સોનેરી પિંજરના પંખી, અમે સોનેરી પિંજરના પંખી (ડો. દિનેશ ઓ. શાહ)


        

   ના પાંખ પસારી મારે, ના ઉડવા આકાશ

   ના પીવા સરવરના નીર, ના કોઈ મારી પાસ 

   સૌએ જોતા મુજને પણ હું સૌથી અજાણ

   મુક્ત પંખી સમ ઉડવાને સદા રહુ હું ઝંખી ……………. અમે સોનેરી પિંજરનાં પંખી.

     

   સોનાના પિંજરમાં સદા બની રહ્યો હું કેદી

   વેદના મારી કોઈ ન સમજે જીવનભરનો કેદી

   મુજને ના ગમતી આ સોનેરી એક  હવેલી 

   એકલ રહ્યો જીવનભર ન કોઈ મુજ સંગી। …………..અમે સોનેરી પિંજરના પંખી

 

    મળતું  મને અહીંયા સઘળું ન મળતી ફક્ત મુક્તિ

    કેમ કરી હું આભે પહોંચું કોઈ બતાવો યુક્તિ

    જોવી  મારે ઉંચે આભથી વાદળીઓ વરસતી

    પ્રભુએ આપી મુક્તિ સૌને હું રહ્યો એ ઝંખી  …………અમે સોનેરી પિંજરના પંખી 

 

    દિનેશ ઓ. શાહ     

2 thoughts on “સોનેરી પિંજરના પંખી, અમે સોનેરી પિંજરના પંખી (ડો. દિનેશ ઓ. શાહ)

 1. જોવી મારે ઉંચે આભથી વાદળીઓ વરસતી
  પ્રભુએ આપી મુક્તિ સૌને હું રહ્યો એ ઝંખી
  વાહ્
  .
  પિંજર પૂરીને પંખીને રાખી શકાય, પણ, ટહુકાને એવી રીતથી પામી શકાય ?.ટહુકા તારા શબ્દબ્રહ્મ !શબ્દબ્રહ્મના રસ્તે નાદબ્રહ્મ તરફ લઈ જતા ઉંડાણભર્યા ધ્વનિને સ્પર્શવાનો પ્રયત્ન કરતો રહે … મુક્તિ પહેલા ભક્તિ કરી , મુક્તિ એ સૌથી મહાન અપેક્ષા છે, એનો … ઈશ્વર તરફના તેના પ્રેમ પાછળ કોઈ પ્રાપ્તિની ઝંખના કે ઈચ્છા નથી, એટલે જ તો તેને મુક્તિ ન મળે તો પણ ભક્તિ કર…

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s