઇ જાય છે? જો નહિ,તો પછી છેક સ્કુલના દિવસોથી જ કેમ છોકરીઓ પરિક્ષાના ખંડથી સાસરાનાં રસોડા સુધી સતત દાદાગીરી કરી પોતાનું ધાર્યું કામ કઢાવી શકે છે? ફિલ્મ ઓમકારાના એક ગીતમાં ગુલઝાર સાહેબ કહે છે એમ ‘નૈનો કી મત માનિયો રે,નૈનો કી મત સુનિયો. નૈના ઠગ લેંગે’.

છોકરાઓ કાયમ ગર્લફ્રેન્ડ કે પત્ની માટે કુલી,બોડીગાર્ડ,ચોર,સિપાહી,ધોબી,કામવાળા વગેરે વગેરે બધા જ રોલ નિભાવતા જ રહે છે. ના,અહીં વાત છોકરીઓને ઉતારી પાડવાની કે નીચા દેખાડવાની સહેજ પણ નથી. વાત છે ખુમારી અને સેલ્ફ રીસ્પેક્ટની. જ્યારે કોઈ નીચા ઉતરતા કામ માટે કે ફક્ત પોતાના ફાયદા માટે છોકરાનો ઉપયોગ કરી લેવો,પછી એને ડિચ કરવો યા તો લગ્ન પહેલા ‘હજુ મને તારી સાથે લગ્ન કરું એટલો પ્રેમ નથી થયો કે પછી તું અમુક તમુક રકમ કમાતો થા પછી જ તારું એક સ્ટેટસ કહેવાય’ જેવા વિવિધ બહાનાઓ થી સંબંધ તૂટે ત્યારે એ કોનો વાંક કહેવાય? કેમ છોકરીઓને કાયમ એક સહજતાથી ડિફોલ્ટ ધોરણે સોફ્ટકોર્નર મળે, બેનેફિટ ઓફ ડાઉટ મળે?

ઓકે, તો પછી જયારે ૨૫ વર્ષે ગુજરાતી ઘરોમાં લગ્ન માટે પ્રેશર કરવાનું શરુ કરી દેવામાં આવે, સિંગલ હોવું એ પાપ છે એવું કહેવાનું ચાલુ થઇ જાય (આપણે ત્યાં તો સેકન્ડ ચાઈલ્ડ માટે પણ આવો જ આતંક શરુ થયો છે!), ત્યારે એ અલ્ટીમેટ જીવનસાથી શોધવા માટેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોય છે કે નહી? કોઈને જાહેરાતમાં ‘નિર્દોષ છુટ્ટાછેડા’ લખવું છે (આજ સુધી ખબર નથી પડી કે આ ‘નિર્દોષ છુટ્ટાછેડા’ કઈ બલા હોય? કોઈને ‘ફેર એન્ડ હેન્ડસમ’ છોકરો કે ‘ફેર’ છોકરી જ જોઈએ છે. H1B વિઝા કે ગ્રીનકાર્ડની ડીલ અને સપ્તપદીને કંઈ લાગે વળગે? કોઈ અંગ્રેજી મેટ્રિમોની એડમાં બિન્દાસ કહેવામાં આવે છે કે ‘માવડિયો’ છોકરો ન જોઈએ! વાત એમ છે કે શું લગ્ન આમ ‘સેટિંગ’ થી જ થાય? શું જોડીઓ આમ કાકી-મામી-માસીનાં રેફરન્સ થી જ બને? આજે તો લવ મેરેજને એલિયન નથી માનવામાં આવતા પણ છતાં જયારે કોઈ ૨૦૧૭ માં પણ લવ મેરેજ કરે ત્યારે સૌરાષ્ટ્ર કે ઇવન ગુજરાત બેલ્ટમાં પણ લોકો બંને પાત્રની જ્ઞાતિઓ તો જોઈ જ લે!

ઘર ચલાવવા સરકારી નોકરી – ઘરનાં મકાન અને જ્વેલરી હોય એ બધા ક્રાઈટેરિયા જૂનાં થયા પણ જો છોકરો છોકરી એકબીજાને પસંદ કરે, એનું ટ્યુનિંગ અલ્ટીમેટ હોય પછી એને કોઈ આવી ‘સેટ બિઝનેસ ડીલ’ ની પડી નથી હોતી! એમ પણ સુખી લગ્ન જીવનની કોઈ સેટ ફોર્મ્યુલા નથી. તમારું લાઈફ પાર્ટનર એ સોલમેટ જ હોય એવું ક્યાં કોઈ અભયવચન છે? કોમ્પ્રોમાઈઝ અને એડજસ્ટમેન્ટ તો કરવા જ પડે છે, પણ એવું નથી લાગતું કે સોશિયલ સ્ટેટસમાં રહેવા દેખાડા કરતા કોઈ કપલ કરતાં પોતાની નાની દુનિયા બનાવીને કાયમ ખુશ રહેતા બે લવર્સ શું ખોટા?

એમ પણ ૧૦ મિનીટ માટે થતી પેલી શોર્ટ મીટીંગમાં શું ખબર પડી જતી હશે? શોખ-આવડત અને એકાદ બે વસ્તુઓનાં ટેસ્ટ વિષે થતી વાતો પર થી શું ખબર પડી જાય કે એ વ્યક્તિ તમારા માટે પરફેક્ટ પાર્ટનર નીવડશે કે કેમ? ફિલ્મ ‘સોચા ન થા’ જોઈ હશે તો ખ્યાલ હશે, ફિલ્મમાં બે પાત્ર એકબીજાને આમ મળે છે અને રિજેક્ટ કરી દે છે અને પછી એક ટ્રીપ પર મળે છે અને નવેસર થી એકબીજાને જોઈ, સાથે રહીને સમજે છે કે કોઈ એવો સ્પાર્ક છે જે બંનેને એકબીજા માટે ક્રેઝી બનાવવા પુરતું છે!

