ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)


(૭) જ્ઞાનવિજ્ઞાન યોગ

સાતમો અધ્યાય જ્ઞાન-વિજ્ઞાનયોગ છે. અહીં વિજ્ઞાનનો અર્થ સાયન્સ નથી લેવાનો. અહીં એનો અર્થ છે ચેતના, પ્રજ્ઞા, આપણને પોતાને અંદરથી મળેલું જ્ઞાન. જ્ઞાન આપણને બહારથી આપવામાં આવે છે. બાળક પૂછે, “પપ્પા આ શું છે?” પિતા જવાબ આપે “આ પેન્સિલ છે.” બાળકને એ જ્ઞાન એના પિતા તરફથી મળ્યું. ચેતના કોઈ બહારથી આપતું નથી. બુધ્ધને વડના ઝાડ નીચે બેસીને મળેલી એ ચેતના હતી.

ગીતા સમજવા માટે પરમાત્માને શક્તિ સ્વરૂપે સ્વીકારો તો સમજવું થોડું સરળ થશે. આજે સ્ટીફન હોકીંગ્સ અને અલબર્ટ આઈન્સટાઈન જેવા વિજ્ઞાનીઓએ પણ સ્વીકાર્યું છે કે સમસ્ત બ્રહ્માંડ શક્તિમાંથી જ ઉત્પન્ન થયું છે. બે નાના અણું બોમ્બે હિરોસીમા અને નાગાશાકી શહેરોને નેસ્તનાબુદ કરી દીધા. આવા તો સેંકડો અણું વિસ્ફોટો પ્રત્યેક ક્ષણે સૂર્યમાં થાય છે, જેની ઉર્જા સૂર્યમાળાને મળે છે. અને સૂર્ય તો બ્રહ્માંડના આવા કરોડો સૂર્યમાંનો એક છે. આના ઉપરથી બ્રહ્માંડમાં કેટલી શક્તિ છે, એ બુધ્ધિથી સમજી શકવું મુશ્કેલ છે. આ શક્તિ એ જ ગીતામાં કૃષ્ણે દેખાડેલું વિરાટ સ્વરૂપ છે.

બીજી એક વાત આ અધ્યાયમાં છે. આ બ્રહ્માંડ એક ગતિથી ચાલે છે. જન્મ-મરણ, નિર્માણ-વિનાશ, આ બધું કોણ ચલાવે છે? આપણને જે બધું દેખાય છે, એ બધાને કોણ નિયંત્રિત કરે છે? એ એક શક્તિ છે, જે માળાના સૂત્રની જેમ, દેખાતી નથી, પણ બધા મણકાને એના નિયત સ્થાને રાખે છે.

આ અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુધ્ધિ અને અહંકાર એમ મારી પ્રકૃતિના આઠ વિભાજન છે. આમાંની પહેલી પાંચ જડ છે, જ્યારે બાકીની ત્રણનો સંબંધ ચેતન સાથે છે. જડ અને ચેતન, દરેકે દરેક તત્વમાં પ્રભુનો અંશ છે, એમ આ અધ્યાયમાં સ્પષ્ટ કર્યું છે.

અહીંથી ગીતા આપણને બુધ્ધિથી સમજાય એવી વાતોમાંથી શ્રધ્ધાથી સમજાય એવી વાતોમાં લઈ જાય છે. આ બધું એક પરમ તત્વ ચલાવે છે એવી વાત આપણને બુધ્ધિથી ન સમજાય, પણ શ્રધ્ધા રાખીએ તો સમાધાન મળે. માણસનું મન હંમેશાં સમાધાન ઈચ્છે છે. સમાધાન ન થાય ત્યાં સુધી આપણને બેચેની થાય છે. શ્રધ્ધા સમાધાન આપવામાં મદદરૂપ થાય છે.

સંપૂર્ણપણે નાસ્તિક બનીને ગીતા સમજવી મુશ્કેલ છે. અને આવા લોકોએ એ સમજવાની કોઈ જરૂર પણ નથી. કારણ કે આવા લોકોના મનમાં એક અહં છે કે ભગવાન જેવું કંઈ છે નહિં, જે છે તે હું છું. ગીતા કહે છે ઈશ્વર છે, અને એના વગર તું કંઈ નથી. અહીં માત્ર જ્ઞાન કામ નહિં આવે, અહીં ચેતના જ ઉપયોગી થઈ શકે. એકવાર અહંમાંથી મુક્ત થાવ, અને જો તમે આનંદનો અનુભવ કરો તો તમે ઈશ્વરની નજીક જઈ રહ્યા છો, કારણ કે ઈશ્વર પાસે આપણે સુખ અને આનંદ જ તો માગીએ છીએ. આ અધ્યાયમાં જ પ્રભુએ કહ્યું છે કે અસંખ્ય લોકો આધ્યાત્મ સમજવા કોશીશ કરે છે એમાંથી માંડ એકને એ સમજાય છે, અને આવા અસંખ્ય લોકોમાંથી એક જ મને જાણી શકે છે.

પાંચમાં શ્ર્લોકમાં ઈશ્ર્વરના આકારવાળા અને નિરાકાર સ્વરૂપની વાત કહી છે, અને પછીના શ્ર્લોકોમાં કહ્યું છે કે સજીવ-નિર્જીવ બધામાં હું જ છું, મારાથી ઉપર કોઈ નથી. જેમ માળામાં મણકા દેખાય છે, પણ દોરો દેખાતો નથી, એમ બધા મને જોઈ શકતા નથી. અને પછી બ્રહ્માન્ડની એક એક સર્વોત્તમ વસ્તુઓ ગણાવીને કહે છે, એ બધામાં હું જ છું. ત્રણે ગુણોમાં મારી હાજરી છે.

