આંગણાંમાં ૫૦૦૦ પ્રતિભાવ (સંપાદક)


આજે જ્યારે મોટાભાગના લોકો બ્લોગ સર્ફીંગ સેલફોનથી કરે છે, જેમાં આંગળીના ટેરવાથી લખવું ખૂબ જ મુશ્કેલ છે, ત્યારે આંગણાંમાં પ્રતિભાવોનો આંકડો ૫૦૦૦ ને પાર કરી ગયો છે, એ આંગણાં માટે ગર્વની વાત છે.

આંગણાંમાં સૌથી વધારે પ્રતિભાવો આપી, આંગણાંનો ઉત્સાહ વધારવાનું કામ મારા વિદ્વાન બહેન પ્રજ્ઞા વ્યાસે કર્યું છે. આંગણાંની પ્રત્યેક પોસ્ટ ઉપર મનનીય પ્રતિભાવ આપી એમણે પોસ્ટના કર્તા અને આંગણાંનું મનોબળ વધાર્યું છે. અહીં એમનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

આ અગાઉ જણાવ્યું છે તેમ ૧ લી જાન્યુઆરી ૨૦૨૦ થી આંગણાંની હાલની Format માં ફેરફાર કરવામાં આવશે. નવી યોજના હેઠળ વધારે સર્જકોને પોતાના સર્જનો રજૂ કરવાની તક મળશે.

-સંપાદક

3 thoughts on “આંગણાંમાં ૫૦૦૦ પ્રતિભાવ (સંપાદક)

 1. થોડા સમય પહેલા એક એક પોસ્ટ પર ઘણા પ્રતિભાવો મળતા…કેટલીક પોસ્ટ પરતો ૧૦૦ ઠી ૧૫૦ ઉપરાંત પ્રતિભાવોથી પોસ્ટ છલકાતી
  जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे,
  मातृभिश्चन्त्यमानानां ते हि नो दिवसा: गता:
  ते हि नो दिवसा: गता:
  ते हि नो दिवसा: गता:
  હવે તો ઘણા સ રસ બ્લોગ પર કાલાવાલા કરવા છતા પ્રતિભાવ ૦ !
  ધન્યવાદ

  Like

 2. પ્ર્તિભાવ આપવા જોઇએ. પ્રતિભાવ આપવા એ ગુણ અને સંસ્કાર છે. કલાકાર માટે કદર આદર છે મેનર છે. એક જાતની સર્જક કે લેખક્ના મનની માંગ કે અપેક્ષા પણ છે
  જગત સુંદર સૃજન તેનું કદર કરતા રહો તેની
  અગર હૂ ભાવનો ભૂખ્યો પ્રભુ પણ ભાવનો ભૂખ્યો
  દીધા છે મન બુદ્ધી વાચાને અગણિત ઉપકારો
  કશું ના માગતો તે પણ હશે પ્રતિભાવનો ભૂખ્યો !
  આપણું જીવન એક પાઠશાળા જ છે ને? અને આ બ્લોગ-જગત પણ મને તો એક મોટી પાઠશાળા જ લાગે છે. રોજ રોજ નવું નવું શીખવાનું. ખરેખર તો પ્રતિભાવમાંથી જેટલું શિખવા મળે છે તેટલું જ્ઞાન તો મુળ પોસ્ટમાં પણ ઘણી વાર નથી હોતું. અને બ્લોગ જગત તો આનંદ કરવા માટે છે એમાં વળી ભૂલ અને માફી એવું બધું શું? જ્યાં સુધી બીજાને તકલીફરુપ ન હોઈએ ત્યાં સુધી બધું યોગ્ય જ કહેવાય.
  આમ જોઈએ તો દરેક બ્લોગરોએ પ્રતિભાવ એપ્રુવ પોલીસી પોતાના બ્લોગ પર મુકવી જોઈએ અથવા તો બધા પ્રતિભાવો એપ્રુવ કરવા જોઈએ અતીશય વિવાદાસ્પદ ન હોય તેવા. અથવા તો સાભાર પરત જેવું કાઈક કરવું જોઈએ.
  ‘હું’ માનું છું કે પ્રતિભાવો સલાહની જેમ આપવા માટે જ હોય છે, એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, પ્રસિદ્ધ અને અપ્રૂવ થવા જ જોઈએ, અને જો ના ગમે તેવા પ્રતિભાવો સ્વીકારવાની ક્ષમતા ન હોય તો બ્લોગપર પોસ્ટ કરતી વખતે પ્રતિભાવો બંધ કરી દેવા જોઈએ. વિચારોની અસહમતી પણ ચર્ચાનું માધ્યમ જ છે ને ! એમાંય બ્લોગ તો બન્યો છે જ એટલે કે તમે લખો એના વિશે લોકો ચર્ચા કરે અને સારી નરસી વાત કહે,
  નીરવરવે હજુ સુધી વિચારોના વિરોધાભાસને લીધે કોઈ પ્રતિભાવ અપ્રૂવ ન કર્યો હોય એમ બન્યું નથી, Anonymous ના નામે આવતા પ્રતિભાવો પણ અહીં વિચારને લીધે અમે અપ્રૂવ કરેલા છે.પરંતુ ઈમેલ કે ફોન નંબર તેમાં હોય અને અભદ્ર કે બેહૂદી હોય તે નથી કર્યા
  બધાં લોકો ખુલ્લા દિલે ચર્ચા કરે તો કેટલાં બધા ગોટાળા દુર થઈ શકે. અને બ્લોગ જગતમાં પણ વિશ્વાસ અને સંવાદિતાનું વાતાવરણ સર્જાય.અમે ધડ માથા વગરની કોમેન્ટ કરી બેસતા હશું. તમારે મોટું મન રાખીને અમને જાણ કરવી તો બીજી વખત તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખી શકાય
  .
  शतं दद्यान्न विवदेदिति सुज्ञस्य संमतम्.
  विना हेतुमपि द्वंद्वं तत् स्यान्मूर्खस्य लक्षणम्

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s