સાહિત્યકારોએ શબ્દની ત્રિવિધ શક્તિની વાત કરી છે પરંતુ તેઓએ અભિદ્યા, લક્ષણા અને વ્યંજનામાંથી શ્રેષ્ઠ તો વ્યંજનાને જ ગણેલી છે. વ્યંગોક્તિ મર્મયુક્ત કટાક્ષ દ્વારા કહેવાયલી ધારદાર વાત છે. ચારણી સાહિત્યમાં આવી વ્યંગોક્તિ મોટા પ્રમાણમાં મળી આવે છે.
ઈશ્વરભક્તિ કે પ્રભુના ગુણાનુવાદમાં પણ આનો સુપેરે વિનિયોગ થયો છે. પ્રભુને રીઝવવા અનેક પ્રયાસો-કાલાવાલાં કરવામાં આવે પણ એનો પ્રતિસાદ ન મળે તો પ્રભુને ઠપકો કે ઉપાલંભ આપવાનો ભક્તનો અધિકાર છે, કદાચ એ વાત ઝડપથી પહોંચે છે. ભક્તકવિ ઇસરદાસજી, ભક્ત કવિ સાંયાજી ઝૂલા અને ભક્ત કવિ હરદાસજી મિસણે પોતાની ભક્તિ રચનાઓમાં ઉપાલંબનો પ્રયોજ્યા છે. ઇસરદાસજીએ તો પ્રભુને “ઠગારા ઠાકર” કહ્યા છે.
ઇસરદાનજી સાંગાજીને મળવા ગયા ત્યારે સમાચાર મળ્યા કે સાંગાજી વેણુ નદીના પૂરમાં વાછરડાને બચાવવા જતાં પોતે પણ પૂરમાં તણાઈ ગયા. ઈસરદાસજી વેણુ તીરે આવ્યા અને સાંગાજી અને પ્રભુને સંબોધીને ઉપાલંભ વાણિમાં બોલ્યાઃ
કાંબળ હેકણ કારણે, સાંગો જો સંતય;
(તો) દુંડિયંદ નહ દેખાય, વહાણ સમે વેરાઉત..૧
વાછડ ધેનુ વાળતાં, જમરાણા લઇ જાય;
તો ધરમ પંથે કુણ ધાય, વાર કરવા વેરાઉત…૨
પ્રભુને સંબોધતાં પાલરવ પાલિયા કહે છે કે તમે કુરૂક્ષેત્રના મેદાનમાં તમારી પ્રતિજ્ઞા – ‘હું યુધ્ધભૂમિમા શસ્ત્ર ધારણ નહીં કરૂં’- ભૂલી ગયેલા, અરે કંસને મારતી વખતે મામા-ભાણેજનો સંબંધ ભૂલી ગયેલા. જો આ સત્ય હોય તો પછી મારી ભૂલોને પણ તમે ભૂલી જઈને સત્યનો અહેસાસ કરાવજોઃ
પારથ ને ભીસમ પિતા, જૂટ્યા બે જ બરાણ,
(ત્યારે) ભૂલી ગયો ભગવાન, સત વચન તું શામળા..૧
મારા ગૂના માધવા, જા ભૂલી જદૂરાણ;
(તો) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા..૨
ગીરમાં વસતા એક માલધાઅરીને ત્યાં ઘણી વખત જૂનાગઢના રાજવી મહેમાન થાય. તેનું યોગ્ય માન-સન્માન-સ્વાગત ચારણ કરે. એક વખત તેમના આગ્રહથી ચારણ જૂનાગઢ ગયો, એને ખૂબ જ માન-પાનથી રાખ્યો. વૈભવ સંપત્તિએ ચારણ મતિ ભૂલ્યો, “હાથી પર બેસાડીને મને ગીરમાં મોકલો તો મોજ આવે” એવી માગણી કરી. રાજાએ ગોઠવણ કરી દીધી. આ વાતની જાણ થતાં ચારણની પત્નિએ દુહો કહ્યોઃ
મા અંબાદાન રોહડિયા નો ચારણી સાહિત્યમાં હાસ્ય-વ્યંગ મઝાનો લેખ
તાણિયા તિલક ખોટના, કાળા વાણિત્યાના વેપાર;
અંગ સેવાનાં ઓઢ, આવા સાંભળ્યા સમાચાર,
અંગ ગાંધીજીને ણાં ઓઢ્યાં, કાળજામાં કટાર;
ખાદી તણા ધરનારનાઆગ ઊઠી, એને હેડે હાહાકાર
વાહ્
LikeLiked by 1 person