આંગણાંના ત્રણ વર્ષ (પી. કે. દાવડા – સંપાદક)


આજે ૧ લી ડીસેંબર, ૨૦૧૯ ના આંગણું શરૂ કર્યાને ત્રણ વર્ષ પુરા થયા. આ ત્રણ વર્ષ દરમ્યાન મેં મારી આવડત અને ક્ષમતા અનુસાર આંગણું ચલાવ્યું. બીજા સેંકડો ગુજરાતી બ્લોગ્સને ચીલે ન ચાલતા મેં આંગણાં માટે અલગથી ચીલો ચાતર્યો. શરૂઆત લલિતકળાથી કરી. થોડા સમયમાં જ એમાં સાહિત્ય વિભાગ ઉમેર્યો. આ બન્ને વિભાગમાં પ્રતિભાશાળી સર્જકોને ત્રણ ત્રણ મહિના માટે પોતાના સર્જનોના પ્રદર્શન માટે Platform ઉપલબ્ધ કરાવ્યું. મને કહેતાં આનંદ થાય છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા કલાકારો અને અમેરિકા અને ભારતમાં વસતા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોએ આ બન્ને વિભાગોમાં યોગદાન આપ્યું.

થોડા સમય બાદ આંગણાંમાં સમાજસેવા વિભાગનો ઉમેરો કર્યો. ડો. ભરત ભગતે સતત છ મહિના સુધી આ વિભાગ માટે સામગ્રી પૂરી પાડી. ૧ લી જાન્યુઆરી ૨૦૨૦ થી આંગણાંમાં વિજ્ઞાન વિભાગ ઉમેરવાની ઇચ્છા હતી. આના માટે મેં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા બે ગુજરાતી વૈજ્ઞાનિકોનો સંપર્ક પણ સાધેલો, અને એમાં મને હકારાત્મક જવાબ પણ મળેલા.

થોડા સમયથી આંગણું હાલની Format અનુસાર ચલાવવું મારા માટે મુશ્કેલ થતું જાય છે. ઉમ્મર ઉમ્મરનું કામ કરે છે.

ડીસેંબર ૨૦૧૯ સુધીના મારા બધા વચન મેં યેનકેન પ્રકારેણ પૂરા કર્યા છે. જાન્યુઆરી ૨૦૨૦ થી મેં કોઈને કોઈપણ જાતનું વચન આપ્યું નથી. જાન્યુઆરીથી હું પણ આંગણું અન્ય બ્લોગ્સની ચીલાચાલુ પધ્ધતિ પ્રમાણે ચલાવવાની કોશિશ કરીશ. વિજ્ઞાન વિભાગ શરૂ ન થઈ શક્યું એનો અફસોસ રહેશે.

હવે યોજના એવી છે કે આંગણાંમાં પોતાના સર્જન મૂકવા માગતા પ્રત્યેક સર્જકના નામનું એક એક ફોલ્ડર બનાવીશ. સર્જકો જેમ જેમ સામગ્રી મોકલે તેમ તેમ એમના ફોલ્ડરમાં સાચવતો જઈશ, અને મારી સગવડ અનુસાર એ પ્રસિધ્ધ કરતો રહીશ. અગાઉથી નિર્ધારિત કોઈ કાર્યક્રમ નહીં. કોઈ પક્ષપાત નહીં.

ગયા ત્રણ વર્ષ દરમ્યાન સાથ-સહકાર આપનાર બધા સર્જકો અને વાચકોનો હ્રદય્પૂર્વક આભાર માનું છું

-પી. કે. દાવડા

14 thoughts on “આંગણાંના ત્રણ વર્ષ (પી. કે. દાવડા – સંપાદક)

  1. આપની યશસ્વી નેટ યાત્રા એટલે , આપના વિચાર દર્શનની , કલા ને સંસ્કૃતિ ની ધરોહરને લોકભોગ્ય બનાવવાની આગવી સૂઝનું બહુમૂલ્ય પ્રદાન. ખૂબ ખૂબ અભિનંદન આપને તથા આદરણીય સુજ્ઞ સમર્મપિત મહાનુભાવોની પ્રસાદીને…દાવડાજીનું આંગણું મહેકતું રહે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Sent from my iPhone

    >

    Liked by 1 person

  2. પ્રતિભાશાળી સર્જકોને પોતાના સર્જનોના પ્રદર્શન માટે Platform તો મળ્યું જ,
    જેથી અમ જેવાં વાચકોને અનેરો લાભ આપ્યો.
    પ્રણામસહ આભાર,સાહેબ.

    Liked by 1 person

  3. ‘. આ ત્રણ વર્ષ દરમ્યાન મેં મારી આવડત અને ક્ષમતા અનુસાર આંગણું ચલાવ્યું’ ખૂબ સરસ ચલાવ્યુ
    અને હજુ આજ રીતે ચાલશે તેવી શુભેચ્છાઓ

    Liked by 1 person

  4. આપની આગવી સુઝે અમારા જેવા કેટલાય કવિ લેખકોને આપના આંગણામાં સમાવી અમારૂં લખાણ વધુ વાચકો સુધી પહોંચાડ્યું છે. આંગણુ સદા હર્યુભર્યું રહે એ જ કામના.

    Liked by 1 person

  5. આદરણીય શ્રી દાવડા સાહેબ

    આપશ્રી સાચા અર્થમાં ” નેટ દ્વારા વાચકોના અંતરનેટ ” સુધી પહોંચી સરસ સાહિત્યનું રસપાન કરાવ્યું છે.

    આપને ખૂબ ખૂબ અભિનંદન

    Liked by 1 person

  6. આપની ઉંમરે બ્લોગનું સર્જન અને સંચાલન એજ એક ભગીરથ પ્રયત્ન છે અને એની સફળતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન

    Like

  7. davda saheb,
    hearty congratulations and making VAT VRIKSHA MODEL of its own kind to guide future net bloggers. You have done real great job and fulfilled all your schedule given to us- bringing top Gujarati SAKSHARS in various field- it was our great fortune.

    Sure this is time now to relax and enjoy remaining life without commitments.
    Even Amitabha Bacchan at early age of 77 declared that his physical is now not helping him.
    so you can run the blog as and when what ever is available without strict schedule- we all wish best of health and happiness in time to come.

    Like

  8. જુગ જુગ જીવે આંગણું
    જાદુગર દાવડા બાપુનું આંગણું
    અનેક પંખીઓનો માળો થઈ ગયું છે આંગણું
    એક નવતર અખતરો છે આંગણું
    આપણને બધાને ગમતું થઈ ગયું છે આંગણું

    Like

  9. અમારા દાવડા અંકલ એમણે આજના ડિજિટલ મીડિયા ના કાળમાં ગુજરાતી સાહિત્ય ને ફરી એક વાર લોકપ્રિય બનાવવા માટે જે સકારાત્મક પ્રદાન કર્યું છે એ વર્ણવવા મારી પાસે શબ્દ નથી. આ ઉંમરે એટલું યોગદાન! અમારા જેવા અનેક લોકો માટે તમે પ્રેરણાસ્ત્રોત છો અને સદાય રહેશો. Hats off to you!

    Like

પ્રતિભાવ