ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)


(૮) અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આઠમા અધ્યાયથી જ્ન્મ-મરણ અને મોક્ષની વાતોની શરૂઆત થઈ જાય છે. આ અધ્યાય અક્ષર બ્રહ્મ વિશે છે. અહીંથી જે વાતો શરૂ થાય છે, એમાં ઈશ્વરમાં શ્રધ્ધા ન રાખનારાઓ માટે કંઈપણ ઉપયોગી વાતો નથી. જે લોકો આત્મા અને મોક્ષ જેવા શબ્દોને અર્થહીન ગણે છે, એમને આ અધ્યાય કંઈ આપી શકે એમ નથી. થોડીક બાંધછોડ કરો અને ભગવાનને બદલે પરમ તત્વ કે પરમ શક્તિ શબ્દો વાપરો તો ઘણું બધું છે.

હું મોક્ષનો અર્થ મુક્તિ ઘણું છું. લોભ, મોહ, ઈચ્છા, અદેખાઈ, અહંકાર, ઈર્ષા, ક્રોધ, વગેરેથી મુક્તિ મેળવવામાં સફળ થાવ તો તમે મોક્ષ પામ્યા છો એવું હું માનું છું. પુનરજન્મની વાતને હું અડવાનો નથી, કારણ કે આપણે ગીતાની આ જન્મમાં ઉપયોગીતા સમજવા આ લેખમાળા શરૂ કરી છે.

અહીં એક શ્ર્લોકમાં કૃષ્ણ કહે છે કે મૃત્યુ સમયે જેના મુખમાં મારૂં નામ છે, એને મોક્ષ મળે છે. આનો એવો અર્થ નથી કે જીવનભર ગમે તેમ વર્તો, પણ મૃત્યુ સમયે પ્રભુનું સ્મરણ કરો તો તમને મોક્ષ મળી જશે. એનો મારા હિસાબે એવો અર્થ છે કે જીવનભર ગીતાએ કહેલા સિધ્ધાંતો પ્રમાણે વર્તો અને આ ક્રમ મૃત્યુ સુધી જાળવી રાખો, તો સમગ્ર જીવન તમને મોક્ષ જેવું લાગશે.

ભગવાનને કોઈએ જોયા નથી, ભગવાન કોઈને મળ્યા નથી, ભગવાન સાથે કોઈએ વાતચીત કરી નથી. આપણે પદાર્થને એક મનુષ્ય આકારની મૂર્તિનું સ્વરૂપ આપીને એને ભગવાન માની લઈએ છીએ. એને મળવા મંદિરમાં આપણે જઈએ છીએ, એની સાથે એકતરફા વાતો કરીએ છીએ (આપણે જ બોલીએ છીએ). આનું એક કારણ એ છે, કે આપણે ભગવાનને શક્તિ સ્વરૂપે સમજવા સશક્ત નથી. જો કે તદ્દન એવી વાત પણ નથી. આપણે સૂર્યને, દરિયાને, વાયુને, અગ્નિને અને આવા અનેક શક્તિઓને દેવતા માનીને પૂજીયે પણ છીએ.

કોઈપણ વાતના સ્વીકાર માટે એક સહેલો રસ્તો છે ભક્તિ. પ્રેમ વગર ભક્તિ સંભવિત નથી. એક ઉદાહરણ આપું. રસ્તાની કોરે એક પથરો પડ્યો છે. લોકોની નજરે પડે છે, પણ મનમાં કોઈ ભાવ આવતો નથી. એક દિવસ એક માણસે એના ઉપર સિંદૂરનો લેપ કરી, એની સામે એક દિવો અને થોડી અગરબત્તી મૂકી દીધી. બીજે દિવસે તમે એ જ પથ્થર પાસેથી પસાર થાવ છો, અને Reflux action થી તમારા હાથ જોડાઈ જાય છે. તમારી બુધ્ધિ તમને કહે છે કે એ પથ્થર છે, પણ સિંદુર, દીવો અને અગરબત્તીએ તમારૂં મન બદલી નાખ્યું. બસ વાત આ મનના બદલાવની જ છે.

મૂળવાત પર આવું. ઈશ્વર, બ્રહ્મ, શક્તિ એ બધી વાતો સામાન્ય માણસને સમજવી અઘરી પડે, પણ એનો સ્વીકાર તો કરી શકાય. ઉત્પતિ, વિકાસ અને વિલય થાય છે, એ તો આપણને દેખાય છે ને. કોઈક તો આ કરતું હશે. બસ એની શક્તિને કબૂલ કરો, અને પછી આગળના અધ્યાય સમજો, તો કંઈક સમજાશે. એ નિર્ગુણ અને નિરાકાર તત્વનો સ્વીકાર આપણી ઘણી બધી આશંકાઓનું સમાધાન શોધી આપશે. હાલમાં મહાન વિજ્ઞાનિકો પણ આવા જ નિષ્કર્ષ ઉપર આવી ગયા છે.

સ્વર્ગ પણ અહીં જ છે, અને મોક્ષ પણ અહીં જ છે. જે પરલોક સુધારવા ગીતાને અનુસરે છે, એ ગીતાનો અર્થ સમજ્યા જ નથી, અને એટલે એ ગીતાના આદેશ પ્રમાણે જીવતા જ નથી. માત્ર જ્ઞાન, માત્ર કર્મ, માત્ર ત્યાગ તમને આ જીવનમાં પણ મોક્ષ નહિં અપાવે અને આવતા જનમમાં (જો હોય તો) નહિં અપાવે. એને બદલે વિષાદ ત્યાગી, મોહ-માયામાં અટવાયા વગર, જ્ઞાન, કર્મ અને ત્યાગ વચ્ચે સમતુલા રાખો, તો અઠ્ઠે દ્વારકા.

3 thoughts on “ગીતા (મારી સમજ) – ૯ (પી. કે. દાવડા)

 1. મા દાવડાજીએ અક્ષરબ્રહ્મ યોગ અંગે સરળ ભાષામા સમજાવ્યું.મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.

  Liked by 2 people

 2. Ultimate Element/Energy:
  “થોડીક બાંધછોડ કરો અને ભગવાનને બદલે પરમ તત્વ કે પરમ શક્તિ શબ્દો વાપરો તો ઘણું બધું છે.”

  Very practical definition of LIBERATION= MOKSHA:
  “હું મોક્ષનો અર્થ મુક્તિ ઘણું છું. લોભ, મોહ, ઈચ્છા, અદેખાઈ, અહંકાર, ઈર્ષા, ક્રોધ, વગેરેથી મુક્તિ મેળવવામાં સફળ થાવ તો તમે મોક્ષ પામ્યા છો એવું હું માનું છું. ”

  again very lucid definition of Bhakti and its relation with Love.:
  “કોઈપણ વાતના સ્વીકાર માટે એક સહેલો રસ્તો છે ભક્તિ. પ્રેમ વગર ભક્તિ સંભવિત નથી.”

  Heaven and hale are here and now:
  “સ્વર્ગ પણ અહીં જ છે, અને મોક્ષ પણ અહીં જ છે”

  …and summary is here:
  “માત્ર જ્ઞાન, માત્ર કર્મ, માત્ર ત્યાગ તમને આ જીવનમાં પણ મોક્ષ નહિં અપાવે અને આવતા જનમમાં (જો હોય તો) નહિં અપાવે. એને બદલે વિષાદ ત્યાગી, મોહ-માયામાં અટવાયા વગર, જ્ઞાન, કર્મ અને ત્યાગ વચ્ચે સમતુલા રાખો, તો અઠ્ઠે દ્વારકા.”

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s