અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)


                                                       (૧૯)

 પંચરંગી અમેરિકા

બીજા વિશ્વયુદ્ધ પછી એક આંતરરાષ્ટ્રીય સત્તા તરીકે અમેરિકન પ્રજાના સામૂહિક માનસની સીમાઓ વધુ ને વધુ વિસ્તરતી રહી છે.  એક જમાનામાં અહીં મુખ્યત્વે યુરોપ ઉપર જ દૃષ્ટિ મંડાઈ રહેતી હતી, ત્યારે આજે એ દૃષ્ટિ બહોળી બની છે.  પશ્ચિમના દેશોમાં અમેરિકા અત્યારે સૌથી ખુલ્લો સમાજ ગણાય છે.  આજે પણ અનેકવિધ પ્રજાને સ્વીકારીને પોતાની કરવાની અમેરિકાની તૈયારી સર્વથા પ્રશંસનીય છે.  દુનિયાના બાકી બધા દેશો ભેગા મળીને જેટલી ઈમિગ્રન્ટ્સને આવવા દે છે, તેનાથી વધુ એકલું અમેરિકા એ નિરાશ્રીતોનું ઉદાર હ્રદયે સ્વાગત કરે છે.  અને તે ઉપરાંત અનેકગણા ગેરકાયદેસર જીવને જોખમે, યેન કેન પ્રકારેણ, મુખ્યત્વે મેક્સિકોમાંથી, અહીં દરરોજ હજારોની સંખ્યામાં આવ્યે જ જાય છે.  ઈમિગ્રન્ટ્સના બાવડાંના બળે બંધાયેલા આ દેશના બંધારણમાં નાગરિક હક અને લઘુમતિઓના સંરક્ષણનાં બીજ જે પહેલેથી જ નંખાયા તે આજે વિશાળ વડલો થઈને અમેરિકાની વિવિધ લઘુમતિઓને હૈયાધારણ આપે છે.  આ છે અમેરિકાની મહાનતા.

ગઈ બે સદી સુધી અમેરિકા ગોરી બહુમતિનો દેશ રહ્યો છે.  પણ આવતાં બસો વર્ષમાં તે ગોરી બહુમતિનો દેશ રહેશે કે નહીં તે શંકાનો વિષય છે.  આ દેશમાં જે સંખ્યામાં જન્મ-મરણ થાય છે, અને જે સંખ્યામાં કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રશન થાય છે, તેની ગણતરી કરીએ તો આવતાં સો વર્ષમાં આ દેશની વસતી લગભગ 30 કરોડની હશે.  આ વસતીનો ત્રીજો ભાગ તો 1979 પછી આવેલા (મુખ્યત્વે બિનગોરા) ઈમિગ્રન્ટ્સ અને તેમના વંશજો હશે.  આ હકીકતનો વિચાર કરીએ તો ભવિષ્યનું અમેરિકા એક ગોરા સમાજ કરતાં પંચરંગી પ્રજાના શંભુમેળાના સમું વધુ બની રહેશે.

                                                             (૨૦)

કુટુંબપ્રેમ

આ દેશની ઐતિહાસિક વિશિષ્ટતા એ છે કે ઈમિગ્રન્ટ લોકોએ આ દેશનું ઘડતર કર્યું છે.  દુનિયાભરના દુઃખી અને દુભાયેલાંઓની આશા સમા આ દેશમાં દર પેઢીએ નવા નવા ઈમિગ્રન્ટ્સ આવીને ઊભા જ હોય.  અમેરિકા આજે જો પોતાના દરવાજા સાવ ઉઘાડા મૂકી દે તો અડધી દુનિયા અહીં ઠલવાઈ જાય એવું એનું લોહચુંબક જેવું આકર્ષણ છે. અહીંની અઢળક સમૃદ્ધિ અને વ્યક્તિસ્વાતંત્ર્ય સામાન્ય માણસને પણ જે આધુનિક સુવિધાઓ અને ઉચ્ચ જીવનધોરણ આપે છે તે અન્ય દેશોમાં, ખાસ કરીને ગરીબ દેશોમાં, બહુ જૂજ માણસોને મળે છે.  અમેરિકાનો સમૃદ્ધ અને મોકળો સમાજ વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની ઉમદા તક આપે છે.અમેરિકાનું આ એક મોટું આકર્ષણ છે.

અમેરિકાના આ આકર્ષણે અહીં સ્થાયી થયેલા મોટા ભાગના ભારતીયો અહીં બેઠાં પણ સ્વજનોને આર્થિક સહાય કરતા રહે છે. ઘણાંઓએ તો પોતાનાં આખાં ને આખાં કુટુંબોને અહીં બોલાવી લીધાં છે.  આ કારણે અહીં ઘણાં સંયુક્ત કુટુંબો જોવા મળે છે. સાથે સાથે સંયુક્ત કુટુંબના બધા ફાયદા-ગેરફાયદા ઠેઠ અમેરિકા સુધી પહોંચેલા છે.  તે ઉપરાંત વૃદ્ધ ભારતીય માબાપોને અમેરિકામાં પોષવાના આકરા પ્રશ્નો ઊભા થયા છે.  અમેરિકાની ભૌગોલિક અને સામાજિક આબોહવામાં ભારતીય વૃદ્ધોને પોષવાં તે સહેલું કામ નથી.

જે લોકો પોતાનાં સ્વજનોને અહીં લાવી શક્યા નથી તેમનો કુટુંબવિરહ ઘણી વાર કપરો બને છે.  ખાસ કરીને જન્મ, મરણ અને લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ સ્વજનોની યાદ જરૂર આવે.  વૃદ્ધ માબાપની પોતે સેવા કરી શકતા નથી તેનો ડંખ પણ જરૂર રહે છે.  આ બધાં કારણે આ  બેત્રણ વરસે દેશમાં જરૂર આંટો મારે છે. અને જાણે કે પોતે પોતાની કંઈક ફરજ અદા કરતા હોય એવો સંતોષ અનુભવે છે.

2 thoughts on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી)

  1. જે લોકો પોતાનાં સ્વજનોને અહીં લાવી શક્યા નથી તેમનો કુટુંબવિરહ ઘણી વાર કપરો બને છે. ખાસ કરીને જન્મ, મરણ અને લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ સ્વજનોની યાદ જરૂર આવે. વૃદ્ધ માબાપની પોતે સેવા કરી શકતા નથી તેનો ડંખ પણ જરૂર રહે છે. આ બધાં કારણે આ બેત્રણ વરસે દેશમાં જરૂર આંટો મારે છે. અને જાણે કે પોતે પોતાની કંઈક ફરજ અદા કરતા હોય એવો સંતોષ અનુભવે છે.
    અમારો અનુભવ
    એક તરફ દુખ થાય બીજી તરફ સંતાનોને ઠેકાણે પાડવાના

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s