દિવાળી (શૈલા મુન્શા)


કોઈ દીપ પ્રગટાવે,

કોઈ તોરણ લટકાવે,

કોઈ સજાવે રંગોળી,

ઉજવે સહુ દિવાળી.

નવલા દિને નવા વસ્ત્ર,

ખરીદી ધૂમ થાય.

વેપારીને ચહેરે ખુશાલી

ઉજવે સહુ દિવાળી.

ભાતભાતના પકવાન

ને ભાતભાતની મિઠાઈ,

કોડીલી વહુ ભરતી થાળ

ઉજવે સહુ દિવાળી.

બાળગોપાળ સજીને તૈયાર,

ચરણ સ્પર્શી દાદા-દાદી કેરા,

પામે આર્શીવાદ નવા વર્ષના

ઉજવે સહુ દિવાળી.

મંદિરોમાં ઘંટારવ બજે,

થાય શણગાર મુર્તિના,

કરે ઝાંખી છપ્પનભોગની સહુ,

ઉજવે સહુ દિવાળી.

કદી કર્યો વિચાર ક્ષણભર?

પ્રગટાવું આનંદ કોઈ દુઃખીજનને હૈયે!

બનુ ભાગ્યવાન, જો રોકું અશ્રુ કોઈના

ઉજવું દિવાળી કોઈ રંક સંગ?

દીવડાં પ્રગટે કાંઈ થાય નહિ દિવાળી

પ્રગટે જો પ્રેમને દયાનો દીપ અંતરમાં

બને જો હૈયું દીન દુખિયાનો વિસામો

તો બસ હર દિન ઉજવાય દિવાળી!!

શૈલા મુન્શા તા. ૧૧/૨૩/૧૦

3 thoughts on “દિવાળી (શૈલા મુન્શા)

 1. સારો સંદેશ.
  આ વખતે ભારતમાં હતી અને ત્યાં મેં મારા કુટુંબની આસપાસ ભેદભાવ રાખ્યા વગર બધાને આનંદ કરતાં જોયા.
  સરયૂ

  Liked by 2 people

 2. દીવડાં પ્રગટે કાંઈ થાય નહિ દિવાળી
  પ્રગટે જો પ્રેમને દયાનો દીપ અંતરમાં
  બને જો હૈયું દીન દુખિયાનો વિસામો
  તો બસ હર દિન ઉજવાય દિવાળી!! આવકની આ અન્યાયી અસમાનતાનો મુદ્દો તો આજે પણ ઊભો છે. સમાજ – શાસન માટે આ સતત પડકારનો વિષય રહેલો છે. આ પ્રશ્ન હળવો કરવા ઘણું થયું હોય તો પણ ઘણું કરવાનું બાકી છે તેવી લાગણી હમેશા સકારણ જોવા મળે છે. ઉત્સવોમાં એક તરફ દેખાદેખીને કારણે થતાં અનિયંત્રિત ખર્ચ તથા બીજી તરફ તહેવાર કે ઉત્સવને ઉજવવા માટેની આર્થિક સમસ્યા સાથે જીવતો સમાજ એ વાસ્તવિકતા છે. આ બાબતની વ્યથા કવિઓ – વિચારકોએ હમેશા સમાજ સમક્ષ રજૂ કરી છે. આવીજ એક પ્રસ્તુતિ દિવાળી સુ શ્રી શૈલા મુન્શાના કાવ્યમા છે

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s