ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)


(૬) અધ્યાત્મ યોગ

અત્યાર સુધી આપણે વિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાન-કર્મયોગ અને કર્મ-સન્યાસયોગમાં ડોકિયું કર્યું. ગીતાનો અર્થ અને એની જીવનમાં ઉપયોગીતા, ગીતા સમજવાની કોશીશ કરતી વ્યક્તિની ગ્રહણશક્તિ અને સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. અહીં જે હું લખું છું, એ મારા સ્તરનું છે. મારાથી અનેક ગણા સમજદાર અને વિદ્વાન લોકો, ગીતાની ઉપયોગીતા તમને વધારે સારી રીતે સમજાવી શકશે.

આ અધ્યાયની શરૂઆતમાં જ ફરી એકવાર કર્મયોગી અને સન્યાસીની વ્યાખ્યા કરી છે. એ વ્યક્તિ ફળનો ત્યાગ કરીને કર્મ કરે છે એને કર્મયોગી કે સન્યાસી કહેવાય. આ અધ્યાયના ત્રીજા શ્ર્લોકથી ૨૯મા શ્ર્લોક સુધી તપસ્વી, યોગી, સન્યાસી વગેરેના લક્ષણોનું વર્ણન કર્યું છે. મારા જેવા સાંસારિક મનુષ્યને એ સમજીને પણ એનો કોઈ ઉપયોગ નથી, એટલે મેં એની છણાવટ કરી નથી.

આ અધ્યાયનો ૩૦ મો શ્ર્લોક છે,

यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥

જે મને સર્વત્ર જુએ છે, અને મારામાં જ બધું જૂએ છે, એમના માટે હું ક્યાંયે દૂર નથી, અને મારાથી એવા લોકો દૂર નથી.

આ અધ્યાય માણસના મનની વાત કરે છે. ગીતા એક રીતે જોઈએ તો માનસશાસ્ત્રનું પુસ્તક છે. માણસના જીવનનો અભિગમ કેવો હોવો જોઈએ, એ સમજાવવા લખાયલું સાહિત્ય છે. મનુષ્યના જીવનની એકે એક પ્રવૃતિ એના મન સાથે સંકળાયલી છે. ખરૂં કહું તો વાણી અને વર્તન ઉપર મનનું વર્ચસ્વ છે.

દુખની વાત એ છે કે મન ચંચળ છે. એ ગમે ત્યારે અસ્થિર થઈ જાય છે. ગીતા, આ મનને સ્થિર કઈ રીતે કરી શકાય એનું સૂચન કરે છે. રાવણના દસ મસ્તકની જેમ અહં, ક્રૂરતા, અન્યાય, લોલૂપતા, ક્રોધ, લોભ, મદ, અદેખાઈ, મોહ અને સ્વાર્થ, મનમાં જ ઉદભવે છે. સવાલ છે, આ દશ વાતો મન ઉપર કાબુ મેળવે છે કે મન આ દસ વાતો વિપર વિજય મેળવે છે. આ દસ વાતો ઉપર કાબુ મેળવવાની પ્રક્રીયા એ જ ધ્યાનયોગ છે.

થોડુક જ વિચારો તો જણાશે કે આ દસ ક્રીયાઓના મૂળમાં શું છે? ફળની આશા! તમારૂં ધાર્યું ન થાય તો ક્રોધ ! તમારા કરતાં કોઈને વધારે મળે તો અદેખાઈ ! સમજાય છે કે ઉપાય કયો છે? ફળની આશા રાખ્યા વગર કર્મ કરો! ફળની આશા વગરનું કર્મ એ ધ્યાનયોગનો રાજપથ છે. તમે કહેશો કે ત્યાગ કરવા આપણી પાસે કંઈ હોવું તો જોઈએને? કંઈ ન હોય તો ત્યાગ શેનો કરીએ? કંઈ ન હોય છતાં ફળની આશા રાખ્યા વગર જે માણસ કર્મ કર્યા કરે, એ જ તો ખરો ધ્યાનયોગી છે. ફળ આપવાનો અધિકાર કોઈ અદૃષ્ટ શક્તિએ પોતાની પાસે રાખ્યો છે. તમે આશા રાખો કે ન રાખો, તમારા સારા કે ખરાબ કર્મોનું ફળ મળવાનું જ છે, અને તે પણ આ જ જીવનમાં.

