અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી) -અંતીમ


                                               (૨૧)

લઘુમતિ તરીકેની આશંકા

અહીં ઊછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે પણ ભારતીયોને ઉપાધિ રહ્યા કરે છે.  ઊછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે? અને કેવી રીતે? એ જીવનસાથીની પસંદગીમાં માબાપ શો ભાગ ભજવી શકે?  જાતીય સંબંધો, પ્રણય, લગ્ન અને છૂટાછેડા વગેરે વિશેના અમેરિકન ખ્યાલો અને વર્તન ભારતીયોને ખાસ કરીને ભારતીય સ્ત્રીઓને, જેમને ઘરે ઉંમરલાયક છોકરી હોય છે, બહુ અકળાવે છે.  ઘણા લોકો ઉંમરલાયક સંતાનોને દેશમાં લઈ જઈ પરણાવવા પ્રયત્ન કરે છે.  બીજાં લોકો ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા જરૂર કરે છે કે પોતાનાં સંતાનો કોઈ ભારતીયને જ પરણે.

અહીં વસતા ભારતીયોને હમણાં તો અમેરિકાનાં ભૌતિક સુખ અને સુવિધાઓ જાણે કે સદી ગયાં છે.  આ દેશનો મુક્ત સમાજ અને લઘુમતિઓના સંરક્ષણની ઉમદા પ્રથાઓ આપણા ભારતીયો માટે અત્યારે તો આશીર્વાદ સમા નીવડ્યાં છે, પરંતુ બહુમતિ પ્રજાના સામૂહિક માનસને બદલાતાં વાર નથી લાગતી. આર્થિક સંયોગો વધુ વણસે તો લઘુમતિઓને પહેલાં સહન કરવું પડે.  ઈમિગ્રન્ટ્સ થકી જ ઘડાયેલા આ દેશમાં લઘુમતિઓ આ પ્રકારની આશંકાઓમાંથી ક્યારેય સર્વથા મુક્ત થતી જ નથી.

                                         (૨૨)

ઐતિહાસિક સત્ય

અન્ય વંશોની પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે.  એમના આચાર અને વિચાર, સંસ્કાર અને સંસ્કૃતિ, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે.  એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે.  આજે જે રીતે અહીંની અન્ય વંશીય પ્રજા પોતાના પૂર્વજોના મૂળ શોધવા પૂર્વજોની જન્મભૂમિમાં યાત્રાએ જાય છે તેવી જ રીતે આ પેઢીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને જીવન વિષે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે.  એ અમેરિકન પ્રજાનો ભારતીય સંસ્કૃતી અને જીવન પ્રત્યેનો રસ તે ઐતિહાસિક સંશોધન અને પ્રદર્શનથી વધુ નહીં હોય.  ધર્મ અને વાણીસ્વાતંત્ર્યના દેશમાં પોતાની સંસ્કૃતી જાળવવાની છૂટ બધાને છે, પણ તે જાળવણી અહીં ઊછરતી ભારતીય પ્રજા અમેરિકન ઢબે એકને અહીં યોગ્ય થઈ રહે તેવી જ રીતે કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક વંશોની પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે.  નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે.  એ પાણી નદીના મટીને સમુદ્રના બને છે.  પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળના પાણી સમા છે એટલે વિશિષ્ટતા–એમની ભારતીયતા–હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહા સમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે.  અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે.  અમેરિકીકરણના ઐતિહાસિક સત્યને આપણા અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું પડશે.

1 thought on “અમેરિકામાં વસતા ભારતીયો (નટવર ગાંધી) -અંતીમ

  1. અમારા જેવા અનેક પહેલી પેઢીના એ ‘ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહા સમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે. અન્ય વંશીય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકીકરણના ઐતિહાસિક સત્યને ધીરે ધીરે સ્વીકારવા માંડ્યા છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s