ચારણો અને ચારણી સાહિત્યનો ઊંડાણથી અભ્યાસ કરીને તેને વિદ્વાનો, મર્મજ્ઞો અને ભાવકો સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરનારા ચારણેતર વિદ્વાનોમાં મેઘાણીની સાથે જ સગૌરવ સ્થાન પામે તેવું ધન્ય નામ છે જયમલ્લ પરમાર. મેઘાણીએ કંડારેલી કેડીએ ચાલનારા આ વિદ્વાને પોતાની મૌલિક સૂઝ – બૂઝથી આ ધારાની મહત્તા અને મર્યાદાઓને સમાજ સમક્ષ મૂકી છે, એટલું જ નહીં આ ધારાના સાહિત્યનું સંશોધન, સંપાદન અને પ્રકાશન “ઊર્મિ નવરચના”ના માધ્યમથી કરીને એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે, એ દૃષ્ટિએ મેઘાણીથી એ એક પગલું આગળ ચાલ્યા છે.
મેઘાણીને યુગ ચારણ કહેનાર વિદ્વાનો જયમલ્લ પરમાર, દર્શક, કાકાસાહેબ કાલેલકર અને અનિરૂધ્ધ ભટ્ટનું માનવું ચે કે ચારણ તો સત્યનો ઉપાસક છે અને એ કાર્યને યોગ્ય રીતે નીભાવે એ ચારણ. આમેય લોકપરંપરામાં “ગાય વાળે તે અરજણ” એ માન્યતા દૃઢ પણે સ્વીકૃતિ પામેલી છે. આવા ચારણત્વને પારખનાર જયમલ્લ પરમાર નોંધે છે કે, “પાંચ હજાર વર્ષથી ચારણ ભારતીય સંસ્કૃતિના પ્રવક્તા અને રક્ષક તરીકે ઊભો છે, પણ અસ્પૃશ્ય નહીં, સમાજજીવનના સંધર્ષોમાં સદૈવ હોમાતો રહ્યો છે. આ સંઘર્ષમાંથી સાહિત્ય નિપજાવતો વેદકાળ, પુરાણકાળ અને મધ્યકાળ સુધીના એ સંસ્કૃત ભાષામાં વહી રહેલા પ્રબંધસાહિત્યમાં અને ડિંગળી તથા વ્રજભાષાની સાહિત્ય – સરિતાની છોળો છલકાવે છે.
જયમલ્લ પરમાર ચેતવણી સૂર પણ પ્રગટાવે છે કે, “રાજપૂતો ચારણો માટે અને ચારણો રજપૂતો માટે જ હોય તો બાકી સમાજને એ બે સાથે કોઈ સંબંધ રહેતો નથી, પણ એ બન્ને મળીને બાકીના સમાજ માટે જીવતા હોય તો એમાંથી જ સમર્પણની સુવાસ મહોર્યા કરે. એમાંથી જ ઓઢણાની લાજનો સંસ્કાર પેદા થાય… મારા મતે ઉદય થતાં યુગના પિંગળશીભાઈ પહેલા સંસ્કારમૂર્તિ લોકકવિ હતા.
એ અંગ્રેજી હકુમત વખતે ગાંધીજીની વાતને સમજીને તેને નિરક્ષર લોકસમાજ સુધી પહોંચાડવાનું કાર્ય કવિ શ્રી દુલા કાગે, “મોબીડો મારો સો સો વાતુંનો જાણનારો”, “દેશ તમે જો જો ગાંધીજીની દીકરી” કે “એને રે દુખે મોહન મારો દૂબળો” જેવી રચનાઓ ખૂબ જ લોકાદર પામી હતી. વિનોબાની ભૂદાન ચળવળમાં જોડાઈને પોતે દાન તો આપે જ પણ વિનોબાની બાવની બનાવીને તેને ગામે ગામે પ્રસરાવે એવા ભક્તિ કવિ કાગને ખબર પડે કે જામનગર રાજ્યમાં કંટ્રોલની પ્રથા શરૂ થઈ છે, મહારાણી ગુલાબકુંવરબાએ મહેમાનોને રસોડે માપબંધી શરૂ કરાવ્યાની વાત સાંભળતા કવિએ કહ્યુઃ
“આંગણે આવે કોઈ અતિથિ, તો ચોપડામાં માગે સઈ;
લાખપતિ અને ભૂપતિ ખાતા, દ્વાર ડેલીના દઈ…૧
રાણી જોખે દાળ ચોખા, એના ડાપણની વાતુ થઈ;
અન્ન નો’તા ત્યારે માંસ દ્તી, નિજ ભારતી ભૂલી ગઈ…૨”
સ્વરાજ આવ્યા પછી ખાદીધારી ઠગોના હાથમાં આવેલા વહીવટમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી, તેમાંયે રેશનીંગના ઘઉંમાં આખ ભેળવીને લોકોને અપાયાની જાણ થતાં કવિએ લખ્યું કેઃ
“તાણિયાં તિલક ખોટનાં, કાળા વાણિયાના વેપાર;
અંગ સેવાનાં ઓઢણાં ઓઢ્યા, કાળજામાં કટાર…”
જયમલ્લભાઈનું સ્પષ્ટ માનવું હતું કે, “ચારણને સમજવા તો સમભાવ કેળવવા સિવાય ચારણી સાહિત્યના મૂલ્યાંકન નહીં થઈ શકે,
‘સ્વરાજ આવ્યા પછી ખાદીધારી ઠગોના હાથમાં આવેલા વહીવટમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી’,
;
આજથી વર્ષો પહેલા આ વાક્ય લખાયું…. આજે તો આ ભ્રષ્ટાચાર મલ્ટીપલમાં થઈ ગયો છે, જેનો કોઈ છેડો કે અંતજ દેખાતો નથી.
કહેવાતા બુધ્ધિશાળી વર્ગ ની વિચારશ્રેણીને સ્પસ્ટ જવાબ “તાણિયાં તિલક ખોટનાં, કાળા વાણિયાના વેપાર;
અંગ સેવાનાં ઓઢણાં ઓઢ્યા, કાળજામાં કટાર…”
જયમલ્લભાઈનું સ્પષ્ટ માનવું હતું કે, “ચારણને સમજવા તો સમભાવ કેળવવા સિવાય ચારણી સાહિત્યના મૂલ્યાંકન નહીં થઈ શકે,
LikeLike
‘સ્વરાજ આવ્યા પછી ખાદીધારી ઠગોના હાથમાં આવેલા વહીવટમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી’,
;
આજથી વર્ષો પહેલા આ વાક્ય લખાયું…. આજે તો આ ભ્રષ્ટાચાર મલ્ટીપલમાં થઈ ગયો છે, જેનો કોઈ છેડો કે અંતજ દેખાતો નથી.
LikeLike