લગ્ન પછી જો પઝેસિવનેસ, ડાઉટ, અને હસબન્ડને કંટ્રોલમાં રાખી નેગિંગ નેચર જ રાખવો હોય તો મેરેજ બ્યુરોનાં નાટક શા માટે? તમારે નક્કી કરવાનું છે કે પતિ કે પત્ની જોઈએ છે કે કોઈ સુપર માર્કેટમાં જઈને કોઈ ફર્નિચર લેવું છે? તમારા લાઈફ પાર્ટનરને તમારે દરરોજ જોવાનું છે, એની માંદગી થી એનાં સેલિબ્રેશનમાં પડખે રહેવાનું છે! જો એકબીજામાં પોતાનું કમ્ફર્ટ અને કહ્યા વગર જ સમજી શકવાની ટેલિપથી આવી જાયને પછી ક્યાં કોઈ મેરેજ બ્યુરોનાં પગથિયા ચઢવા પડે છે? આઇડિયલ હસબન્ડ કે આઈડિયલ વાઈફ જેવું દુનિયામાં કંઈ હોતું નહતી, એકબીજાને મોકળાશ, સન્માન અને પ્રેમ આપીને એકબીજાની નજરમાં એ લવ ક્રિયેટ કરવો પડે છે, આઈડિયલ તો બધું આપોઆપ બની જતું હોય છે!     

ડેઝર્ટ:

कर्येषु दासी, कर्णेषु  मंत्री, भोजेषु माता, शयनेषु रंभा, क्षम्येशु धारित्री, रूपेषु लक्ष्मी, सत्कर्म युक्ता, कुलधर्म पत्नी!  – આવું કંઈ હોતું નથી, આમાં થી બે ચાર ગુણ આજકાલ પતિઓ એ પણ કેળવવા પડે છે, પત્નીઓ એ કંઈ હોલસેલ કોન્ટ્રાક્ટ નથી લીધો હોતો, બાકી કેટલાક પતિઓ આ દરેક ગુણ આખી જિંદગી બધે શોધતા જ રહી જાય છે!

3 thoughts on “ભાવિન અધ્યારૂની કટાર – ૬

 1. સાંપ્રતસમયની સમસ્યા-મેરેજ બ્યુરો થી મિટિંગ પ્લેસ: જીવનસાથીની છે કોઈ ફોર્મ્યુલા?લેખમા શ્રી ભાવિન અધ્યારૂએ ઘણી નવી વાત પર પ્રકાશ પાડ્યો તેમા ‘…પેડ હમને પ્યાર કા…’ થી ‘ઝોયા કોઈ સેનિટરી પેડની જેમ…’ !
  હા..જયારે વ્યકિતને લાગે છે કે તેને કોઈ પ્રેમ કરતું નથી ત્યારે તે અનુભવે છે કે તે તેને લાયક નથી તે આત્મવિશ્વાસ અને આત્મસન્માનના નીચામાં નીચા સ્તરે પહોંચે છે. ચારેકોર અંધકાર જ અંધકાર દેખાય છે.તેને કહેવામાં આવ્યું ‘હજી પણ સમય છે બધું બદલાઈ શકે છે. તમે સુખમય જીવન જીવી શકો છો કારણ પ્રેમ બધું જ બદલી નાખે છે. તમારે ફરીથી એક બીજાને પ્રેમ કરતા શીખવું પડશે.’ અને છુટાછેડાની અણીએ આવેલા લગ્નો પણ પુન:લાગણીથી ધબકતાં થઈ શકે છે.
  .
  .
  જેવી વાત હવે રહી નથી!

  Like

 2. બહુ સુંદર લખ્યું છે, પણ, ખરી વાત એ પણ છે કે ૧૦-૧૫ મીનીટની મીટીંગમાં બધી ખબર ન પડે એ સાચું, પણ ૨૨-૨૫ કે ૨૭ ની ઉંમર હોય, ત્યારે બ્ન્નેના મનમાં ફુલગુલાબી સપનાઓ હોય છે, દુનિયાની બહુ ખબર નથી હોતી એટલે જેમ સ્ટોરમાં જઈએ અને કોઈ સરસ મજાના અફલાતુન પેકીંગવાળી વસ્તુ ફટાફટ લઈ લઈએ , તેમ, આ ૧૦-૧૫ મીનીટ હોય કે વધારે પણ બન્ને જણાં એકમેકને ઈમ્પ્રેસ કરવા તો માંગતાજ હોય છે, એટલે ત્યારે જે પણ નિર્ણય લઈ લેવાય એ નિર્ણયની યથાર્તાની તો ભવિષ્યમાંજ ખબર પડે.

  Like

 3. DATING DATING DATING 6 MONTHS OR ONE DAY. BUT AFTER DATING EACH OTHER DECIDED WE ARE OK FOR EACH OTHER. THAN MARREIED, BUT AFTER MERRAIGE RESPECT EACH OTHER/ WORK TO GETHER HOME WORK. TAKE RESPONSIBILITY TO GETHER MOST OF WOMEN TO DAY IS WORKING. ONE SURVEY OF DELHI UNIVERSITY 60% WOMEN BETTER PERFORMATION IN STUDY & WORK. SO IF YOU WANT WIFE INCOME FOR GOOD FAMILY RESPECT HER, CO-OPERATE-ADJUST. EACH OTHER. CHANGE TIME NOW & 25 YRS AGO.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s