તકસાધુઓનું ગીત (કૃષ્ણ દવે)


તમને જરૂર છે ટેકાની ભાઈ મારા,

અમને જરૂર છે કેશની .

હાલો પથ્થારી ફેરવીએ દેશની .

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા, આ વર્ષોની વાર્તાયું મેલો .

સાત પેઢી નિરાતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો .

દોવા દે ત્યાં લગી જ આરતીયું ઉતરે છે કાળી ડીબાંગ આ ભેસની .

હાલો પથ્થારી ફેરવીએ દેશની

ફાઈલોના પારેવા ઘુ ઘુ કરે છે હવે ચોકમાં દાણા  તો નાખો

ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે ,આપણાં પચાસ ટકા રાખો .

ચૂલે બળેલ કંઈક ડોશીયુંના  નામ ઉપર આપી દયો એજન્સી ગેસની .

હાલો પથ્થારી ફેરવીએ દેશની

દેકારા,પડકારા , હોબાળા ,રોજ રોજ વાગે છે નીતનવા ઢોલ

જેને જે સોંપાયો એવો ને એવો અહી અદ્દલ ભજવે છે સૌ રોલ

નાટકની કંપનીયું ઈર્ષા કરે છે હવે આપણે  ત્યાં ભજવાતા વેશની .

હાલો પથ્થારી ફેરવીએ દેશની

— કૃષ્ણ દવે .

5 thoughts on “તકસાધુઓનું ગીત (કૃષ્ણ દવે)

 1. ઘણા બ્લોગમા પ્રગટેલુ મઝાનું ગીત
  સચોટ ગીત ,
  આપતા રહો આવા જ કડવા ડોઝ ,
  રાજકારણી ઓ ને ,
  જો કે જાડી ચામડી ના એ લોકો ને કોઇ ફરક નહિ પડે
  આપણે પિસાવા નું !

  Liked by 1 person

 2. everybody knows this facility for living. but no body take any action. like mahatma gandhji –AHIMSA SATAYAGRAH .SOME BODY START LANCH-RUSHWAT SATAYAGRAH, ALL PEOPLE SHOULD BE ATTENEDED, FEW PEOPLE NEVER ATTENDED THOES ARE INVOLED IN THIS TECHNIQUE. ALSO OPPOSE ELECTION. , THOES CANDIDATE ARE HONEST FOR SERVING POPULATION, NOT LOVING SWEET CHAIR , MUST ELECTED. MOST OF EVERY CADIDATE LOVE CHAIR,AFTER ELECTED. CANDIDATE WANT TO SERVE POPULATION SERVE WITHOUT ANY POSITION, OR SP. POSITION IN MINISTRY. SHOW JUST MAHARAST STATE.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s