ચારણી સાહિત્ય – ૧૩ (અંતીમ)


(ડો. અંબાદાન રોહડિયાએ મારી વિનંતી સ્વીકારીને ચારણી સાહિત્યની અમૂલ્ય માહિતી આંગણાંના વાચકો માટે ઉપલબ્ધ કરાવી એ બદલ એમનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આપણે એમની કલમનો ભવિષ્યમાં પણ લાભ લઈશું. – સંપાદક)

મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર :

૧૨ માર્ચ, ૨૦૧૨ ના પૂજય મોરારીબાપુના કરકમળોથી મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રનો શુભારંભ થયો હતો.

ડૉ. અંબાદાન રોહડિયાની વરણી આ કેન્દ્રના નિયામક તરીકે થઈ હતી. આ જવાબદારી તેમની નિયમિત પ્રાધ્યાપક તરીકેની કામગીરી ઉપરાંતની એક વિશેષ જવાબદારી હોવા છતાં તેઓએ ધગશથી એનો સ્વીકાર કર્યો હતો અને ઉત્સાહથી પોતાનું કાર્ય કરે છે.

અહીં આ સંસ્થાનો ટુંકો પરિચય આપવા પ્રયત્ન કર્યો છે.

કેટલીક સંસ્થાઓ તે વિસ્તારની શોભા વધારનારી હોય છે. આવી સંસ્થાઓ પ્રદેશની ઓળખ બની રહેતી હોય છે. તક્ષશિલા કે નાલંદા જેવી વિદ્યાપીઠો જોઇને દુનિયાના લોકો પ્રભાવિત થયા હતા. આ વિદ્યાપીઠો આપણાં દેશની ઓળખ હતી. અમદાવાદમાં ઇન્ડીયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના તથા વિકાસમાં ડૉ. જીવરાજ મહેતા કે હમણાંજ જેની ખોટ પડી છે તેવા શ્રેણિકભાઇ જેવા મહાજનના યોગદાનથી આ સંસ્થા શહેરની તથા રાજ્યની ઓળખ બની છે.

ભૂજની વ્રજભાષા પાઠશાળા પણ આવીજ એક અનોખી તથા ખ્યાતિપ્રાપ્ત સંસ્થા હતી. કવિઓ તૈયાર કરવા માટે પણ કોઇ સંસ્થાની પૂરા આયોજન સાથે સ્થાપના કરવામાં આવે તે વિચારજ પ્રશંસાને પાત્ર છે. આથી જ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની રાજકોટમાં સ્થાપના એ આપણી સરસ્વતી ઉપાસનાની ઉજળી પરંપરાની સદીઓ જૂની પ્રથાના એક નૂતન મણકા સમાન છે. રાજ્ય સરકારની આ વિષયની પ્રતિબધ્ધતા, યુનિવર્સિટીનો અમલીકરણ માટેનો ઉત્સાહ, તેમજ કેન્દ્રના શુભારંભે સંત શ્રી મોરારીબાપુના અંતરના આશીર્વાદ એ આ સંસ્થાના મજબૂત સ્થંભ સમાન છે.

       મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા લોકસાહિત્ય, સંત સાહિત્ય તેમજ ચારણી સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતા સંશોધકોમાંથી પસંદગી કરીને દર વર્ષે એક સંશોધકને તેમના અમૂલ્ય યોગદાન માટે એવોર્ડની અર્પણવિધિ ગરીમાપૂર્ણ સમારંભમાં કરવામાં આવે છે. કેટલાક મહત્વના વિષયોના ગ્રંથ પ્રકાશન કરવાનું કામ પણ કેન્દ્ર તરફથી કરવામાં આવે છે.

આપણું આ સાહિત્ય યુવાનો સુધી પહોંચે તે માટેના જે પ્રયાસો થયા છે તે બાબત ખાસ નોંધપાત્ર છે. અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી વિશ્વવિદ્યાલયો તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમીનારોનું આયોજન રાજ્યના અલગ અલગ શહેરો કે નગરોમાં કરવામાં આવે છે.

       સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અનેક હસ્તપ્રતો લાંબા સમયથી સચવાઇને પડેલી છે. મૂળ તો શ્રી ડોલરરાય માંકડની પ્રેરણાથી શ્રી રતુભાઇ રોહડિયાએ પ્રવાસ કરીને અનેક ઘરોએથી આ અમૂલ્ય કૃતિઓ મેળવેલી છે. લોકોએ આ કિમતી ભેટ યુનિવર્સિટીને સ્વેચ્છાએ આપી છે. લોકોએ એવી સમજ સાથેજ આ હસ્તપ્રતો આપી હતી કે તેનું યોગ્ય રીતે વર્ગીકરણ કરીને તેનું પ્રકાશન યુનિવર્સિટી કરશે. મેઘાણી કેન્દ્રની એક મહત્વની જવાબદારી આ કાર્ય સંપન્ન કરવાની હતી. આ દિશામાં પ્રયાણ કરવા માટે નક્કર શરૂઆત ડૉ. અંબાદાનભાઇ રોહડિયા દ્વારા કરવામાં આવી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોનું ડીજીટલ ફોર્મમાં રૂપાંતર કરવા માટેનું કાર્ય છેલ્લા એકાદ વર્ષથી નિયમિત ચાલે છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે લગભગ સવાલાખથી દોઢલાખ જેટલા પૃષ્ઠોમાં સમાયેલી કૂલ હસ્તપ્રતોના લગભગ ૫૦ % ભાગનું ડીજીટલાઇઝેશન પૂર્ણ થયું છે.

       લોકકળાના ક્ષેત્ર પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે આ કળાઓ લોકોમાંથી ઉદ્દભવી અને બળવત્તર બની. પરંતુ તેનું યોગ્ય દસ્તાવેજીકરણ તેમજ વિવેચન, મૂલ્યાંકન જોઇએ તેટલા થઇ શક્યા નહિ. ઘણું બધું સાહિત્ય કંઠોપકંઠ કહેવાયું અને કાળના પ્રવાહમાં કેટલુંક સાહિત્ય લુપ્ત પણ થયું. દસ્તાવેજીકરણનું કાર્ય એ એક પડકારરૂપ બાબત છે.

       શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર પાસે લોકોની મોટી અપેક્ષા છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પાડલીયા તેમજ બીજા અનેક મહાનુભાવોનો સક્રિય સહયોગ સંસ્થાને છે. રાજ્ય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કારણે કેન્દ્રની તમામ પ્રવૃત્તિને બળ તથા દિશા મળતા રહે છે. કામ સારું થયું છે અને ઘણું વિશેષ કરવાની તક છે.

સંકલન – પી. કે. દાવડા

2 thoughts on “ચારણી સાહિત્ય – ૧૩ (અંતીમ)

  1. ‘યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. પાડલીયા તેમજ બીજા અનેક મહાનુભાવોનો સક્રિય સહયોગ સંસ્થાને છે. રાજ્ય સરકાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કારણે કેન્દ્રની તમામ પ્રવૃત્તિને બળ તથા દિશા મળતા રહે છે.’ખૂબ પ્રસંશનીય પ્રેરણાદાયી

    Like

  2. thank you to shri. davda sahb for publishing charni sahitya on DAVDA NU AGNU. CONGRATULATION TO ALL CONNECTED PEOPLE TO “MEGHANI LOK SAHITYA KENDRA” RATU BHAI COLLCTED HAST-PRAT FROM HOME TO HOME. DR. AMBADAN BHAI & VICE CHANCELER DR.PADALIA TO TRANSLATE HAST-PRAT IN DIGITAL FORM, WHICH HELP FOR LONG TIME STORAGE ,AND YOUNG GENERATION WANT KNOWLEDGE OF OLD SAHITYA THIS HELPFUL FOR THEM. ALSO MORARI BAPU BLESS TO KENDRA. NICE SAFTEY FOR OLD SAHITYA.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s