બહાર આવે (શયદા)


(ગુજરાતી ગઝલો લોકપ્રિય થવાની શરૂઆત શયદાના સમયથી થઈ. શયદાએ ગઝલોને ફારસી અને અરબી શબ્દોમાંથી મુક્ત કરવાની શરૂઆત કરી. શયદાના સમયથી મુશાયરા લોકપ્રિય થયા. ત્યારબાદ પચાસથી પણ વધારે સાહિત્યકારોએ ગઝલ લખી અને ગુજરાતિ સાહિત્યને માતબર કર્યું છે.

શયદા એમનું તખ્ખલુસ છે. એમનું મુળ નામા હરજી લવજી દામાણી છે. શયદાની ગઝલોમાં ભાષાની સરળતા, ભાવોની કોમળતા અને વિચારોની ગહનતા છે. શયદાની શૈલીનો પ્રવાહ નિર્વિરોધ વહેતો રહે છે અને એમનો લહેકો તો ગજબનો જ છે. અહીં મારી મનગમતી શયદાની ગઝલ રજૂ કરૂં છું.)

જનારી રાત્રી, જતાં કહેજે, સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે. ફૂલો ફૂલોમાં બહાર આવે…

હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે…

વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’

કિનારેથી શું કરે કિનારો? વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે…

ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે…

જરૂર આવીશ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે…

સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે? વિચાર જાયે વિચાર આવે…

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે…

હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે શયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં. ન બાર આવે…

– ‘શયદા’

3 thoughts on “બહાર આવે (શયદા)

 1. ભાષાની સરળતા, ભાવોની કોમળતા અને વિચારોની ગહનતાના પ્રવાહ નિર્વિરોધ વહેતો રહે તેવી આ ગઝલ ઘણા બ્લોગમા પ્રગટેલી ફરી ફરી માણવાની મઝા
  .
  હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
  ઊભો છે શયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં. ન બાર આવે
  વાહ
  .
  … તો તેમની જ ગઝલમા જવાબ આપે છે
  હું મૌન રહીને એક અનાહદ નાદ ગજાવી જાણું છું,
  ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
  મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું,
  બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.

  Liked by 1 person

 2. “સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
  તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?”
  વાહ……

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s