ગીતા (મારી સમજ) – ૧૨ (પી. કે. દાવડા)


(૧૧) વિશ્વરૂપ યોગ

વિષાદમાં ડૂબેલા અર્જુનને યુધ્ધ કરવા પ્રેરિત કરવા, શ્રી કૃષ્ણે ગીતાનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. દસ અધ્યાયમાં કૃષ્ણે અર્જુનને કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગની વાતો કહેવા ઉપરાંત, પોતે કોણ છે એના અનેક ઈશારા કર્યા. પણ અર્જુન તો શંકાઓનું સમાધાન શોધવા પ્રશ્ન કરતો રહ્યો. અહીં અગીયારમાં અધ્યાયમાં આખરે કૃષ્ણે નક્કી કર્યું કે હવે આને ખાત્રી કરાવવા હું મારૂં વિરાટ સ્વરૂપ દેખાડી જ દઉં, કે જેનાથી એના મનમાં શંકા ન રહે, અને હું કહું છું એ બધું આખરી સત્ય છે એમ માનવા તૈયાર થાય.

આનું એક કારણ એ પણ હોઈ શકે કે અત્યાર સુધી કૃષ્ણ અર્જુન સાથે મિત્રની જેમ વર્ત્યા હતા. વળી કૃષ્ણ સંબંધમાં અર્જુનના સાળા હતા. આ ક્ષણે એ એના રથના સારથી હતા, એટલે અર્જુન ઉપર પૂરતી અસર નહિં થતી હોય. પોતાનો વિરાટ સ્વરૂપ જોયા પછી, એ સમજી જાય કે આ બધું કહેનાર કોણ છે.

આવું આપણા સામાન્ય જીવનમાં પણ થતું હોય છે. કોઈ પરચો દેખાડ્યા વગર, કે કોઈ પુરાવો દીધા વગર, અસામાન્ય વાત સ્વીકારવા લોકો તૈયાર થતા નથી.

આ અધ્યાયમાં ઈશ્વરના વિરાટ સ્વરૂપનું વર્ણન વાંચીને બધાનો અભિપ્રાય એક સરખો નહિં બંધાય. મેં એનો સીધો સાદો અર્થ એ કર્યો કે કલ્પનાતિત વિશાળ, એટલું વિશાળ કે એ ક્યાંથી શરૂ થાય છે, અને ક્યાં પુરૂં થાય છે એ સમજવું અશક્ય થઈ જાય, સૌમ્ય અને રૂદ્ર બન્નેનું સમન્નવય, હજારો સૂર્યના તેજ જેવું પ્રકાશિત, દેવો અને દાનવો બન્નેની યાદ અપાવે એવું સ્વરૂપ, ઈન્દ્ર અને ૠષિઓ બન્ને સાથે દેખાય, આ બધું એટલા માટે વર્ણવ્યું છે કે આપણી જાણમાં બ્રહ્માંડમાંની બધી જડ અને ચેતન વસ્તુઓ એમાં આવી જાય. ટુંકમાં દરેકે દરેક ચીજમાં ઈશ્વર છે, અર્થાત શક્તિ (Energy) છે.

બીજી એક વાત આડકતરી રીતે કહી છે કે ઈશ્વરને જોવા (પામવા) દિવ્ય દૃષ્ટી જોઈએ. આ દિવ્ય દૃષ્ટી કાંતો જ્ઞાનથી મળે અને કાંતો ભક્તિથી મળે. તમારૂં મન, તમારૂં અંતકરણ એટલું શુધ્ધ હોય, એટલું વિશાળ હોય, તો જ તમે ઈશ્વરના સ્વરૂપને સમજી શકો.

એક શ્ર્લોકમાં વિરાટના મોં માંથી નીકળતા અગ્નિની વાત કરી છે. એ અગ્નિવાળા મુખમાં જેમ નદી દરિયામાં વિલીન થઈ જાય, તેમ મનુષ્યો, પ્રાણીઓ વગેરે એ અગ્નિવાળા મુખમાં વિલીન થઈ જાય છે. એને કાળ કહ્યો છે. આપણે મૃતદેહને અગ્નિને સોંપીએ છીએ. બધીવાતોમાં સાંઠગાંઠ દેખાય છે ને? કલ્પના કરો તો આ ચિત્ર આજે પણ છે. પ્રત્યેક ક્ષણે, કેટલાય લોકો, વૃધ્ધાવસ્થા, બિમારી, ભૂખમરો, યુધ્ધ, કોમીદંગા વગેરેથી કાળનો કોળિયો બને છે. ગીતામાં કહ્યું છે, એમાંની ઘણી વાતોનો આજે પણ સંદર્ભ મળે છે.

આ અધ્યાયમાં બીજી એક સમજવા જેવી વાત કહી છે. બ્રહ્માંડનું સ્વરૂપ એટલું તો વિશાળ અને વિરાટ છે કે અર્જુન જેવો વીર પુરૂષ પણ ધ્રુજી ઊઠ્યો, તો સામાન્ય માણસનું તો શું ગજું? સામાન્ય માણસ એટલે જ ઈશ્વરને સુંદર મૂર્તિઓના રૂપમાં આરૂઢ કરી, એની પૂજા કરે છે.

અહીં કોઈ એક પ્રશ્ન પુછશે કે દશ અધ્યાય કહ્યા પછી આ વિરાટ સ્વરૂપ શા માટે દેખાડ્યું, શરૂઆતમાં જ દેખાડી દીધું હોત તો આખી ગીતા કહેવી ન પડતને? અહી પણ એક સમજવા જેવી વાત છે. જીંદગી આપણને સુધરી જવાના અનેક સૌમ્ય મોકા આપે છે, છતાંય ન સમજો તો તમને કઠોર અંત તરફ લઈ જાય છે. વિચારો તો ગીતામાં બધી વાતોના ખુલાસા છે.

3 thoughts on “ગીતા (મારી સમજ) – ૧૨ (પી. કે. દાવડા)

  1. મા દાવડાજી એ વિશ્વરૂપ યોગમા સમજાવેલ આ સાર ગમ્યો
    ‘બ્રહ્માંડનું સ્વરૂપ એટલું તો વિશાળ અને વિરાટ છે કે અર્જુન જેવો વીર પુરૂષ પણ ધ્રુજી ઊઠ્યો, તો સામાન્ય માણસનું તો શું ગજું? સામાન્ય માણસ એટલે જ ઈશ્વરને સુંદર મૂર્તિઓના રૂપમાં આરૂઢ કરી, એની પૂજા કરે છે.
    અહી પણ એક સમજવા જેવી વાત છે. જીંદગી આપણને સુધરી જવાના અનેક સૌમ્ય મોકા આપે છે, છતાંય ન સમજો તો તમને કઠોર અંત તરફ લઈ જાય છે. વિચારો તો ગીતામાં બધી વાતોના ખુલાસા છે.’

    Like

  2. AS PER SHRI DAVDA SAHEB. GEETA CONTAINS ALL EXPLANATION FOR HAPPY LIFE WITH ALL EXCUSED. HOW YOU TAKE ,THAT’S YOUR CHOICE…… IF TAKE LIKE “ARJUN” YOU WILL BE HAPPY HAPPY IN YOUR LIFE AFTER SO MANY- STRUGLES, BUT IT’S VERY DIFFICULT.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s