ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)


(૧૧) ચારણ સંસ્કૃતિ

ચારણોએ સાહિત્યના માધ્યમથી આપણી સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કર્યું છે. અવસર આવ્યે બલિદાન અને યુધ્ધનો માર્ગ ચારણોએ અવશ્ય ચીંધ્યો છે, પરન્તુ સાચી વાત તો એ છે કે, સંસ્કૃતિ સદા બલિદાન માગે છે. ધર્મ, ધરા અને અબળાનું રક્ષણ એ ક્ષત્રિય ધર્મ છે, જેણે જેણે ક્ષાત્રત્વના જતનાર્થે આ માર્ગે પગલાં માંડ્યાં તેને ચારણોએ સરાજાહેર બિરદાવ્યાં છે, પરન્તુ જે ક્ષત્રિયોએ પોતાની કુળપરંપર ભૂલીને સમરાંગણમાં પારોઠનાં પગલાં ભર્યા તેની ચારણોએ સરાજાહેર નિંદા કરી છે. આવાં ઉપાલંભકાવ્યો પણ હજારોની સંખ્યામાં મળે છે, એની રચના વખતે તેને સત્તાનો કે મરણનો ભય સતાવ્યો નથી. અલબત્ત, કોઈ ક્ષત્રિય રાજવીને ઉપાલંભ સંભળાવતી વખતે તેની ભૂમિકા તો માતા જેટલી પવિત્ર રહી છે. કેમકે, જેને પોતાના માન્યા છે, જેની વીરતાના યશોગાન ગાયાં છે, તેનું પતન આંખના કણાની જેમ ખટકે છે, હૈયામાં ફરતી સારડી જેમ તેને વેદના પહોંચાડે છે, એ કારણે તે ઉપાલંભકાવ્યો રચે છે, એ વાત ખૂબ જ મહત્વની છે. આ કાવ્યોની આગવી વિશેષતા એ છે કે, તે સંસ્કૃતિ સાથે વિશ્વશાંતિની વાત કરે છે. આથી પ્રતિત થાય છે કે જે ચારણોએ અવસર આવ્યે પોતાની કાવ્યબાની દ્વારા ક્ષત્રિયોને સમરાંગણમાં શસ્ત્રો ધારણ કરાવ્યા છે, એ જ ચારણોએ પોતાની કાવ્યબાની દ્વારા શસ્ત્રો મ્યાન કરાવીને યુધ્ધો અટકાવ્યાં પણ છે. એણે શાંતિદૂત બનીને સૌને સાથે મળીને ‘જીવો અને જીવવા દો’નો સિધાન્ત સમજાવ્યો છે. એ રીતે ચારણો ભારતીય જીવનમૂલ્યોનો ઉદગાતા રહ્યા છે, એ વાત પણ અહીં વિવિધ ઉદાહરણો દ્વારા સુપેરે વ્યક્ત થઈ છે.

મેઘાણી કહે છે તેમ ‘સાહિત્ય સર્જન એ ચારણોનો વ્યવહાર કે વ્યવસાય નથી, પણ સંસ્કાર છે, જે પેઢી દરપેઢી લોહીમાં સંચર્યા છે.’ આમ કુળ પરંપરાથી સાહિત્યની સાધના કરનારા ચારણકવિઓએ છંદશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, શબ્દકોશ, પર્યાયવાચી શબ્દકોશ, જ્યોતિષશસ્ત્ર, અશ્વશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, ભૂગોળ અને ખગોળ્ને લગતી વિગતોને શબ્દબધ્ધ કરી છે. ખરા અર્થમાં તો ચારણી સાહિત્યએ ભારતીય જ્ઞાન સંરક્ષણની ભૂમિકા નીભાવી છે, આ ધારાનો યથાર્થ અભ્યાસ કરીએ તો ભારતીય સંસ્કૃતિની ભવવ્યતાનું વિશ્વને દર્શન કરાવી શકીયે. આ વાઅત અનેક ઉદાહરણો દ્વારા ભાઈશ્રી શંકરદાનજી આશિયાએ ‘ચારણ દિગ્દર્શન’ ગ્રંથમાં આલેખી છે.

1 thought on “ચારણી સાહિત્ય – ૧૧ (ડો. અંબાદાન રોહડિયા)

 1. ઉપાલંભકાવ્યોમા શાંતિદૂત બનીને સૌને સાથે મળીને ‘જીવો અને જીવવા દો’નો સિધાન્ત સમજાવ્યો છે. એ રીતે ચારણો ભારતીય જીવનમૂલ્યોનો ઉદગાતા રહ્યા છે,
  યાદ આવે
  જગ મારશે મહેણાં : ન આવ્યો આત્મજ્ઞાની!
  નાવ્યો ગુમાની પોલ પોતાની પિછાની!
  જગ પ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
  આઝાર માનવ-જાત આકુલ થઈ રહી બાપુ!
  તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ!
  આપણેયે કવિની સાથે ગાઈએ :
  છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો બાપુ!
  સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s