આ અધ્યાયમાં કર્મયોગ (સાંસારિક કાર્યો કરતાં) અને કર્મસન્યાસ (આધ્યાત્મિક ધોરણ અપનાવીને કરેલા કર્મો) વચ્ચેનો ફરક સમજાવ્યો છે, અને કર્મયોગની તરફેણ કરી છે. કર્મયોગમાં તમે જ્યારે મનમાં શુધ્ધ વિચાર કરીને કર્મ કરો છો ત્યારે આપો આપ આધ્યાત્મિકતા તરફ ઢળો છો. કર્મસન્યાસ તમે મનને જીતી લીધા પછી જ કરી શકો. બન્ને વચ્ચે ફરક માત્ર મન ઉપર કાબુ મેળવવાનો જ છે. શુધ્ધ કર્મયોગ કરતાં કરતાં કર્મસન્યાસ તરફ પ્રગતિ થઈ શકે.

મન ચંચળ છે. એના ઉપર કાબુ મેળવવો અઘરૂં છે. જ્યારે એ ભટકી જાય ત્યારે સભાનપણે એને ઠેકાણે લાવવો પડે. જ્યારે મન ઉપર સંપુર્ણ કાબુ આવી જાય એવી સ્થિતિને સમાધી કહી શકાય.

ધ્યાનયોગ મનને કાબુમાં રાખવાનો યોગ છે. એમ કરવું મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. ક્ષમાશીલ મનવાળા લોકો આ દિશામાં સારી પ્રગતિ કરી શકે છે. સ્વકેન્દ્રી લોકો માટે આ યોગસાધના શક્ય નથી. આ યોગ માટે માણસે સુખ-દુખ, માન-અપમાન, નાના-મોટા વચ્ચેનો ગાળો નાનો કરવો પડશે. ઇન્દ્રીઓને વશમાં રાખી, ઈચ્છા ઉપર અંકુશ મેળવવો પડશે. જ્ઞાનયોગ અને કર્મયોગ કરતાં ધ્યાનયોગ થોડૉ વધારે અઘરો છે. જ્ઞાન અને કર્મ વચ્ચે તાલમેલ કરી, ધ્યાનયોગની દિશામાં પ્રયાણ કરી શકાય.

2 thoughts on “ગીતા (મારી સમજ) – ૭ (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ અધ્યાત્મ યોગ અંગે સરળ ભાષામા સમજાવવ્યું, મન એ જ મનુષ્યનાં બંધન અને મોક્ષનું કારણ છે. મન જ્યારે વિષયોમાં આસક્ત થાય ત્યારે તે બંધનનું કારણ બને છે અને એ જ્યારે પરમાત્મામાં અનુરક્ત થાય ત્યારે મોક્ષનું કારણ બને છે. અહંકાર (હું) અને મમત્વ (મારાપણું) ને લીધે નિર્માણ થતા કામ, ક્રોધ, લોભ આદિ વિકારોથી મન મુક્ત અને શુધ્ધ થાય છે તે જ વખતે એ સુખદુઃખથી પર એવી સમ અવસ્થા પ્રાપ્ત કરે છે.

  Liked by 1 person

 2. “મન ચંચળ છે. એ ગમે ત્યારે અસ્થિર થઈ જાય છે.”
  “અહં, ક્રૂરતા, અન્યાય, લોલૂપતા, ક્રોધ, લોભ, મદ, અદેખાઈ, મોહ અને સ્વાર્થ, મનમાં જ ઉદભવે છે”
  and you explained central idea :
  “આ દસ ક્રીયાઓના મૂળમાં શું છે? ફળની આશા! તમારૂં ધાર્યું ન થાય તો ક્રોધ ! તમારા કરતાં કોઈને વધારે મળે તો અદેખાઈ ! સમજાય છે કે ઉપાય કયો છે? ફળની આશા રાખ્યા વગર કર્મ કરો! ફળની આશા વગરનું કર્મ એ ધ્યાનયોગનો રાજપથ છે.”
  …again explained deep meaning between karma yog and karma- sanyas yog:
  “કર્મયોગમાં તમે જ્યારે મનમાં શુધ્ધ વિચાર કરીને કર્મ કરો છો ત્યારે આપો આપ આધ્યાત્મિકતા તરફ ઢળો છો. કર્મસન્યાસ તમે મનને જીતી લીધા પછી જ કરી શકો. બન્ને વચ્ચે ફરક માત્ર મન ઉપર કાબુ મેળવવાનો જ છે. શુધ્ધ કર્મયોગ કરતાં કરતાં કર્મસન્યાસ તરફ પ્રગતિ થઈ શકે.”

  For DhyanYog you have to qualify earlier classes up to college:
  “જ્ઞાનયોગ અને કર્મયોગ કરતાં ધ્યાનયોગ થોડૉ વધારે અઘરો છે. જ્ઞાન અને કર્મ વચ્ચે તાલમેલ કરી, ધ્યાનયોગની દિશામાં પ્રયાણ કરી શકાય.”

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s