પરમાત્મા કહે છે કે જીજ્ઞાસુ અને જ્ઞાની લોકો મારી ભક્તિ કરે છે, તેઓ મને અત્યંત પ્રિય છે. અહીં એક બીજી પણ સમજવા જેવી વાત કરે છે કે ભલે બધા મને જાણતા નથી, પણ હું બધાને જાણું છું. આપણે નાના બાળકને કહીએ છીએને કે ભગવાન બધું જુએ છે.

પાપી નરકમાં જાય છે એનો અર્થ માત્ર એટલો જ છે, કે પાપ કર્યા પછી તમે જે બેચેની અનુભવો છો, એ તમારૂં જીવન નર્ક સમાન બનાવી દે છે. ગુન્હા કર્યા પછી ગુનેગાર ચોવીસે કલાક પકડાઈ જવાની બીક હેઠળ જીવે છે. ગીતામાં આવી બધી સીધી-સાદી અને બધાને સમજાય એવી ઘણી વાતો આવે છે.

3 thoughts on “ગીતા (મારી સમજ) – ૮ (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ સરળ ભાષામા સમજાવ્યું
  જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન શબ્દનો સરલાર્થ છે, જાણવું. ઇન્દ્રિય ઓના અનુભવો જ્ઞાન માટેનો કાચો માલ છે. મનન-ચિંતન જેવી પ્રક્રિયાથી કાચો માલ શુદ્ધ થતો રહે. કેટલીક અનુભૂતિઓ ઇન્દ્રિય ઓના અનુભવથી પરે છે. અહીંથી અધ્યાત્મની સરહદ શરૂ થાય છે, . જ્ઞાનનો વિસ્તાર એટલે વિજ્ઞાન. આધ્યાત્મિક સંદર્ભમાં જોઇએ તો લગભગ દરેક ધર્મના પાયાનો સિદ્ધાંત છે, ‘ઇશ્વર એક અને અનન્ય છે, તેમજ સર્વવ્યાપી છે.’ આ થયું મૂળભૂત જ્ઞાન. તેનો વિસ્તાર થવાથી નિસર્ગની દરેક રચના પ્રત્યે આત્મીયતા અનુભવાય. સર્વમૈત્રી ભાવનું ઝરણું હૃદયના હિમાળાથી વહેતું થાય. પ્રેમ, કરુણા, સહનશીલતા અને ક્ષમા જેવા સદ્ગુણોનો વિવેક પ્રકટ થાય. વિવેક એટલે જ વિજ્ઞાન! જ્ઞાન-વિજ્ઞાન યોગના પ્રારંભે જ પરમાત્મા કહે છે, ‘તારા ચિત્તને યોગના રજજુથી બાંધીને આવી જા મારી છત્રછાયામાં, આપીશ હું એવું જ્ઞાન કે મટશે તારી બધી શંકા અને થશે મનનું સમાધાન!’

  Liked by 2 people

 2. good understanding of Virat Roop Of Gita for present generation:
  1. “આના ઉપરથી બ્રહ્માંડમાં કેટલી શક્તિ છે, એ બુધ્ધિથી સમજી શકવું મુશ્કેલ છે. આ શક્તિ એ જ ગીતામાં કૃષ્ણે દેખાડેલું વિરાટ સ્વરૂપ છે.”

  2. Cocept of Unseen Energy- which controls all here and here after:
  “બીજી એક વાત આ અધ્યાયમાં છે. આ બ્રહ્માંડ એક ગતિથી ચાલે છે. જન્મ-મરણ, નિર્માણ-વિનાશ, આ બધું કોણ ચલાવે છે? આપણને જે બધું દેખાય છે, એ બધાને કોણ નિયંત્રિત કરે છે? એ એક શક્તિ છે, જે માળાના સૂત્રની જેમ, દેખાતી નથી, પણ બધા મણકાને એના નિયત સ્થાને રાખે છે”

  3. classification of JAD and CHETAN ( That Unseen Energy Flows/Controls):
  “જડ અને ચેતન, દરેકે દરેક તત્વમાં પ્રભુનો અંશ છે, એમ આ અધ્યાયમાં સ્પષ્ટ કર્યું છે.”

  4. from here Plan take off in the field of unknown- untraveled:
  “શ્રધ્ધા સમાધાન આપવામાં મદદરૂપ થાય છે.”

  5. Leave EGO and Experience perennial Bliss:
  “એકવાર અહંમાંથી મુક્ત થાવ, અને જો તમે આનંદનો અનુભવ કરો તો તમે ઈશ્વરની નજીક જઈ રહ્યા છો, કારણ કે ઈશ્વર પાસે આપણે સુખ અને આનંદ જ તો માગીએ છીએ.”

  6. That Supreme Energy is omnipotent- Omniscient and Omnipresent.- here there and every where.:
  “અને પછી બ્રહ્માન્ડની એક એક સર્વોત્તમ વસ્તુઓ ગણાવીને કહે છે, એ બધામાં હું જ છું. ત્રણે ગુણોમાં મારી હાજરી છે.”

  Very simple explanation Of PAP- :
  “પાપી નરકમાં જાય છે એનો અર્થ માત્ર એટલો જ છે, કે પાપ કર્યા પછી તમે જે બેચેની અનુભવો છો, એ તમારૂં જીવન નર્ક સમાન બનાવી દે છે. ગુન્હા કર્યા પછી ગુનેગાર ચોવીસે કલાક પકડાઈ જવાની બીક હેઠળ જીવે છે. ગીતામાં આવી બધી સીધી-સાદી અને બધાને સમજાય એવી ઘણી વાતો આવે છે.”

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s